તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તુર્કીના પાટનગર અંકારામાં આજે એક પછી એક થયેલા બે બ્લાસ્ટના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ બ્લાસ્ટ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન નજીક થયા હતા. આ બ્લાસ્ટમાં ૮૬ લોકોના મોતના એહવાલને સમર્થન મળી ચુક્યું છે પરંતુ મોતનો આંકડો હજુ વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૪૦થી પણ ઉપર હોવાનું જાણવા મળ્યું છે જેથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર બનેલી છે. સાક્ષીઓએ માહિતી આપતા કહ્યું છે કે, આ…

Read More

ધર્મ-જાતિને સત્તા મેળવવાનું હથિયાર ન બનાવોઃ રાષ્ટ્રપતિ

ધર્મ-જાતિને સત્તા મેળવવાનું હથિયાર ન બનાવોઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આતંકવાદને પુરી દુનિયા માટે સૌથી મોટો ખતરો બતાવતા સમગ્ર દુનિયાને તેની વિરૂધ્ધ એક થઇ લડવાની અપીલ કરી છે.જોર્ડનના એક અખબારને આપેલ મુલાકાતમાં રાષ્ટ્રપતએ કહ્યું છે કે રાજનીતિ માટે જાતી અથવા ધાર્મિક ભાવના ઉશ્કેરવી કયારેય સ્વીકાર્ય હોઇ શકે નહીં. મુલાકાતમાં તેમણે કહ્યું કે આતંકવાદથી આજે કોઇ એક અથવા બે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રભાવિત થઇ રહ્યું છે અને આ માનવતા માટે સૌથી મોટો ખતરો બની રહ્યું છે.આતંકવાદ પર ચિંતા વ્યકત કરતાં તેમણે…

Read More

અજમેર શરીફની દરગાહમાં બોમ્બની અફવાઃ અફડાતફડી

અજમેર શરીફની દરગાહમાં  બોમ્બની અફવાઃ અફડાતફડી

રાજસ્થાનના અજમેર ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહ ખાતે આજે સવારે બોમ્બની અફવા ફેલાઇ ગયા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. અફવા ફેલાતાની સાથે જ સમગ્ર દરગાહમાં રહેલા લોકોને બહાર કાઢીને ઉંડી ચકાસણી કરવામાં આવી હતી. જેના કારણે થોડાક સમય માટે ઉત્તેજના પણ ફેલાઇ ગઇ હતી. જો કે ઉંડી તપાસ બાદ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જેથી તંત્રે રાહત અનુભવી હતી. અફવા ફેલાયા બાદ અજમેર ગરીબ નવાઝની ૧૨મી સદીની દરગાહમાંથી તમામ ગેટ…

Read More

એલઓસી પર ચાર આતંકી ઠાર મરાયા

એલઓસી પર ચાર  આતંકી ઠાર મરાયા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ત્રાસવાદીઓના ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. શ્રીનગર સ્થિત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ એનએન જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, મોડી રાત બાદ થયેલી અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા ઉપર ફરજ બજાવતા સૈનિકોએ આતંકવાદીઓના સંદેશા પકડી…

Read More

ખતરનાક નાવેદ અંગે ચોંકાવનારા ડોઝિયર તૈયારઃ અનેક વિગત ખૂલી

ખતરનાક નાવેદ અંગે ચોંકાવનારા ડોઝિયર તૈયારઃ અનેક વિગત ખૂલી

થોડાક દિવસ પહેલા જ ઉધમપુરમાં ત્રાસવાદી હુમલા દરમિયાન જીવતા ઝડપાઇ ગયેલા ખતરનાક ત્રાસવાદી નાવીદ અંગે હવે સરકાર દ્વારા ૩૯ પાનામાં ચોંકાવનારો ડોઝિયર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે તે લશ્કરે તોયબા ત્રાસવાદી સંગઠન સાથે ખુબ નજીકના સંબંધ ધરાવે છે. એટલુ જ નહી તે ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર લશ્કરે તોયબનાના કેમ્પમાં ટ્રેનિંગ પણ મેળવી ચુક્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાટેના તોયબાના કમાન્ડરો ૨૫મી મેના દિવસે ઇસ્લામાબાદથી આવ્યા હતા….

Read More

ઝકીઉર રહેમાન લખવી પાકિસ્તાની સેનાના કમાન્ડોની સુરક્ષા હેઠળ

ઝકીઉર રહેમાન લખવી પાકિસ્તાની સેનાના કમાન્ડોની સુરક્ષા હેઠળ

પાકિસ્તાનમાં મોટા પાયે સક્રિય રહેલા ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની સરકાર અને સેના વચ્ચે સીધી સાંઠગાંઠના વધુ નક્કર પુરાવા હવે હાથ લાગ્યા છે. કારણ કે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ જાકીઉર રહેમાન લખવીને પાકિસ્તાની સેનાના કમાન્ડો સુરક્ષા આપી રહ્યા છે. લાહોર નજીક સુરક્ષિત અડ્ડામાં તે રહે છે. આઇએસઆઇ દ્વારા તેને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ તેને પાકિસ્તાની સેના કમાન્ડો સાદા વસ્ત્રોમાં ૨૪ કલાક સુરક્ષા આપી રહ્યા છે. લખવીને ૧૦મી એપ્રિલના દિવસે જેલમાંથી મુક્ત…

Read More

યાકુબને ફાંસી બાદ નાગપુર-મુંબઇમાં હુમલાઓ થવાનો ભય

યાકુબને ફાંસી બાદ નાગપુર-મુંબઇમાં હુમલાઓ થવાનો ભય

૩૦મી જુલાઇના દિવસે મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના અપરાધી યાકુબ મેમણને ફાંસી આપી દેવામાં આવ્યા બાદ નાગપુર અને મુંબઇ સહિતના મોટા શહેરોમાં ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. મુંબઇ પોલીસના અધિકારીએ કહ્યું છે કે એનબીટીને આ અંગેની માહિતી મળી છે. યાકુબને ફાંસી આપી દેવામાં આવ્યા બાદથી મહારાષ્ટ્ર અને નાગપુરમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આઇબી પાસેથી જે ઇનપુટ આવ્યા છે તે મુજબ હુમલાની દહેશત રહેલી છે. તમામ જગ્યાએ મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે….

Read More

મુંબઇ હુમલામાં પાક.ની ભૂમિકાનો પદરફાશ

મુંબઇ હુમલામાં પાક.ની ભૂમિકાનો પદરફાશ

પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્યતપાસ કારે આજે એવો ધડાકો કરીને પાકિસ્તાન સરકારની મુશ્કેલી વધારી દીધી હતી કે, ૨૬/૧૧ મુંબઈ હુમલાની યોજના પાકિસ્તાની જમીન પરથી તૈયાર કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા માટે તેની ભૂલને સ્વીકારી લેવી જોઇએ. પાકિસ્તાનને આતંકવાદીઓને મુંબઈ જવાની મંજુરી આપવા બદલ તેની ભુલ સ્વીકારવી જોઇએ. આ હત્યાકાંડ પાકિસ્તાન સરકારની પરોક્ષ મંજુરીથી થયો હોવાનો દાવો તેમણે કર્યો હતો. પાકિસ્તની અખબારમાં લખવામાં આવેલા લેખમાં ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના પૂર્વ…

Read More