સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો ગૂંજી ઉઠ્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો ગૂંજી ઉઠ્યા

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે અને આજે શ્રાવણમાસના પ્રથમ સોમવારે રાજ્યભરના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતાં. સવારથી જ ધાર્મિક સ્થાનોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો પ્રમુખ જ્યોતિર્લીગોમાનાં સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં.શિવલિંગને દૂધનો અભિષેક કરવા તથા બિલિપત્ર ચઢાવવા માટે શ્રદ્ધાળુઓ પડાપડી જોવા મળી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સેવાકીય કામો કરવામાં આવતા હોય છે. પવિત્ર શ્રાવણ માસનો અનેરો મહિમા હોવાથી…

Read More

ઉપકાર નહીં હક માગીએ છીએઃ પાટીદારોની ગજર્ના

ઉપકાર નહીં હક માગીએ  છીએઃ પાટીદારોની ગજર્ના

જેતપુર શહેરમાં આજે એલપીએસ અને એસપીજી ગ્રુપ દ્વારા આયોજીત પાટીદાર અનામત આંદોલનની રેલીમાં વિશાળ સંખ્યામાં પાટીદારો હાજર રહી શહેરભરમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉપકાર નહીં હકક માંગીએ છીએની માંગ બુલંદ કરી હતી. જેતપુરના એલપીએસ અને એસપીજી ગ્રુપ દ્વારા તાલુકાભરના પાટીદારોની વિશાળ સંખ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટીદાર અગ્રણીઓ પાટીદારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર ગમેતે કહે અમોને અમારો હકક લેણ આવડે છે અને જો સરકાર કોઇ નિર્ણય નહીં લ્યે તો તા.૨૫ના…

Read More

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને તેની આસપાસના વિસ્તારો ઉપર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામ સ્વરૂપે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અલબત્ત અતિ ભારે વરસાદની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી ૫ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન…

Read More

કારચાલકે ત્રણ યુવાનની જિંદગી હણી

કારચાલકે ત્રણ યુવાનની જિંદગી હણી

જસદણના ગોખલાણા રોડ પર આજે સવારે કાર ચાલકે ત્રીપલસ્વારી વાળા ત્રણ બાઇકને એકી સાથે ઉલાળતા ત્રણ હિરાઘસુ યુવાનોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં કાર ચાલક અને અન્ય ૬ વ્યકિતઓને ઇજા થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ગોખલાણા રોડ ઉપર ગોખલાણા ચોકડી નજીક આજે સવારે એક વેગનઆર કાર ચાલકે ત્રિપલસ્વારીવાળા ત્રણ બાઇકને એકીસાથે ઉલાળતા બાઇકમાં બેઠેલા જયેશ પ્રાગજીભાઇ કોળી પરમાર (ઉ.વ.૧૮) રહે. ગઢળીયા, ધર્મેશ દયાળજી રાછડીયા રહે. ખંભાળા તથા દેવશી ચના શિયાળ રહે….

Read More

સાયન્સ સેમેસ્ટર ૧-૩ની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે

સાયન્સ સેમેસ્ટર ૧-૩ની પરીક્ષા નવેમ્બરમાં યોજાશે

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જે મુજબ ચારેય સેમેસ્ટરની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ત્યારે હવે આગામી સમયે સેમેસ્ટર સિસ્ટમ અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ની પરીક્ષા આગામી નવેમ્બર માસની બીજી બીજી તારીખે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનાં પરિણામ અને શાળાઓની મંજૂરી પૂર્ણ કરી લેવામાં આવી…

Read More

રાજકોટમાં પાટીદારોની મહારેલી

રાજકોટમાં પાટીદારોની મહારેલી

છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજે અનામતની માંગ સાથે જબ્બર આંદોલન શરુ કર્યું છે. ઉત્તર ગુજરાતથી શરુ થયેલું પાટીદાર સમાજનું અનામત આંદોલનમાં આજે રાજકોટમાં સરદાર પટેલ સેવાદળના ઉપક્રમે વિશાળ રેલી યોજવામાં આવેલ. શાંતિપૂર્ણ રેલી બાદ રાજકોટ કલેકટરને અનામતની માંગ સાથેનું વિસ્તૃત આવેદન પાઠવવામાં આવેલ. બહુમાળી ભવન ખાતે સવારથી જ પાટીદારો ઉમટી રહ્યા હતા. પાટીદાર સમાજની સભાના કન્વીનર અશ્વિનભાઇ પટેલ, જીગરભાઇ પટેલ અને પુનમબેન પટેલ સહિતનાએ ઉદૃબોધન કરી અનામતની લડત લડતા સૌ પાટીદારોને સંગઠીત બની…

Read More
1 2