મોદીના રાજમાં ખેડૂતોની આત્મહત્યા વધીઃ રાહુલ

મોદીના રાજમાં ખેડૂતોની આત્મહત્યા વધીઃ રાહુલ

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ આજે મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે પક્ષની સ્થિતિને પહેલાથી જ મજબુત કરવાની કવાયત કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પક્ષની વ્યુહરચનાની ચકાસણી કરવા મથુરા પહોંચેલા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, મોદી પોતાને નુકશાન કરી રહ્યા છે અને એક દિવસે તેમને પોતાને ભારે નુકશાન થશે. વર્ષ…

Read More

મોદીએ મન કી બાતમાં મોંઘવારી અને ડેંગ્યૂ સહિતના મુદ્દા ઉઠાવ્યા

મોદીએ મન કી બાતમાં મોંઘવારી અને ડેંગ્યૂ સહિતના મુદ્દા ઉઠાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર મન કી બાત કાર્યક્રમ મારફતે લોકો સાથે વાતચીત કરી હતી અને જુદા જુદા વિષય ઉપર પોતાની રજૂઆત કરી હતી. વડાપ્રધાને રેડિયો મારફતે દેશના લોકોને સંબોધન કરતા ઘણા મુદ્દા ઉપર વાત કરી હતી. મોદીએ દેશના લોકોને રાહતના દરે ખાદીની ખરીદી કરવા, દિવાળીના પ્રસંગ ઉપર માટીના દિવડાનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ બે પગલાથી દેશને ફાયદો થશે. એક બાજુ માટીના દિવડાનો ઉપયોગ કરવાથી ગરીબ અને…

Read More

મોદીનો પ્રોજેક્ટ મેક ઇન નહીં, ટેક ઇન ઇન્ડિયાઃ રાહુલ ગાંધી

મોદીનો પ્રોજેક્ટ મેક ઇન નહીં, ટેક ઇન ઇન્ડિયાઃ રાહુલ ગાંધી

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન પર આયોજિત કોંગ્રેસની કિસાન સન્માન રેલીમાં કોંગ્રેસી નેતાઓએ મોદી સરકાર ઉપર એક પછી એક આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હકીકતમાં મજુરો માટે નથી. રાહુલે કહ્યું હતું કે, આ મેક ઇન ઇન્ડિયા નહીં બલ્કે ટેક ઇન ઇન્ડિયા છે. ગુજરાતમાં મજુરો માટે કોઇપણ પ્રકારના કાયદા…

Read More

કેન્સરની અનેક દવાની કિંમતમાં ઘટાડો કરવાની કેન્દ્રની તૈયારી

કેન્સરની અનેક દવાની કિંમતમાં ઘટાડો કરવાની કેન્દ્રની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે જીવલેણ કેન્સરની કેટલીક વધુ દવાની કિંમતમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. આ દિશામાં ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવી શકે છે. કેન્સરની દવાની કિંમતમાં ઘટાડો કરવાની સાથે સાથે સ્ટેન્ટ્‌સની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવનાર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા હાલમાં વિવિધ પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સીધી રીતે સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કંપનીના માર્જિન પર કોઇ અસર ન થાય તે…

Read More

મોદી સરકાર ગરીબોની નહીં પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

મોદી સરકાર ગરીબોની નહીં  પણ સૂટબૂટની સરકારઃ રાહુલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની શૂટ બૂટ કી સરકાર ગણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર ખેડૂત અને ગરીબ વિરોધી છે. રાહુલે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં રામનગર ખાતે રેલીને સંબોધી હતી અને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ ખાતરી આપતા કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે ખાતરી આપીએ છીએ કે રોજગારીની તકો સર્જીશું. અમે સ્વચ્છ વચનો…

