લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

સીબીઆઈએ આજે વિજય માલ્યાની નિષ્ક્રિય બનેલી કિંગફિશર એરલાઇન્સ ઉપર પણ દરોડા પાડ્યા હતા. લોન છેતરપિંડી કૌભાંડના મામલામાં આ તપાસ કરવામાં આવી હતી. આઈડીબીઆઈ બેંકની ૯૫૦ કરોડ રૂપિયાની લોનના મામલામાં ચાલી રહેલી તપાસ સંદર્ભે દરોડા પડાયા હતા. શરાબના બિઝનેસ સાથે જોડાયેલા વિજય માલ્યા અને તેમની નિષ્ક્રિય કંપની કિંગફિશર એરલાઇન્સ ઉપર દરોડાથી સનસનાટી મચી ગઈ હતી. એરલાઇન નેગેટિવ ક્રેડિટ રેટિંગ હોવા છતાં બેંક દ્વારા કંપનીને ૯૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,…

Read More

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે બીઓબીની શાખા ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડ સંદર્ભે  બીઓબીની શાખા  ઉપર વ્યાપક દરોડા

ફોરેક્સ કૌભાંડના ભાગરુપે એક મોટા સંયુક્ત ઓપરેશન હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ (એસએફઆઈઓ)ના અધિકારીઓએ દિલ્હીમાં બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાં આજે વ્યાપક દરોડા પાડતા બેંકિંગ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ૬૧૦૦ કરોડ રૂપિયાના કાળા નાણા સાથેના સંબધમાં બેંક ઓફ બરોડાની શાખાઓમાં તપાસ કરવામાં આવી સીબીઆઈ, ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા આજે બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખા ઉપર વ્યાપક દરોડાથી ખળભળાટ મચી ગયો હતો….

Read More

દાદરી બાદ મૈનપુરીમાં ગૌહત્યાની અફવાથી હિંસા

દાદરી બાદ મૈનપુરીમાં ગૌહત્યાની અફવાથી હિંસા

દાદરીમાં એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવને લઇને ગરમી શાંત થઇ નથી ત્યારે ઉત્તર પ્રદેશમાં મૈનપુરીમાં પણ હવે હિંસા ભડકી ઉઠી છે. ગૌ હત્યાને લઇને હિંસાની શરૂઆત થઇ હતી. દેખાવકારોએ મોટી સંખ્યામાં પોલીસ વાહનોને આગચાંપી દીધી હતી. દુકાનોમાં પણ આગ ચાંપવામાં આવી હતી. હિંસક ઘટનાઓમાં સાત લોકોને ઇજા થઇ છે. કુલ ૨૧ લોકોને આ સંદર્ભમાં પકડી પાડવામાં આવ્યા છે. સર્કલ ઓફિસરને ઉદાસીનતા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૌહત્યાની અફવા કેટલાક લોકોએ…

Read More

સેન્સેક્સમાં ૨૩૪ પોઇન્ટનો ઉછાળો

સેન્સેક્સમાં ૨૩૪ પોઇન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે કારોબારના છેલ્લા દિવસે ૨૩૪ પોઈન્ટનો સુધારો થયો હતો. આની સાથે જ સેન્સેક્સ ૨૭ હજારથી ઉપરની સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૭૦૮૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૦ પોઈન્ટ ઉછળીને ૮૧૯૦ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ મિશ્ર સ્થિતિ રહી હતી. મિડકેપમાં ૦.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે સ્મોલકેપમાં ૦.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો હકારાત્મક સ્થિતિ રહી હતી. ૧૪૭૨ શેરમાં તેજી અને ૧૩૦૪ શેરમાં મંદી રહી…

Read More

હરેન પંડ્યા હત્યા કેસના બે શખ્સો સાઉદીમાંથી ઝડપાયા

હરેન પંડ્યા હત્યા કેસના બે શખ્સો સાઉદીમાંથી ઝડપાયા

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની ઘાતકી હત્યા સાથે સંબંધિત કેસમાં બે આરોપીઓ મુફ્તિ સુફિયાન અને જૈનુલ આબિદ્દીનની સાઉદી અરેબિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. આની સાથે જ આ કેસને હવે ઝડપથી ઉકેલવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બન્નેની ધરપકડના અહેવાલને સમર્થન અપાયું છે. બન્ને શખ્સો ઉપર છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. બન્ને હવે ટૂંક સમયમાં જ ભારતને સોંપવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ બન્ને શખ્સો…

