રાજ્યના ૧૯ જિલ્લામાં નવી શિક્ષણ નીતિ અંગેનો ગોઠવાતો તખ્તો

રાજ્યના ૧૯ જિલ્લામાં નવી શિક્ષણ  નીતિ અંગેનો ગોઠવાતો તખ્તો

રાષ્ટ્રીય કક્ષાએ દેશની હાલની શિક્ષણનિતીમાં આમૂલ પરિવર્તન સાથે આગામી દિવસોમાં દેશની સર્વગ્રાહી નવી શિક્ષણનિતી તૈયાર કરવા દેશના તમામ રાજયોમાં ચાલી રહેલા વિચારવિમર્શ અંતર્ગત શિક્ષણવિદો, યુનિવર્સિટીના કુલપતિઓ, આચાર્યઓ, શિક્ષકો, સામાન્ય નાગરિકો વગેરે સાથે જિલ્લા-તાલુકા તથા ગ્રામ કક્ષાએ પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન ગ્રામ,તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક બેઠકોનો દોર શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ ચુક્યા છે. આ પ્રક્રિયાને આગળ ધપાવી તેની ફલશ્રુતી રૂપે ચર્ચા કરવા આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ…

Read More

ગુજરાતના આતંકવાદ વિરોધી કાનૂનને કેન્દ્ર સરકારની લીલીઝંડી

ગુજરાતના આતંકવાદ વિરોધી  કાનૂનને કેન્દ્ર સરકારની લીલીઝંડી

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે અંતે વિવાદાસ્પદ ગુજરાત એન્ટી ટેરર લોને લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ ગુજરાત દ્વારા પસાર કરવામાં આવેલા ત્રાસવાદ વિરોધી ખરડાને ઘડી કાઢવા માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. અગાઉની સરકારે વિવાદાસ્પદ ગુજરાત એન્ટી ટેરર લોને ત્રણ વખત ફગાવી દઇને ગુજરાત સરકારની મુશ્કેલી વધારી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેડ ક્રાઇમ બિલ ૨૦૧૫ને લીલીઝંડી આપી દીધી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર…

Read More

અનામતની જરૂર કોને? ક્યાં સુધી?ઃ ભાગવત

અનામતની જરૂર કોને? ક્યાં સુધી?ઃ ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે અનામત જેવા અતિસંવેદનશીલ મુદ્દા પર ચર્ચા છેડી છે. અનામત પર રાજનીતિ અને તેના દુરૂપયોગનો આરોપ લગાવતા સંઘે સુચન કર્યું છે કે એક સમિતિ બને જે નક્કી કરે કે કેટલા લોકોને અને કેટલા દિવસ સુધી અનામતની આવશ્યકતા હોવી જોઇએ. તેમણે કહ્યું કે આવી સમિતિમાં રાજનીતિકોથી વધુ સેવાભાવિઓનું મહત્વ હોવું જોઇએ. ગુજરાતમા ંપાટીદાર અને રાજસ્થાનમાં ગુર્જર સહિત અનેક ક્ષેત્રોમાં અનેક જાતિઓને અનામત આપવાની વધતી માંગોની પૃષ્ઠભૂમિમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પોતાના સંગઠનના મુખપત્રો…

Read More

ગુજરાતની બોટ પર પાક.નું ફાયરિંગઃ એકનું મોત

ગુજરાતની બોટ પર પાક.નું ફાયરિંગઃ એકનું મોત

પાકિસ્તાન દ્વારા વધુ એક ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતના દ્વારકાના દરિયાકાંઠે બે ભારતીય બોટ ઉપર પાકિસ્તાની નૌકા દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ એક ભારતીય માછીમારનું મોત થયું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની નૌકા સેનાના જવાનોએ પ્રેમરાજ અને રામરાજ નામની ભારતીય બોટ ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં પાંચથી છ ભારતીય માછીમારો હતો. આ બોટ ૮મી સપ્ટેમ્બરના દિવસે ઓખાથી દરિયામાં હતી. મૃતક ભારતીય માછીમારની ઓળખ કરી લેવામાં આવી છે. તે ભટ્ટી ઈકબાલ અબ્દુલ તરીકે…

