બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

શ્રીનગરમાં બીફ પાર્ટીનું આયોજન કરનાર અપક્ષ જમ્મુ-કાશ્મીરના ધારાસભ્ય એન્જિનીયર રાશિદ ઉપર આજે દિલ્હીમાં હિન્દુ શિવસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રેસ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમવેળા એન્જિનીયર રાશિદ ઉપર શ્યાહી (ઈન્ક) અને મોબીલ ઓઈલ ફેંકવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવના કારણે ભારે સોંપો પડી ગયો હતો. એક પખવાડિયાની અંદર જ આ ધારાસભ્ય ઉપર બીજી વખત હુમલો કરાયો છે. ધારાસભ્ય રાશીદ પાટનગરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. આ હુમલાની…

Read More

વલસાડમાં છ બાળક-પત્નીની હત્યા કરી ખેડૂતે કર્યો આપઘાત

વલસાડમાં છ બાળક-પત્નીની  હત્યા કરી ખેડૂતે કર્યો આપઘાત

વલસાડથી આશરે ૮૭ કિલોમીટરના અંતરે આવેલા ધરમપુરમાં પોતાની પુત્રીની પુત્રી, પાંચ બાળકો અને પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ ખેડૂતે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને લઇને સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. નાની કોસબાડી નજીકના વિસ્તારમાં ખેડૂતે પોતાના પરિવારના સભ્યોની ધારદાર હથિયારથી હત્યા કેમ કરી તેને લઇને તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સામૂહિક હત્યાકાંડનો આ બનાવ બનતા…

Read More

ચૂંટણી લાભ માટે તોફાનો કરાવાય છેઃ શિવસેના

ચૂંટણી લાભ માટે તોફાનો  કરાવાય છેઃ શિવસેના

ઉત્તરપ્રદેશના દાદરીમાં ગૌમાંસની અફવા પર હત્યાને લઇને વિરોધ પક્ષ અને બૌદ્ધિક સમુદાયના આકરા પ્રહારોનો સામનો કરી રહેલી મોદી સરકાર ઉપર હવે શિવસેનાએ પણ તીવ્ર પ્રહારો કર્યા છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખમાં દાદરી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી જીતવા માટે આ પ્રકારની હિંસા ફેલાવવામાં આવી રહી છે. સામનાના તંત્રી સંજય રાવતે પોતાના લેખમાં લખ્યું છે કે, દેશમાં રાજકીય કારણોથી ધાર્મિક તંગદિલી ફેલાવવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા માટે હિન્દુ…

Read More

ફાર્મા કંપનીઓ તબીબોને ગિફટ આપી શકશે નહીં

ફાર્મા કંપનીઓ તબીબોને ગિફટ આપી શકશે નહીં

નરેન્દ્ર મોદી સરકાર યુનિફોર્મ માર્કેટિંગ પ્રેક્ટિસ કોડને અમલી કરવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે જેના ભાગરુપે ફાર્મા કંપનીઓને ફરજિયાતપણે આ પ્રેક્ટિસ કોડ પાડવા પડશે જેનાથી ફાર્મા કંપનીઓ તબીબોને કોઇપણ પ્રકારની ગિફ્ટ, રોકડ રકમ અથવા તો અન્ય કોઇ સુવિધા આપી શકશે નહીં. ફાર્મા કંપનીઓ ખુબ જ નારાજ દેખાઈ રહી છે. તબીબોને ગિફ્ટ આપવાથી ફાર્મા કંપનીઓને રોકવાના હેતુસર આ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ દ્વારા યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસની તૈયારી કરી…

Read More

અનામત નીતિ રદ્દ કરવાની કોઇ યોજના નથીઃ મોદી

અનામત નીતિ રદ્દ કરવાની કોઇ યોજના નથીઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનામતના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભાજપ અનામતની વિરુદ્ધમાં છે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. આજે સાંજે મુંબઈમાં એક જાહેર સભાન્છો સંબોધતા મોદીએ કહ્યું હતું કે, એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, સરકાર અનામતની વ્યવસ્થાને રદ કરવાની દિશામાં આગળ વધી રહી છે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવે છે ત્યારે આ પ્રકારની અફવા ફેલાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પણ આવી અફવા…