Read More

દાદરીકાંડને રાજકીય રંગ આપવાનો મેનકાનો આક્ષેપ

દાદરીકાંડને રાજકીય રંગ  આપવાનો મેનકાનો આક્ષેપ

કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ દાદરીના બનાવ અંગે વાત કરતા આજે કહ્યું હતું કે, આને રાજકીય રંગ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવાનો ઉત્તરપ્રદેશ સરકાર ઉપર મેનકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો. બીફ ખાવવાની અફવા મુદ્દે તોફાની ટોળા દ્વારા એક મુસ્લિમની હત્યાના બનાવને વખોડી કાઢીને મહિલા અને બાળ વિકાસ પ્રધાને કહ્યું હતું કે, આ મુદ્દે દેશની કોમી એક્તા ખરાબ ન થાય તેવા પ્રયાસ થવા જોઈએ. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પહેલાથી જ કહી ચુક્યા છે…

Read More

રૂા.૬ લાખની લાંચ લેનાર મંત્રીને કેજરીવાલે હટાવ્યા

રૂા.૬ લાખની લાંચ લેનાર મંત્રીને કેજરીવાલે હટાવ્યા

દિલ્હી સરકારમાં નાગરિક પુરવઠા મંત્રી આસિમ અહમદ ખાનને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે.આસિમ અહમદ પર એક બિલ્ડર પાસેથી છ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પર કહ્યું કે અમારી સરકાર ભ્રષ્ટાચાર સાથે કયારેય પણ સમજૂતિ કરશે નહીં એ યાદ રહે કે આરોપી મંત્રી આસિમ અહમદ ખાન મટિયા મહલથી ધારાસભ્ય છે. કેજરીવાલે કહ્યું કે અમે આ કેસની તપાસ માટે સીબીઆઇને મોકલી રહ્યાં છીએ…

Read More

ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમુદ કસુરીએ દાવો કર્યો છે કે મુંબઇ હુમલા બાદ ભારત પોતાના પડોસી દેશ પાકિસ્તાન હવાઇ હુમલો કરાવનાર હતું.તેમણે કહ્યું કે તેમણે આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચુકેલ જોન મેક્કેનના નેતૃત્વવાળા એક અમેરિકી પ્રતિનિધિમંડળને બતાવી હતી. કસુરીના જણાવ્યા અનુસાર મૈકકેને આશંકા વ્યકત કરી હતી કે ભારત લાહૌરની નજીક મુર્દિકેમાં જમાત ઉદ દાવા અને લશ્કર એ તોઇબાના મુખ્ય મથકો પર સર્જિકલ હવાઇ હુમલા કરી શકે છે. એક ટીવી ચેનલ ટુ…

Read More

વારાણસી હિંસાઃ કોંગ્રેસના ધારાસભ્ય અજય રાયની ધરપકડ, ૧૦૬ લોકો સામે કેસ દાખલ

વારાણસી હિંસાઃ કોંગ્રેસના ધારાસભ્ય અજય  રાયની ધરપકડ, ૧૦૬ લોકો સામે કેસ દાખલ

ઉત્તરપ્રદેશના વારાણસીમાં સ્થિતિ હવે સુધારા ઉપર છે. કોઈપણ પ્રકારના નવા અનિચ્છનિય બનાવ ન બનતા તંત્રએ રાહત અનુભવી છે. બીજીબાજુ તોડફોડ અને હિંસાની ઘટના બાદ આ સંદર્ભમાં ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગંગા નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિઓના વિસર્જન ઉફર પ્રતિબંધનો વિરોધ કરી રહેલા દેખાવકારો ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં સંતો અને સ્થાનિક નેતાઓ દ્વારા માર્ચ યોજ્યા બાદ હિંસાની શરૂઆત થઈ ગઈ હતી. સ્કુલો અને કોલેજો આજે પણ…

Read More

ગૌ માતાની રક્ષા માટે મરવા- મારવા તૈયારઃ સાક્ષી મહારાજ

ગૌ માતાની રક્ષા માટે મરવા- મારવા તૈયારઃ સાક્ષી મહારાજ

ભાજપના સાંસદ સાક્ષી મહારાજ એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે.તેમણે સપા નેતા આજમ ખાન પર ભારે હુમલો કર્યો અને દાદરી મામલામાં તેમને પાકિસ્તાની એજન્ટ પણ ગણાવી દીધા. સક્ષી મહારાજે જાહેરાત કરી દીધી કે કોઇ અમારી માતાનું અપમાન કરશે તો મરી જઇશું અથવા મારી નાખીશું. સાક્ષી મહારાજે કહ્યું કે આજન ખાન પાકિસ્તાનથી મળેલા છે આજમ પણ પાકિસ્તાનની જેમ અમારી ફરિયાદ યુએનમાં ઉઠાવી રહ્યાં છે. કયારેક તે ભારત માતાને ડાયન ગણાવે છે કયારેય અમિત શાહને શૈતાન બતાવે…

Read More
1 2 3 4 22