ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમુદ કસુરીએ દાવો કર્યો છે કે મુંબઇ હુમલા બાદ ભારત પોતાના પડોસી દેશ પાકિસ્તાન હવાઇ હુમલો કરાવનાર હતું.તેમણે કહ્યું કે તેમણે આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચુકેલ જોન મેક્કેનના નેતૃત્વવાળા એક અમેરિકી પ્રતિનિધિમંડળને બતાવી હતી. કસુરીના જણાવ્યા અનુસાર મૈકકેને આશંકા વ્યકત કરી હતી કે ભારત લાહૌરની નજીક મુર્દિકેમાં જમાત ઉદ દાવા અને લશ્કર એ તોઇબાના મુખ્ય મથકો પર સર્જિકલ હવાઇ હુમલા કરી શકે છે. એક ટીવી ચેનલ ટુ…

Read More

અજમેર શરીફની દરગાહમાં બોમ્બની અફવાઃ અફડાતફડી

અજમેર શરીફની દરગાહમાં  બોમ્બની અફવાઃ અફડાતફડી

રાજસ્થાનના અજમેર ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહ ખાતે આજે સવારે બોમ્બની અફવા ફેલાઇ ગયા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. અફવા ફેલાતાની સાથે જ સમગ્ર દરગાહમાં રહેલા લોકોને બહાર કાઢીને ઉંડી ચકાસણી કરવામાં આવી હતી. જેના કારણે થોડાક સમય માટે ઉત્તેજના પણ ફેલાઇ ગઇ હતી. જો કે ઉંડી તપાસ બાદ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જેથી તંત્રે રાહત અનુભવી હતી. અફવા ફેલાયા બાદ અજમેર ગરીબ નવાઝની ૧૨મી સદીની દરગાહમાંથી તમામ ગેટ…

Read More

LOC પર પાક. દ્વારા રાતભર ગોળીબારLOC પર પાક. દ્વારા  રાતભર ગોળીબાર

અનેક પ્રકારની ગંભીર ચતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે પણ પાકિસ્તાને જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ની ચોકીને ટાર્ગેટ બનાવીને ભીષણ ગોળીબાર કર્યો હતો. જો કે આમાં કોઇ નુકસાન થયુ નથી. પાકિસ્તાને આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના ટ્યુબવેલ ૫ સરહદી ચોકી પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ…

Read More

આતંકવાદના મામલે યુએઇ ભારતની સાથેઃ પાકિસ્તાનને ફટકો

આતંકવાદના મામલે યુએઇ ભારતની સાથેઃ પાકિસ્તાનને ફટકો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની યાત્રા ઐતિહાસિક સાબિત થઈ છે. પશ્ચિમ એશિયાની વ્યુહરચનામાં ભારતે મોટી હરણફાળ ભરી છે. કારણકે, યુએઈ દ્વારા પાકિસ્તાન સાથે તેના પરંપરાગત સંબંધોથી પીછેહઠ કરવામાં આવી છે અને ભારત સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. અબુધાબીની તેમની પ્રથમ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ આતંકવાદ સામે સહકાર કરવા સહમત થયા હતા. આ ઉપરાંત એકબીજાની મદદ કરવા માટે તૈયાર થયા હતા. અતિમહત્વપૂર્ણ બેઠક બાદ સંયુક્ત નિવેદન પણ જારી કરાયું…

Read More

અંકુશરેખા પર પાક.નો ગોળીબાર યથાવત

અંકુશરેખા પર પાક.નો ગોળીબાર યથાવત

પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર જારી રાખ્યો છે. આજે રાજ્યના પુંચ અને રાજોરી જિલ્લામાં ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ ૧૨૦ એમએમ મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. આજે વહેલી પરોઢે પણ ગોળીબાર કરાયો હતો. કલાકો સુધી ગોળીબાર કરાયો હતો. રાજૌરી જિલ્લામાં અંકુશ રેખાના બાલાકોટે સેક્ટરમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પુંચ અને રાજોરી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યોહતો. જેથી કલાકો સુધી ગોળીબારની રમઝટ…

Read More

પાક.નો ઇનકાર પરંતુ નાવેદે ફૈસલાબાદનો હોવાનું કબૂલી લીધું

પાક.નો ઇનકાર પરંતુ નાવેદે ફૈસલાબાદનો હોવાનું કબૂલી લીધું

ઉધમપુરમાં થોડાક દિવસ પહેલા જ બીએસએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ જીવિત ઝડપાઈ ગયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદ યાકુબ દરરોજ પોતાના નિવેદનો બદલી રહ્યો છે. કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. સુરક્ષા સંસ્થાઓ પુછપરછ દરમિયાન નાવેદે કેટલાક મહત્વના રાજ પરથી પર્દાફાશ કર્યો છે જેનાથી સાબિત થાય છે કે, હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦ વર્ષીય ત્રાસવાદી નાવેદનું કહેવું છે કે, તે પાકિસ્તાનમાં ફૈંસલાબાદનો નિવાસી છે. આ શખ્સે પોતાના સાથીની ઓળખ નૌમાન…

Read More