Read More

મને કંઇપણ કહો પણ બાળકોને ભણાવોઃ મોદી

મને કંઇપણ કહો પણ બાળકોને ભણાવોઃ મોદી

સતત બે વાર પ્રવાસ સ્થગિત કર્યા બાદ આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા.મોદીએ કાશી પહોંચતા જ સૌથી પહેલા જનધન યોજનાના કાર્ડ વિતરણ અને ઇરિક્ષા અને સાયકલ રિકક્ષા વાળાઓને લીલીઝંડી બતાવી રવાના કર્યા હતાં. આ પ્રસંગે પર તેમણે સામાન્ય જનતાથી અપીલ કરી કે તમે મને કાંઇ પણ કહી લો પરંતુ પોતાના બાળકોને ભણાવવા માટે જરૂર મોકલો.વડાપ્રધાને વિરોધ પક્ષો પર નિશાન સાધતાં એ પણ કહ્યું કે ૫૦ વર્ષોમાં તે ગરીબના બેંક ખાતા ખોલી…

Read More

મોદી સાથે શરીફની કોઇ શરતી મંત્રણા નહીંઃ સરતાજ

મોદી સાથે શરીફની કોઇ  શરતી મંત્રણા નહીંઃ સરતાજ

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચા જગાવનાર સરતાજ અજીજે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાગરૂપે ન્યુયોર્કમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈપણ શરતી રીતે વાતચીત પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ કરશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીર સહિત તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ઈચ્છુક છે. જેમ ભારત માત્ર આતંકવાદના મુદ્દા ઉપર ચર્ચા કરવા માંગે છે, તેવી જ રીતે પાકિસ્તાન કાશ્મીર સહિત તમામ મુદ્દા પર ચર્ચા કરવા ઈચ્છુક છે. વાર્ષિક…

Read More

મોદીના ‘મનની વાત’ અટકાવાશે નહીંઃ ચૂંટણી પંચ

મોદીના ‘મનની વાત’ અટકાવાશે નહીંઃ ચૂંટણી પંચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રમાં એનડીએ સરકારને મોટી રાહત મળે તેવા એક ઘટનાક્રમમાં ચુંટણી પંચે વડાપ્રધાન મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવાનો આજે ઈન્કાર કર્યો હતો. એવા અહેવાલ આવી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટી આ પ્રકારની માંગણી કરીને ચુંટણી પંચ સમક્ષ રજુઆત કરી શકે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બિહાર વિધાનસભાની ચુંટણીને લઈને આચારસંહિતા અમલમાં હોવાથી મન કી બાત કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. બીજીબાજુ ચુંટણી પંચના…

Read More

બિહારમાં સીએમ પદે ફરી નીતિશની તાજપોશી થશેઃ ઓપિનિયન પોલ

બિહારમાં સીએમ પદે ફરી નીતિશની  તાજપોશી થશેઃ ઓપિનિયન પોલ

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ઓપિનિયન પોલના તારણ જારી કરવામાં આવ્યા છે. જે મુજબ મુખ્યપ્રધાન નિતીશ કુમાર ફરી મુખ્યપ્રધાન બની શકે છે. ઇન્ડિયા ટીવી દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ અને નિતીશ કુમાર ગઠબંધન વચ્ચે ખુબ જોરદાર સ્પર્ધા રહી શકે છે. ઇન્ડિયા ટીવી-સી વોટર દ્વારા કરવામાં આવેલા પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે નિતીશ અને લાલુ યાદવના ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૬-૧૩૨ સીટ મળી શકે છે….

Read More

ભલાઇના કામમાં હવાલાબાજો વિઘ્નરૂપ બને છેઃ મોદી

ભલાઇના કામમાં હવાલાબાજો વિઘ્નરૂપ બને છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી પર તેજાબી પ્રહારો કરતા કહ્યુ હતુ કે સરકારની કામગીરીના કારણે હવાલાબાજોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. કોંગ્રેસના નેતાઓ ચિતાતુર બનેલા છે. આજે વિશ્વ હિન્દુ સંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે વાત કરતા મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક છોડી ન હતી. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી હજુ પણ ભુતકાળમાં કરેલી ભુલોથી બોધપાઠ લેવા માટે તૈયાર નથી. આ જ કારણસર તેની બેઠકો ૪૦૦થી ઘટીને હવે ૪૦ થઇ ગઇ છે….

Read More
1 2 3 4 5 6