હરેન પંડ્યા હત્યા કેસના બે શખ્સો સાઉદીમાંથી ઝડપાયા

હરેન પંડ્યા હત્યા કેસના બે શખ્સો સાઉદીમાંથી ઝડપાયા

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની ઘાતકી હત્યા સાથે સંબંધિત કેસમાં બે આરોપીઓ મુફ્તિ સુફિયાન અને જૈનુલ આબિદ્દીનની સાઉદી અરેબિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. આની સાથે જ આ કેસને હવે ઝડપથી ઉકેલવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બન્નેની ધરપકડના અહેવાલને સમર્થન અપાયું છે. બન્ને શખ્સો ઉપર છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. બન્ને હવે ટૂંક સમયમાં જ ભારતને સોંપવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ બન્ને શખ્સો…

Read More

હજ હોનારતઃ વધુ ૧૦ ભારતીયનાં મોતની પુષ્ટિ સાથે આંક ૪૫ થયો

હજ હોનારતઃ વધુ ૧૦ ભારતીયનાં મોતની પુષ્ટિ સાથે આંક ૪૫ થયો

સાઉદી અરેબિયાના પવિત્ર મક્કા શહેરમાં શેતાનને પથ્થર મારવાની વિધી દરમિયાન સર્જાયેલી ભાગદોડની હોનારતમાં વધુ ૧૪ ભારતીય લોકોના મોતને સમર્થન મળ્યુ છે. આની સાથે જ છેલ્લા ૨૫ વર્ષની સૌથી મોટી હોનારતમાં ભારતીયોના મોતનો આંકડો વધીને હવે ૪૫ ઉપર પહોંચી ગયો છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આજે આ મુજબની માહિતી આપી હતી. માઇક્રો બ્લોગિંગ સાઇટ પણ તેમણે કહ્યુ હતુ કે કમનસીબરીતે વધુ ૧૪ ભારતીયોના મોતના અહેવાલ મળ્યા છે. આ ૧૪ લોકો પૈકી ચાર ગુજરાતના છે જ્યારે ઝારખંડ…

Read More

હજ યાત્રામાં ભારતીયોનો મૃતકાંક વધીને ૩૫ થયો

હજ યાત્રામાં ભારતીયોનો મૃતકાંક વધીને ૩૫ થયો

સાઉદી અરેબિયામાં મક્કા ખાતે હજ ભાગદોડની હોનારતમાં માર્યા ગયેલા ભારતીય હજ યાત્રીઓની સંખ્યા વધુ સાત હજ યાત્રીના મોત સાથે વધીને આજે ૨૯ ઉપર પહોંચી ગઇ હતી.જિદાહમાં ઇન્ડિયન મિશન દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. જિદ્દાહમાં હજ મિશન દ્વારા વધુ સાત ભારતીયોના મોતને સમર્થન આપીને તેમની યાદી જાહેર કરી છે. જેમાં કેરળના પાંચ, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના એક એક હજ યાત્રીનો સમાવેશ થાય છે. શનિવારના દિવસે સરકારે વધુ આઠ લોકોના મોતની જાહેરાત કરી હતી. દરમિયાન…

Read More

૭૧૭ હાજીઓનાં મોત

૭૧૭ હાજીઓનાં મોત

સાઉદી અરેબિયામાં છેલ્લા એક દશકમાં વાર્ષિક હજ દરમિયાન સર્જાયેલી હોનારત પૈકીની સૌથી મોટી હોનારતમાં આજે મક્કા શહેર નજીક મીનામાં હજયાત્રા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં ઓછામાં ઓછા ૭૫૦ લોકોના મોત થઈ ગયા છે. મોતનો આંકડો હજુ પણ ખૂબ ઉપર જઈ શકે છે. ઘાયલોની સંખ્યા ૫૦૦થી પણ વધુ જણાવવામાં આવી છે. આ વર્ષે હજયાત્રા પર ૧.૫ લાખ ભારતીયો સહિત વિશ્વના જુદા-જુદા ભાગોમાંથી ૨૦ લાખથી પણ વધુ યાત્રિઓ પહોંચ્યા છે. જિદાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ…

Read More

યમનમાં ૭૦થી વધુ ગુજરાતીઓ ફસાયા

યમનમાં ૭૦થી વધુ ગુજરાતીઓ ફસાયા

ભારતે આજે કહ્યું હતું કે, કટોકટીગ્રસ્ત યમનમાં ૭૦થી વધુ ગુજરાતી ખલાસીઓ અટવાઈ પડ્યા છે. તેમને સુરક્ષિતરીતે ખસેડવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ખલાસી ગ્રુપ દ્વારા દાવો કરાયો છે કે, ગુજરાતમાંથી ૭૦ ખલાસીઓ યુદ્ધગ્રસ્ત યમનમાં અટવાયા છે. ભારતીયોને બચાવી લેવા માટે કયા પગલા લેવામાં આવી રહ્યા છે તે અંગે પુછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું છે કે, યમનમાં અમારા મિશનને પરિસ્થિતિ અંગે માહિતી છે. ભારતીયોને ખસેડવાના પગલા લેવામાં આવી રહ્યા…

Read More

મક્કા દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૧૦ને પાર થયો

મક્કા દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૧૦ને પાર થયો

સાઉદી અરબના પવિત્ર શહેર મક્કાની મુખ્ય મસ્જિદ પર વિશાળ ક્રેન પડી જતા મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે વધીને ૧૧૦ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૪૦ જેટલી આંકવામાં આવી છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, નવેસરના અપડેટ મુજબ આ કમનસીબ બનાવમાં બે ભારતીયોના મોત થયા છે. બન્ને કેરળના હોવાનું જાણવા મળ્યું છે. ૩૩ વર્ષીય પાલાકાડની મહિલાનું મોત થયું છે. તેના પતિ મોહમ્મદ ઇસ્માઈલ…

Read More

રેપ કેસઃ સાઉદી દૂતાવાસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન

રેપ કેસઃ સાઉદી દૂતાવાસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન

બે નેપાળી મહિલાઓ ઉપર વારંવાર બળાત્કાર ગુજારવાના આક્ષેપોના મામલામાં તપાસમાં સહકાર કરવા સાઉદી અરેબિયાના રાજદૂતને અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં ભારે હોબાળો થયા બાદ આજે સાઉદી અરેબિયાના રાજદૂતને બોલાવવામાં આવ્યા હતા. તેના રાજદૂતો પૈકીના એકે બે નેપાળી મહિલાઓ ઉપર વારંવાર બળાત્કારની ફરીયાદ ઉઠી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ મહિલાઓની વય ૩૦ અને ૫૦ વર્ષની આંકવામાં આવી છે. પોલીસ સમક્ષ કરવામાં આવેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ રાજદ્વારીએ તેમને માર…

Read More