ગુજરાતમાં તોફાન દરમિયાન પોલીસ દમનો અંગેનો અહેવાલ માગતી હાઇકોર્ટ

ગુજરાતમાં તોફાન દરમિયાન પોલીસ દમનો અંગેનો અહેવાલ માગતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે પોલીસ અત્યાચારના સંદર્ભમાં ગંભીર નોંધ લીધી છે અને સમગ્ર મામલામાં તપાસ કરીને બે સપ્તાહની અંદર અહેવાલ સોંપવા માટે શહેરના પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. પાટીદાર સમુદાયની અનામતને લઈને મહારેલી અને ત્યારબાદ વ્યાપક હિંસાવેળા પોલીસ અત્યાચારની ફરિયાદોની ગંભીર નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે હવે શહેર પોલીસ કમિશનરને તપાસ કરીને અહેવાલ સોંપવા માટે કહ્યું છે. સોલામાં ખાનગી સંપત્તિને નુકશાન કરવાના પોલીસના બનાવના સંદર્ભમાં આ અહેવાલ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. એડવોકેટ…

Read More

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં અનામતને લઈને પટેલ સમુદાય દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલન દરમિયાન ગઈકાલે ગુજરાતના મહેસાણા, સુરત, બનાસકાંઠા, ગાંધીનગરમાં વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ આજે સંપૂર્ણપણે શાંતિ રહી હતી. કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બન્યો હતો. સંપૂર્ણપણે શાંતિ રહેતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા જે વિસ્તારમાં સેના તૈનાત કરવામાં આવી છે તે વિસ્તારમાં સેના દ્વારા ફ્લેગ માર્ચ કરીને લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો. બીજીબાજુ ગુજરાતમાં અનામત આંદોલનને લઈને…

Read More

અમદાવાદ-સુરત સહિતના અશાંત ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ-સુરત સહિતના અશાંત  ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ અને સુરતમાં પોલીસ તથા અર્થલશ્કરી દળો ગોઠવાયા છતાં પણ કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આજે સવારે પણ લોકોના ટળે ટોળા ઉતરી પડતા ફરી પરિસ્થિતિ ગંભીરરીતે ડહોળતા છેવટે રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય અશાંત વિસ્તારોમાં તાબડતોડ આર્મીને હવાલે કરવામાં આવ્યા હતા જ્યારે સુરતમાં પણ લશ્કર ડિપ્લોય કરાયું હોવાું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે રાજકોટમાં પણ લશ્કરની એક ટુકડી રવાના કરવામાં આવી હતી. અમદાવાદમાં સાંજે લશ્કરે ફ્લેગમાર્ચ યોજી સ્થિતિને કાબૂમાં લેવાના લોખંડી પ્રયાસો શરૂ કર્યા હતા. રાજ્યમાં આર્મીની પાંચ ટુકડીઓ ફાળવવામાં…

Read More

અનામતની આગમાં ભડકે બળેલા ગુજરાતમાં ૮નાં મોત

અનામતની આગમાં ભડકે બળેલા ગુજરાતમાં ૮નાં મોત

ગુજરાતમાં અનામતની માંગણીની આગ હવે રાજ્યના અનેક ભાગમાં ફેલાઈ ગઈ છે. મંગળવારે મોડીરાત્રે શરૂ થયેલી હિંસાનો દોર આજે બુધવારે પણ જારી રહ્યો હતો. અનામત સંબંધિત હિંસામાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં આઠ લોકોના મોત થયા છે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ બેકાબૂ રહી હતી. રાજ્યના જે મોટા શહેરોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી છે તેમાં સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર, પાટણના શહેરો, ગાંધીનગરના કલોલ, બનાસકાંઠાના પાલનપુરમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. તમામ…

Read More