ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી ઉપર ૨૪ નવે. સુધી સ્ટે

ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી ઉપર ૨૪ નવે. સુધી સ્ટે

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચુંટણીઓ એક વોર્ડ ચાર કોર્પોરેટરની જોગવાઇ અનુસાર યોજવા અંગે રાજય સરકારે ખુલાસો રજુ કરવા વધુ સમય માંગતા સુપ્રીમ કોર્ટે ચુંટણીઓ પર લગાવેલો વચગાળાનો સ્ટે ૨૪ નવેમ્બર સુધી લંબાવી દીધો છે.જેના પગલે કોર્પોરેશનની ચુંટણીઓ મોડી યોજાય તેવી શકયતા છે આ કેસની વધુ સુનાવણી ૨૪ નવેમ્બરે યોજાશે ગુજરાતના નવા સીમાંકન બાદ વોર્ડ દીઠ ચાર કોર્પોરેટર રાખી ચુંટણી યોજવાના નિર્ણય સામે કોંગ્રેસના વડોદરાના મહામંત્રી નરેન્દ્ર રાવતે કાનુની લડત શરૂ કરી હતી…

Read More

માંસ પ્રતિબંધઃ ચુકાદાને બળજબરીપૂર્વક લાગુ કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ

માંસ પ્રતિબંધઃ ચુકાદાને  બળજબરીપૂર્વક લાગુ કરી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટ

જૈન પર્વ પર્યુષણ દરમિયાન માંસના વેચાણ પરથી પ્રતિબંધ દૂર કરવાના મુંબઈ હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ગુરુવારના દિવસે જસ્ટીસ ટીએસ ઠાકુર અને જસ્ટીસ કુર્રિયન જોસેફની બનેલી બેંચે કહ્યું છે કે, પ્રતિબંધ કોઈના ઉપર બળજબરીપૂર્વક લાગુ કરી શકાય નહીં. પ્રતિબંધ લાગુ કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રતિબંધનો વિરોધ કરી રહેલા લોકોના સંદર્ભમાં ઓથોરિટીનું વલણ હળવું હોવું જોઈએ. બેંચ જૈન સમુદાયના એક ધાર્મિક સંગઠન…

Read More

ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી પર સુપ્રીમનો સ્ટે

ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી પર સુપ્રીમનો સ્ટે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચુંટણી પ્રક્રિયા ઉપર અંતે સ્ટે મુકી દીધો છે. રાજુ સામંત અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર ઉપર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. અરજીદાર રાજુ સામંત વડોદરામાં વોર્ડ-૧ના વોટર તરીકે છે. તેેમને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. જસ્ટીસ જે ચેલેમેશ્વર અને અભય એમ સપરેની બનેલી બેંચે અરજીના આધાર ઉપર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. સાથે-સાથે બહુ સભ્યોની વોર્ડ ચુંટણી કોન્સેપ્ટને શા…

Read More

ઉપહાર અગ્નિકાંડઃ અંસલ બંધુને જેલમાંથી મુક્તિ

ઉપહાર અગ્નિકાંડઃ અંસલ બંધુને જેલમાંથી મુક્તિ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ઉપહાર અગ્નિકાંડ મામલામાં અંસલ બંધુઓને જેલમાં જવાની કોઈ જરૂર નથી. આ અગ્નિકાંડના બનાવમાં ૫૯ લોકોના મોત થઈ ગયા હતા. ૧૯૯૭માં ફિલ્મ ચાલી રહી હતી ત્યારે થિયેટરમાં આગ ફાટી નિકળી હતી. ગુંગળામણ અને આગના કારણે ૫૯ લોકોના મોત થઈ ગયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે અંસલ બંધુઓ ઉપર ૬૦ કરોડ રૂપિયાનો જંગી દંડ લાદ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, આ દંડની રકમ ત્રણ મહિનાની અંદર…

Read More

આધારકાર્ડને નાગરિકો માટે ફરજિયાત ન બનાવી શકાયઃ સર્વોચ્ચ અદાલત

આધારકાર્ડને નાગરિકો માટે ફરજિયાત  ન બનાવી શકાયઃ સર્વોચ્ચ અદાલત

આધાર કાર્ડને લઇને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડને નાગરિકો માટે ફરજિયાત બનાવી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે વધુમાં વ્યાપકપણે નિર્ણયને પ્રકાશિત કરવા કેન્દ્ર સરકારને સૂચના આપી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપતા કહ્યું હતું કે, આનો ઉપયોગ સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે કરી શકાય છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, આધારનો ઉપયોગ સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી ખાદ્યાન્ન યોજના, કેરોસીન વિતરણ અને…

Read More