લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

સીબીઆઈએ આજે વિજય માલ્યાની નિષ્ક્રિય બનેલી કિંગફિશર એરલાઇન્સ ઉપર પણ દરોડા પાડ્યા હતા. લોન છેતરપિંડી કૌભાંડના મામલામાં આ તપાસ કરવામાં આવી હતી. આઈડીબીઆઈ બેંકની ૯૫૦ કરોડ રૂપિયાની લોનના મામલામાં ચાલી રહેલી તપાસ સંદર્ભે દરોડા પડાયા હતા. શરાબના બિઝનેસ સાથે જોડાયેલા વિજય માલ્યા અને તેમની નિષ્ક્રિય કંપની કિંગફિશર એરલાઇન્સ ઉપર દરોડાથી સનસનાટી મચી ગઈ હતી. એરલાઇન નેગેટિવ ક્રેડિટ રેટિંગ હોવા છતાં બેંક દ્વારા કંપનીને ૯૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,…

Read More

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે બીઓબીની શાખા ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે  બીઓબીની શાખા  ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડના ભાગરુપે એક મોટા સંયુક્ત ઓપરેશન હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ (એસએફઆઈઓ)ના અધિકારીઓએ દિલ્હીમાં બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાં આજે વ્યાપક દરોડા પાડતા બેંકિંગ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ૬૧૦૦ કરોડ રૂપિયાના કાળા નાણા સાથેના સંબધમાં બેંક ઓફ બરોડાની શાખાઓમાં તપાસ કરવામાં આવી સીબીઆઈ, ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા આજે બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખા ઉપર વ્યાપક દરોડાથી ખળભળાટ મચી ગયો હતો….

Read More

કોલસા કૌભાંડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સીબીઆઇની ક્લીનચીટ

કોલસા કૌભાંડમાં પૂર્વ  વડાપ્રધાન મનમોહનસિંહને  સીબીઆઇની ક્લીનચીટ

સીબીઆઈએ સમગ્ર દેશને હચમચાવી મુકનાર કોલસા કૌભાંડ કેસમાં વધારાના આરોપી તરીકે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય બે સામે સમન્સ જારી કરવાની માંગ કરતી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કૌડાની અરજી ઉપર ખાસ અદાલતમાં જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ અરજીમાં કોઈપણ આધાર નથી. મનમોહનસિંહ સામે કોઈપણ પુરાવા મળી રહ્યા નથી. સીબીઆઈ દ્વારા આ મુજબની કોર્ટમાં રજુઆત કરવામાં આવ્યા બાદ પૂર્વ વડાપ્રધાનને રાહત થઈ છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર આરએસ ચીમાએ કોર્ટમાં કહ્યું હતું કે,…

Read More

વીરભદ્રસિંહના નિવાસસ્થાને વાંધાજનક દસ્તાવેજો મળ્યા

વીરભદ્રસિંહના નિવાસસ્થાને  વાંધાજનક દસ્તાવેજો મળ્યા

સીબીઆઈએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ સામે કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા હોવાના અહેવાલ મળ્યા છે. વ્યાપક દરોડાની કાર્યવાહી ગઇકાલે હાથ ધરવામાં આવ્યા બાદથી કોંગ્રેસની છાવણીમાં ખળભળાટ મચેલો છે. વીરભદ્રસિંહ એવા પ્રથમ મુખ્યમંત્રી છે જે સત્તામાં છે ત્યારે પણ તેમના આવાસ પર દરોડા પડ્યા છે. આરજેડીના વડા લાલૂ યાદવના કેસમાં પણ આવું બની ચુક્યું છે. તે વખતે સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી. વીરભદ્રના આવાસ ઉપર વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે તેવો દાવો કરાઈ રહ્યો છે….

Read More

ચર્ચાસ્પદ શીના બોરા હત્યા કેસની તપાસ CBI કરશે

ચર્ચાસ્પદ શીના  બોરા હત્યા કેસની  તપાસ CBI કરશે

ચર્ચાસ્પદ શીના બોરા હત્યા કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો આવ્યા બાદ પણ ખરેખરમાં સ્વરૂપવાન શીના બોરાની હત્યા કઇ રીતે અને ક્યાં કારણોસર કરવામાં આવી ? તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. આ પ્રકરણને લઇ અગાઉ કમિશનરની બદલી કરાયા બાદ પણ તપાસમાં કોઇ નક્કર પરિણામ પ્રાપ્ત ન થતાં અંતે મહારાષ્ટ્ર સરકારે આ ચર્ચાસ્પદ અને હાઇ પ્રોફાઇલ કેસની તપાસ સીબીઆઇને સોંપી છે ત્યારે સીબીઆઇ પાસે આરુષિ હત્યા કેસને ટક્કર મારે તેવો વધુ એક હાઇ પ્રોફાઇલ અને અસમંજસથી…

Read More

ઉપહાર અગ્નિકાંડઃ અંસલ બંધુને જેલમાંથી મુક્તિ

ઉપહાર અગ્નિકાંડઃ અંસલ બંધુને જેલમાંથી મુક્તિ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ઉપહાર અગ્નિકાંડ મામલામાં અંસલ બંધુઓને જેલમાં જવાની કોઈ જરૂર નથી. આ અગ્નિકાંડના બનાવમાં ૫૯ લોકોના મોત થઈ ગયા હતા. ૧૯૯૭માં ફિલ્મ ચાલી રહી હતી ત્યારે થિયેટરમાં આગ ફાટી નિકળી હતી. ગુંગળામણ અને આગના કારણે ૫૯ લોકોના મોત થઈ ગયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે અંસલ બંધુઓ ઉપર ૬૦ કરોડ રૂપિયાનો જંગી દંડ લાદ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, આ દંડની રકમ ત્રણ મહિનાની અંદર…

Read More