અનામત નીતિ રદ્દ કરવાની કોઇ યોજના નથીઃ મોદી

અનામત નીતિ રદ્દ કરવાની કોઇ યોજના નથીઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનામતના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભાજપ અનામતની વિરુદ્ધમાં છે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. આજે સાંજે મુંબઈમાં એક જાહેર સભાન્છો સંબોધતા મોદીએ કહ્યું હતું કે, એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, સરકાર અનામતની વ્યવસ્થાને રદ કરવાની દિશામાં આગળ વધી રહી છે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવે છે ત્યારે આ પ્રકારની અફવા ફેલાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પણ આવી અફવા…

Read More

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પાંચ તબક્કામાં યોજનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની ગેરરિતી અને હિંસાને રોકવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તમામ જગ્યાએ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત ૫૮૩ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે. પ્રથમ તબક્કામાં ૧૩૨૧૨ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા…

Read More

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે બીઓબીની શાખા ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે  બીઓબીની શાખા  ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડના ભાગરુપે એક મોટા સંયુક્ત ઓપરેશન હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ (એસએફઆઈઓ)ના અધિકારીઓએ દિલ્હીમાં બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાં આજે વ્યાપક દરોડા પાડતા બેંકિંગ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ૬૧૦૦ કરોડ રૂપિયાના કાળા નાણા સાથેના સંબધમાં બેંક ઓફ બરોડાની શાખાઓમાં તપાસ કરવામાં આવી સીબીઆઈ, ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા આજે બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખા ઉપર વ્યાપક દરોડાથી ખળભળાટ મચી ગયો હતો….

Read More

હરેન પંડ્યા હત્યા કેસના બે શખ્સો સાઉદીમાંથી ઝડપાયા

હરેન પંડ્યા હત્યા કેસના બે શખ્સો સાઉદીમાંથી ઝડપાયા

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની ઘાતકી હત્યા સાથે સંબંધિત કેસમાં બે આરોપીઓ મુફ્તિ સુફિયાન અને જૈનુલ આબિદ્દીનની સાઉદી અરેબિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. આની સાથે જ આ કેસને હવે ઝડપથી ઉકેલવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બન્નેની ધરપકડના અહેવાલને સમર્થન અપાયું છે. બન્ને શખ્સો ઉપર છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. બન્ને હવે ટૂંક સમયમાં જ ભારતને સોંપવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ બન્ને શખ્સો…

Read More

દાદરીકાંડને રાજકીય રંગ આપવાનો મેનકાનો આક્ષેપ

દાદરીકાંડને રાજકીય રંગ  આપવાનો મેનકાનો આક્ષેપ

કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ દાદરીના બનાવ અંગે વાત કરતા આજે કહ્યું હતું કે, આને રાજકીય રંગ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવાનો ઉત્તરપ્રદેશ સરકાર ઉપર મેનકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો. બીફ ખાવવાની અફવા મુદ્દે તોફાની ટોળા દ્વારા એક મુસ્લિમની હત્યાના બનાવને વખોડી કાઢીને મહિલા અને બાળ વિકાસ પ્રધાને કહ્યું હતું કે, આ મુદ્દે દેશની કોમી એક્તા ખરાબ ન થાય તેવા પ્રયાસ થવા જોઈએ. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પહેલાથી જ કહી ચુક્યા છે…

Read More

રૂા.૬ લાખની લાંચ લેનાર મંત્રીને કેજરીવાલે હટાવ્યા

રૂા.૬ લાખની લાંચ લેનાર મંત્રીને કેજરીવાલે હટાવ્યા

દિલ્હી સરકારમાં નાગરિક પુરવઠા મંત્રી આસિમ અહમદ ખાનને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે.આસિમ અહમદ પર એક બિલ્ડર પાસેથી છ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પર કહ્યું કે અમારી સરકાર ભ્રષ્ટાચાર સાથે કયારેય પણ સમજૂતિ કરશે નહીં એ યાદ રહે કે આરોપી મંત્રી આસિમ અહમદ ખાન મટિયા મહલથી ધારાસભ્ય છે. કેજરીવાલે કહ્યું કે અમે આ કેસની તપાસ માટે સીબીઆઇને મોકલી રહ્યાં છીએ…

