મોદી સરકાર ગરીબોની નહીં પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

મોદી સરકાર ગરીબોની નહીં  પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની શૂટ બૂટ કી સરકાર ગણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂત અને ગરીબ વિરોધી છે. રાહુલે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં રામનગર ખાતે રેલીને સંબોધી હતી અને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ ખાતરી આપતા કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે ખાતરી આપીએ છીએ કે રોજગારીની તકો સર્જીશું. અમે સ્વચ્છ વચનો…

Read More

સોનિયા ગાંધીના ‘જમાઇ’ વાડ્રાનું નામ વીઆઇપી લિસ્ટમાંથી કટ

સોનિયા ગાંધીના ‘જમાઇ’ વાડ્રાનું  નામ વીઆઇપી લિસ્ટમાંથી કટ

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાનું નામ આખરે એવા ખાસ મહેમાનો અને વિશેષ લોકોની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે જે લોકોને વિમાની મથક ઉપર ચકાસણીથી દૂર રાખવામાં આવે છે. ટૂંકમાં આ લોકોની ચકાસણી વિમાની મથકે કરવામાં આવતી નથી. વીવીઆઈપી લોકોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યા બાદ હવે તેઓ કોઈપણ એસપીજી સુરક્ષાવાળી વ્યક્તિની સાથે યાત્રા કરવાની સ્થિતિમાં પણ વિમાની મથકે તેમની ચોક્કસપણે ચકાસણી કરવામાં આવશે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગેની વાત કરતા…

Read More

ભલાઇના કામમાં હવાલાબાજો વિઘ્નરૂપ બને છેઃ મોદી

ભલાઇના કામમાં હવાલાબાજો વિઘ્નરૂપ બને છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી પર તેજાબી પ્રહારો કરતા કહ્યુ હતુ કે સરકારની કામગીરીના કારણે હવાલાબાજોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. કોંગ્રેસના નેતાઓ ચિતાતુર બનેલા છે. આજે વિશ્વ હિન્દુ સંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે વાત કરતા મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક છોડી ન હતી. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી હજુ પણ ભુતકાળમાં કરેલી ભુલોથી બોધપાઠ લેવા માટે તૈયાર નથી. આ જ કારણસર તેની બેઠકો ૪૦૦થી ઘટીને હવે ૪૦ થઇ ગઇ છે….

Read More

ક્વાત્રોચીને ભગાડવામાં કોંગ્રેસની ભૂમિકા હતીઃ સુષ્મા

ક્વાત્રોચીને ભગાડવામાં કોંગ્રેસની ભૂમિકા હતીઃ સુષ્મા

લોકસભામાં આજે ઉગ્ર ગરમાગરમ ચર્ચા થઈ હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. લડાયક ભાજપ સરકારે પણ ગૃહમાં કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના રાજીનામાની માંગણીને ફગાવી દીધી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિરોધપક્ષો ઉપર આક્ષેપો મામલે સરકારનું નેતૃત્વ કર્યું હતું. આઈપીએલના પૂર્વ વડા લલિત મોદીની મદદ કરવાને લઈને તેમની સામે કરવામાં આવેલા તમામ આક્ષેપોને સુષ્મા સ્વરાજે ફગાવી દીધા હતા. વળતા પ્રહારો કરતાં સુષ્મા સ્વરાજે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે બોફોર્સ કાંડના…

Read More

મોદી વિરુદ્ધ કોંગ્રેસના આક્ષેપોઃ સંસદમાં મડાગાંઠ યથાવત

મોદી વિરુદ્ધ કોંગ્રેસના આક્ષેપોઃ  સંસદમાં મડાગાંઠ યથાવત

આક્ષેપબાજીનો દોર આજે પણ જારી રહ્યો હતો. વિપક્ષી સાંસદોએ નાણા મંત્રી જેટલી સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જીએસટી બિલની જોગવાઈ અંગે જેટલીએ નિવેદન કર્યું હતું. જેટલીએ કોંગ્રેસની ટિકા કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ દેશના આર્થિક વિકાસની ગતિ ઝડપી થાય તેમ ઇચ્છતી નથી. જો કે, વિરોધ પક્ષોએ ધાંધલ ધમાલ જારી રાખી હતી. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ નવા પરોક્ષ કરવેરા વ્યવસ્થા લાવશે જેમાં જુદા જુદા કેન્દ્રીય અને રાજ્યના કરોનો સમાવેશ થાય છે. આમા સેલટેક્સ, એક્સાઇઝ અને સર્વિસ…

Read More

સાંસદોની બરતરફીના વિરોધમાં કોંગ્રેસના સંસદ પરિસરમાં ધરણા

સાંસદોની બરતરફીના વિરોધમાં કોંગ્રેસના સંસદ પરિસરમાં ધરણા

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ આજે નરેન્દ્ર મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રાહુલે કહ્યં હતું કે, સંસદમાંથી અમને તમામને બહાર કરી દેવામાં આવશે તો પણ અમે અમારી માંગણીને લઇને ઝુંકીશું નહીં. ગૃહની કામગીરીને ખોરવી નાંખવા બદલ પાંચ દિવસ માટે અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા કોંગ્રેસના ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરી દીધાના એક દિવસ બાદ રાહુલે આક્રમક પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ તમામ સાંસદોને સસ્પેન્ડ કરવા મોદી સરકારને પડકાર ફેંક્યો હતો. મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક આ…

Read More