એલઓસી પર ચાર આતંકી ઠાર મરાયા

એલઓસી પર ચાર  આતંકી ઠાર મરાયા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ત્રાસવાદીઓના ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. શ્રીનગર સ્થિત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ એનએન જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, મોડી રાત બાદ થયેલી અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા ઉપર ફરજ બજાવતા સૈનિકોએ આતંકવાદીઓના સંદેશા પકડી…

Read More

ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી પાક.નો ફરી ગોળીબાર

ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી પાક.નો ફરી ગોળીબાર

જમ્મુ પ્રદેશના રાઝોરી અને પૂંછ જિલ્લામાં અંકુશ રેખા ઉપર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની સેનાએ આજે ફરી એકવાર ગોળીબાર કર્યો હતો. ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ મનીષ મહેતાએ માહિતી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ નાના હથિયારો અને મશીનગનનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પુંછ અને બાલાકોટ સેક્ટરમાં ભારતીય અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને કરાયેલા ગોળીબારના કારણે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આ ગોળીબારમાં કોઈ ખુંવારી થઈ નહતી. તાજેતરના…

Read More

ઘુસણખોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો

ઘુસણખોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ઘુસણખોરીના પ્રયાસો એકંદરે વધી રહ્યા છે. જો કે, ભારતીય સેના સરહદ ઉપર ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે. ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરીના વધુ એક પ્રયાસને આજે સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો. આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિગત આપતા કહ્યું છે કે, સેનાએ કુંપવારામાં નવગામ સેક્ટરમાં તુતમાર ગલીમાં આતંકવાદીઓની હિલચાલને નિહાળી હતી. ત્યારબાદ આ આતંકવાદીઓને શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યું છે. અંકુશરેખામાં ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીના પ્રયાસો…

Read More

પાક.નું નાપાક કૃત્યઃ અલગાવવાદી નેતાને આમંત્રણ

પાક.નું નાપાક કૃત્યઃ અલગાવવાદી નેતાને આમંત્રણ

ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત યોજાય તે પહેલાં જ પાકિસ્તાને ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. ભારત તરફથી ભૂતકાળમાં કરવામાં આવેલા વિરોધને નજર અંદાજ કરીને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશને તેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાઝ અજીજને મળવા કાશ્મીરી અલગતાવાદી નેતાઓને આમંત્રણ આપ્યું છે. ૨૩મી ઓગસ્ટના દિવસે એનએસએસ્તરની વાતચીત યોજાનાર છે. આ પહેલા જ વાતચીત ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. મળેલી માહિતી મુજબ, પાકિસ્તાની હાઈ કમિશને કાશ્મીરી અલગતાવાદીઓને સરતાઝ અજીજ…

Read More

વિમાનોનું અપહરણ કરવા બોમ્બરોને તોઇબાનો આદેશ

વિમાનોનું અપહરણ કરવા બોમ્બરોને તોઇબાનો આદેશ

પંજાબના દિનાનગર અને ઉધમપુરમાં ભીષણ આતંકવાદી હુમલો કર્યા બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ હવે જમ્મુ-કાશ્મીરમાં વિમાનોનું અપહરણ કરવાની યોજના તૈયાર કરી લીધી છે. જેના ભાગરૂપે ૨૦થી વધુ આતંકવાદીઓને છોડાવી લેવાની યોજના રહેલી છે. આજે અહેવાલમાં આ મુજબનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો. પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે, જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં તમામ મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. લશ્કર-એ-તોયબાના સંદર્ભમાં નવેસરના ઈન્ટેલીજન્સ અહેવાલ મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબુત…

Read More

નાવેદને મદદ કરનાર અન્ય ચાર શખ્સોની ધરપકડ

નાવેદને મદદ કરનાર અન્ય ચાર શખ્સોની ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પાકિસ્તાની ત્રાસવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન ખાન ઉર્ફે કાસિમના ચાર સાગરિતોની ધરપકડ કરી લીધી છે. નાવેદને પાંચમી ઓગસ્ટના દિવસે ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ પકડી પાડવામાં આવ્યો હતો. જીવતા ઝડપાઇ ગયેલા આ આતંકવાદીની આકરી પુછપરછ હાલમાં ચાલી રહી છે. એનઆઈએ દ્વારા નાવેદને જમ્મુ પ્રદેશથી કાશ્મીર ખીણમાં લાવ્યા બાદથી આ ધરપકડ કરવામાં આવી છે. ઉધમપુર પહોંચવા માટે તેને મદદ કરનાર તમામ શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની…

Read More

પાક.નો ઇનકાર પરંતુ નાવેદે ફૈસલાબાદનો હોવાનું કબૂલી લીધું

પાક.નો ઇનકાર પરંતુ નાવેદે ફૈસલાબાદનો હોવાનું કબૂલી લીધું

ઉધમપુરમાં થોડાક દિવસ પહેલા જ બીએસએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ જીવિત ઝડપાઈ ગયેલા પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદ યાકુબ દરરોજ પોતાના નિવેદનો બદલી રહ્યો છે. કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. સુરક્ષા સંસ્થાઓ પુછપરછ દરમિયાન નાવેદે કેટલાક મહત્વના રાજ પરથી પર્દાફાશ કર્યો છે જેનાથી સાબિત થાય છે કે, હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦ વર્ષીય ત્રાસવાદી નાવેદનું કહેવું છે કે, તે પાકિસ્તાનમાં ફૈંસલાબાદનો નિવાસી છે. આ શખ્સે પોતાના સાથીની ઓળખ નૌમાન…

Read More

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ખીણના બદલે જમ્મુમાં હુમલાઓ કરવા આતંકીઓની રણનીતિ

ત્રાસવાદીઓએ હવે કાશ્મીર ખીણના બદલે જમ્મુમાં પોતાની ગતિવિધીઓ વધારી દીધી હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. એમ માનવામાં આવે છે કે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં હિન્દુ દક્ષિણપંથી પાર્ટીઓની વધી રહેલી સક્રિયતાના કારણે ત્રાસવાદીઓમાં હવે ફફડાટ ફેલાઇ ગયો છે. આવી સ્થિતીનો સામનો કરવા માટે ત્રાસવાદીોએ હવે નિતી બદલી છે. જેના ભાગરૂપે કાશ્મીર ખીણમાં ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે જમ્મુમાં તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા પણ આ મુજબની વાત કરવામાં આવી છે. જમ્મુ શહેરથી ૬૦ કિલોમીટરના અંતરે…

Read More

કસાબ-૨ઃ વધુ એક પાક. આતંકી જીવતો પકડાયો

કસાબ-૨ઃ વધુ એક પાક. આતંકી જીવતો પકડાયો

જમ્મુ કાશ્મીરમાં બીએસએફના કાફલા ઉપર હુમલો કરનાર ત્રણ ત્રાસવાદીઓ પૈકી એકને જીવિત પકડી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે જ્યારે બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્રીજા ત્રાસવાદીને પકડી લેવામાં સફળતા હાથ લાગી છે. ત્રીજા ત્રાસવાદીને એજ લોકોએ પકડી લીધો હતો જે લોકોને ત્રાસવાદીઓએ બાનમાં પકડી રાખ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીનું નામ કાસિમ ખાન તરીકે હોવાનું જાણવા મળ્યું છે જે પાકિસ્તાનના ફૈઝલાબાદનો નિવાસી છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ અજમલ કસાબને જીવિત…

Read More