રૂા.૬ લાખની લાંચ લેનાર મંત્રીને કેજરીવાલે હટાવ્યા

રૂા.૬ લાખની લાંચ લેનાર મંત્રીને કેજરીવાલે હટાવ્યા

દિલ્હી સરકારમાં નાગરિક પુરવઠા મંત્રી આસિમ અહમદ ખાનને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે.આસિમ અહમદ પર એક બિલ્ડર પાસેથી છ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પર કહ્યું કે અમારી સરકાર ભ્રષ્ટાચાર સાથે કયારેય પણ સમજૂતિ કરશે નહીં એ યાદ રહે કે આરોપી મંત્રી આસિમ અહમદ ખાન મટિયા મહલથી ધારાસભ્ય છે. કેજરીવાલે કહ્યું કે અમે આ કેસની તપાસ માટે સીબીઆઇને મોકલી રહ્યાં છીએ…

Read More

દાદરી મુદ્દે વોટબેંકની રાજનીતિ શરૂ

દાદરી મુદ્દે વોટબેંકની રાજનીતિ શરૂ

ઉત્તરપ્રદેશના દાદરી વિસ્તારમાં બીફ ખાવા અને રાખવાની અફવા વચ્ચે મુસ્લિમ વ્યક્તિની માર મારીને હત્યા કરી દેવાની ઘટના બાદ આને લઇને જોરદાર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. તમામ ટોપ નેતાઓ પ્રતિક્રિયા આપવા મેદાનમાં આવી ગયા છે. દરમિયાન તંગ બનેલી સ્થિતિ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ પીડીત પરિવારના સભ્યોને મળવા માટે પહોંચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૫૦ વર્ષીય અખલાકની હત્યાને લઇને સ્થિતિ તંગ બની ગઇ છે. આ સપ્તાહમાં જ…

Read More

સોમનાથ ભારતી બે દિવસના રિમાન્ડ પર

સોમનાથ ભારતી બે  દિવસના રિમાન્ડ પર

દિલ્હીમાં ટ્રાલય કોર્ટે એએપીના ધારાસભ્યો અને ભૂતપૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીને સ્થાનિક હિંસા કેસના સંદર્ભમાં બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે. તેમના પત્નિ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા હત્યાના પ્રયાસના કેસમાં સોમનાથ ભારતી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોર્ટે ભારતીની કસ્ટોડીયલ પૂછપરછ માટેની પોલીસની અરજીને મંજુરી આપી હતી. અગાઉ પોલીસે કહ્યું હતું કે, ચાકુ જેવા કેટલાક હથિયારો મળી આવ્યા છે. જેનાથી તેમની પત્નિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે-સાથે તેમના…

Read More

કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ફરિયાદ નોંધાવશે

કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ફરિયાદ નોંધાવશે

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલ શીલા દીક્ષિત વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ સરકાર પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની તૈયારી કરી રહી છે. શીલા દીક્ષિત ઉપરાંત પાણી પુરવઠા બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ મતીન અહેમદ, ભીષ્મ શર્મા અને શીલા દીક્ષિતની સરકારના તે વખતના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કેજરીવાલ સરકાર એફઆઈઆર દાખલ કરાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. દિલ્હી સરકાર શીલા દીક્ષિત વિરુદ્ધ ૪૦૦ કરોડના પાણીના ટેન્કરો ખરીદવામાં આચરવામાં આવેલ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે. કેજરીવાલ સરકારે આશરે દોઢ મહિના પહેલા આ…

Read More

પૂર્વ ‘આપ’ નેતા યોગેન્દ્ર યાદવની ધરપકડ કરાઇ

પૂર્વ ‘આપ’ નેતા યોગેન્દ્ર  યાદવની ધરપકડ કરાઇ

દિલ્હીના જંતર મંતર પર કિસાનોની માંગને લઇ ધરણા પર બેઠેલ સ્વરાજ અભિયાનના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ અને અન્ય લોકોને દિલ્હી પોલીસે મોડીરાતે હિરાસતમાં લીધી હતાં.મળતી માહિતી અનુસર ભૂમિ અધિગ્રહણ બિલની વિરૂધ્ધ કિસાનોની સાથે પ્રદર્શન કરી રહેલ સ્વરાજ અભિયાનના અનેક સભ્ય અને યોગેન્દ્ર યાદવને આખી રાત પોલીસ હિરાસતમાં પસાર કરવી પડી હતી. યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો છે કે અમે શાંતિપૂર્વક જંતર મંતર પર બેઠા હતાં ત્યારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની પોલીસે આવી અમારી ધરપકડ કરી લીધી.યોગેન્દ્રે…

Read More