ઇસરોની સોનેરી સિદ્ધિઃ એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ઇસરોની સોનેરી સિદ્ધિઃ  એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ભારતના પ્રથમ એસ્ટ્રોનોમી સેેટેલાઈટ એસ્ટ્રોસેટને આજે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને ઇસરોના ટોચના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આની સાથે જ ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. આ પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવ્યાના ૧૧ વર્ષ બાદ એસ્ટ્રોસેટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં સફળતા મળી હતી. આજે સવારે ૧૦ વાગ્યે નિર્ધારીત સમયે શ્રીહરિકોટા ખાતે સતીષ ધવન સ્પેશ સેન્ટરથી એસ્ટ્રોસેટને લઈને પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી-૩૦) રવાના થતાં ઉત્તેજના ફેલાઈ ગઈ…

Read More

૫ેઇન કિલરનો ઓવરડોઝ મોતને આમંત્રણ સમાન

૫ેઇન કિલરનો ઓવરડોઝ મોતને આમંત્રણ સમાન

હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પેનકીલર દવા હેરોઈન અને કોકેન કરતા પણ વધુ ખતરનાક અને જીવલેણ છે. પેનકીલરોથી હેરોઈન અથવા કોકેન કરતા વધુ નુકસાન થાય છે. પ્રેસક્રીપ્સન ડ્રગ મોનીટરીંગ પોગ્રામના નિષ્ણાંતોએ કહ્યું છે કે પેનકીલરથી આડ અસરો વધુ થાય છે. સાથે સાથે શરીરના અંગોને આનાથી નુકસાન પણ વધારે થાય છે. હાઉસ એપ્રોપ્રીએશન કમીટિના ચેરમેને કહ્યું છે કે પેનકીલરોનો ઉપયોગ અમેરિકામાં મોટાપાયે થાય છે. અમેરિકામાં હેરોઈન અને કોકેનના લીધે લાંબાગાળે…

Read More

મેટરનિટી લીવ વધારીને ૨૪ સપ્તાહ કરવા તૈયારી

મેટરનિટી લીવ વધારીને ૨૪ સપ્તાહ કરવા તૈયારી

સરકાર મેટરનીટિ બેનિફઇટ એક્ટ હેઠળ મેટરનીટી લીવની અવધિને વધારીને ૧૨ સપ્તાહથી ૨૪ સપ્તાહની યોજના ધરાવે છે. સંસદમાં આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે. શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, મેટરનીટી બેનિફિટ એક્ટ ૧૯૬૧ હેઠળ વર્તમાન મેટરનીટી લીવને ૧૨ સપ્તાહથી વધારીને ૨૪ સપ્તાહ કરી દેવા ઉપર વિચારણા ચાલી રહી છે. વર્તમાન કાયદાની કલમ ૫(૩)ની જોગવાઈ મુજબ એક કામ કરતી મહિલાને ૧૨ સપ્તાહની મેટરનીટી લીવ મેળવવાનો અધિકાર છે જેમાંથી છ…

Read More

એકાગ્રતા વધારવામાં સ્માર્ટફોનનો ઉપયોગ ફાયદાકારક

એકાગ્રતા વધારવામાં સ્માર્ટફોનનો ઉપયોગ ફાયદાકારક

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન બુદ્ધિ શક્તિ વધારે છે તથા હોશિયાર બનાવવામાં ભૂમિકા ભજવે છે. સ્માર્ટ ફોનના ઉપયોગને કેટલાક લોકો ધ્યાન ભંગ કરનાર તરીકે ગણે છે પરંતુ નવા ભારત અમેરિકન સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન ધ્યાનને વધારવામાં અને વધુ સક્રિય રહેવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ મિશીગનમાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર જસપ્રીતસિંહના જણાવ્યા મુજબ સ્માર્ટ ફોનના કારણથી લોકો પોતાના…

Read More