Read More

ધર્મ-જાતિને સત્તા મેળવવાનું હથિયાર ન બનાવોઃ રાષ્ટ્રપતિ

ધર્મ-જાતિને સત્તા મેળવવાનું હથિયાર ન બનાવોઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આતંકવાદને પુરી દુનિયા માટે સૌથી મોટો ખતરો બતાવતા સમગ્ર દુનિયાને તેની વિરૂધ્ધ એક થઇ લડવાની અપીલ કરી છે.જોર્ડનના એક અખબારને આપેલ મુલાકાતમાં રાષ્ટ્રપતએ કહ્યું છે કે રાજનીતિ માટે જાતી અથવા ધાર્મિક ભાવના ઉશ્કેરવી કયારેય સ્વીકાર્ય હોઇ શકે નહીં. મુલાકાતમાં તેમણે કહ્યું કે આતંકવાદથી આજે કોઇ એક અથવા બે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રભાવિત થઇ રહ્યું છે અને આ માનવતા માટે સૌથી મોટો ખતરો બની રહ્યું છે.આતંકવાદ પર ચિંતા વ્યકત કરતાં તેમણે…

Read More

લાલુ બિહારને રિમોટથી ચલાવવા માગે છેઃ મોદી

લાલુ બિહારને રિમોટથી ચલાવવા માગે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં આક્રમક ચુંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. સસારામમાં ચુંટણી રેલીને સંબોધતા મોદીએ આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ, મુખ્યમંત્રી નિતિશકુમાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ૬૦ વર્ષમાં જે બર્બાદી રાજ્યમાં થઈ છે તેના માટે બિહારની વર્તમાન સરકાર જવાબદાર રહી છે. એનડીએને મત આપીને ૬૦ મહિના આપવા મોદીએ મતદારોને અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ તમામ બર્બાદીને દૂર કરી દેવામાં આવશે. ૬૦ મહિનાના ગાળામાં જ બિહાર…

Read More

ભારત રોકાણ માટે આકર્ષક સ્થળ, વિશ્વાસપાત્ર કર વ્યવસ્થાઃ મોદી

ભારત રોકાણ માટે આકર્ષક સ્થળ,  વિશ્વાસપાત્ર કર વ્યવસ્થાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આશા વ્યક્ત કરી હતી કે, ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સને ૨૦૧૬થી અમલી બનાવી દેવામાં આવશે. બેંગ્લોરમાં ભારત અને જર્મન બિઝનેસ લીડરો સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે, અમે સંસદમાં જીએસટીને રજુ કરી ચુક્યા છીએ અને આશા છે કે ૨૦૧૬થી તેને અમલી બનાવી દેવામાં આવશે. આ બિલને લોકસભામાં પહેલાથી જ મંજુરી આપી દેવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં તે પેન્ડીંગ છે. એનડીએ પાસે રાજ્યસભામાં બહુમતિ નથી. સંસદની મંજુરી મળી ગયા બાદ અડધા રાજ્યોને…

Read More

લાલુ, અમિત શાહ અને ઓવૈસી પર કેસ દાખલ

લાલુ, અમિત શાહ અને ઓવૈસી પર કેસ દાખલ

ચૂંટણી પ્રચારમાં ભાષાની મર્યાદા ભૂલવાવાળા ત્રણ મોટા નેતાઓ પર ચૂંટણી આયોગે સકંજો કસ્યો છે. આયોગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ તથા એમઆઇએમના નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ આદર્શ આચારસંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. ત્રણેય નેતાઓ પર લોકપ્રતિનિધિ અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ પટણાના સચિવાલય અને જમુઇની સિકંદરા ચોકીમાં પ્રાથમિક કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને નરભક્ષી કહેવા…

Read More
1 2 3 4 11