Read More

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પાંચ તબક્કામાં યોજનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની ગેરરિતી અને હિંસાને રોકવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તમામ જગ્યાએ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત ૫૮૩ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે. પ્રથમ તબક્કામાં ૧૩૨૧૨ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા…

Read More

લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

સીબીઆઈએ આજે વિજય માલ્યાની નિષ્ક્રિય બનેલી કિંગફિશર એરલાઇન્સ ઉપર પણ દરોડા પાડ્યા હતા. લોન છેતરપિંડી કૌભાંડના મામલામાં આ તપાસ કરવામાં આવી હતી. આઈડીબીઆઈ બેંકની ૯૫૦ કરોડ રૂપિયાની લોનના મામલામાં ચાલી રહેલી તપાસ સંદર્ભે દરોડા પડાયા હતા. શરાબના બિઝનેસ સાથે જોડાયેલા વિજય માલ્યા અને તેમની નિષ્ક્રિય કંપની કિંગફિશર એરલાઇન્સ ઉપર દરોડાથી સનસનાટી મચી ગઈ હતી. એરલાઇન નેગેટિવ ક્રેડિટ રેટિંગ હોવા છતાં બેંક દ્વારા કંપનીને ૯૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,…

Read More

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે બીઓબીની શાખા ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે  બીઓબીની શાખા  ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડના ભાગરુપે એક મોટા સંયુક્ત ઓપરેશન હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ (એસએફઆઈઓ)ના અધિકારીઓએ દિલ્હીમાં બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાં આજે વ્યાપક દરોડા પાડતા બેંકિંગ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ૬૧૦૦ કરોડ રૂપિયાના કાળા નાણા સાથેના સંબધમાં બેંક ઓફ બરોડાની શાખાઓમાં તપાસ કરવામાં આવી સીબીઆઈ, ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા આજે બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખા ઉપર વ્યાપક દરોડાથી ખળભળાટ મચી ગયો હતો….

Read More

દાદરી બાદ મૈનપુરીમાં ગૌહત્યાની અફવાથી હિંસા

દાદરી બાદ મૈનપુરીમાં ગૌહત્યાની અફવાથી હિંસા

દાદરીમાં એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવને લઇને ગરમી શાંત થઇ નથી ત્યારે ઉત્તર પ્રદેશમાં મૈનપુરીમાં પણ હવે હિંસા ભડકી ઉઠી છે. ગૌ હત્યાને લઇને હિંસાની શરૂઆત થઇ હતી. દેખાવકારોએ મોટી સંખ્યામાં પોલીસ વાહનોને આગચાંપી દીધી હતી. દુકાનોમાં પણ આગ ચાંપવામાં આવી હતી. હિંસક ઘટનાઓમાં સાત લોકોને ઇજા થઇ છે. કુલ ૨૧ લોકોને આ સંદર્ભમાં પકડી પાડવામાં આવ્યા છે. સર્કલ ઓફિસરને ઉદાસીનતા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૌહત્યાની અફવા કેટલાક લોકોએ…

Read More

તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તુર્કીના પાટનગર અંકારામાં આજે એક પછી એક થયેલા બે બ્લાસ્ટના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ બ્લાસ્ટ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન નજીક થયા હતા. આ બ્લાસ્ટમાં ૮૬ લોકોના મોતના એહવાલને સમર્થન મળી ચુક્યું છે પરંતુ મોતનો આંકડો હજુ વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૪૦થી પણ ઉપર હોવાનું જાણવા મળ્યું છે જેથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર બનેલી છે. સાક્ષીઓએ માહિતી આપતા કહ્યું છે કે, આ…

Read More
1 2 3 4 33