Read More

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં અનામતને લઈને પટેલ સમુદાય દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલન દરમિયાન ગઈકાલે ગુજરાતના મહેસાણા, સુરત, બનાસકાંઠા, ગાંધીનગરમાં વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ આજે સંપૂર્ણપણે શાંતિ રહી હતી. કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બન્યો હતો. સંપૂર્ણપણે શાંતિ રહેતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા જે વિસ્તારમાં સેના તૈનાત કરવામાં આવી છે તે વિસ્તારમાં સેના દ્વારા ફ્લેગ માર્ચ કરીને લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો. બીજીબાજુ ગુજરાતમાં અનામત આંદોલનને લઈને…

Read More

અમદાવાદ-સુરત સહિતના અશાંત ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ-સુરત સહિતના અશાંત  ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ અને સુરતમાં પોલીસ તથા અર્થલશ્કરી દળો ગોઠવાયા છતાં પણ કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આજે સવારે પણ લોકોના ટળે ટોળા ઉતરી પડતા ફરી પરિસ્થિતિ ગંભીરરીતે ડહોળતા છેવટે રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય અશાંત વિસ્તારોમાં તાબડતોડ આર્મીને હવાલે કરવામાં આવ્યા હતા જ્યારે સુરતમાં પણ લશ્કર ડિપ્લોય કરાયું હોવાું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે રાજકોટમાં પણ લશ્કરની એક ટુકડી રવાના કરવામાં આવી હતી. અમદાવાદમાં સાંજે લશ્કરે ફ્લેગમાર્ચ યોજી સ્થિતિને કાબૂમાં લેવાના લોખંડી પ્રયાસો શરૂ કર્યા હતા. રાજ્યમાં આર્મીની પાંચ ટુકડીઓ ફાળવવામાં…

Read More

ક્રાંતિ રેલીના કેન્દ્ર અમદાવાદમાં હિંસામાં ચારનાં મોત

ક્રાંતિ રેલીના કેન્દ્ર અમદાવાદમાં હિંસામાં ચારનાં મોત

ઓબીસી ક્વોટાને લઇને પાટીદાર સમુદાયનું આંદોલન હવે હિંસામાં ફેરવાઈ ચુક્યું છે. સતત બીજા દિવસે અમદાવાદમાં વ્યાપક હિંસાનો દોર જારી રહ્યો હતો. કેટલાક નવા વિસ્તારો પણ હિંસાના સકંજામાં આવી ગયા હતા. વિવિધ વિસ્તારોમાં હિંસાનો દોર જારી રહેતા અમદાવાદ શહેરમાં નવ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના જે વિસ્તારોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો તેમાં રામોલ, નિકોલ, બાપુનગર, નારણપુરા, નરોડા, ઘાટલોડિયા, કૃષ્ણનગર, વાડજ અને ઓઢવનો સમાવેશ થાય…

Read More

અનામતની આગમાં ભડકે બળેલા ગુજરાતમાં ૮નાં મોત

અનામતની આગમાં ભડકે બળેલા ગુજરાતમાં ૮નાં મોત

ગુજરાતમાં અનામતની માંગણીની આગ હવે રાજ્યના અનેક ભાગમાં ફેલાઈ ગઈ છે. મંગળવારે મોડીરાત્રે શરૂ થયેલી હિંસાનો દોર આજે બુધવારે પણ જારી રહ્યો હતો. અનામત સંબંધિત હિંસામાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં આઠ લોકોના મોત થયા છે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ બેકાબૂ રહી હતી. રાજ્યના જે મોટા શહેરોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી છે તેમાં સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર, પાટણના શહેરો, ગાંધીનગરના કલોલ, બનાસકાંઠાના પાલનપુરમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. તમામ…

Read More