૧૯૮૪ના શીખ રમખાણો કોંગ્રેસ સરકાર પ્રાયોજિતઃ ‘આપ’નો આક્ષેપ

૧૯૮૪ના શિખ તોફાનો માટે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ કોગ્રેસને કઠેડામાં ઉભી કરી કરી છે.નાયબ મુખ્યમંત્રી મનીષ સોસિદિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે શિખ તોફાન સરકાર દ્વારા પ્રાયોજિત હતાં.
મનીષ સોસિદિયાએ કહ્યું કે જો શિખ તોફાનોમાં સામેલ લોકોને સજા મળી ગઇ હોત તો કદાચ આવી ઘટના બીજીવાર થઇ ન હોત.આવામાં સ્પષ્ટ થાય છે કે તે સમયની સરકારે તોફાનોમાં સામેલ લોકોને સંરક્ષણ આપ્યું હતું.તેમણે તેની સાથે એ પણ કહ્યું કે સમય બદલાઇ રહ્યો છે.આવામાં રાજનેતાઓએ વિચારણ બદલવાની જરૂરત છે.આજે પણ લોકો ધર્મના નામ પર લડે છે.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ૧૯૮૪ના શિખ વિરોધી તોફાનોના પીડિતોને પાંચ પાંચ લાખ રૂપિયાના ચેક પ્રદાન કર્યા હતા ંતેના માટે તિલકનગર વિસ્તારમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અહીં એ યાદ રહે કે તેની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ ૨,૬૦૦૦ પીડિત પરિવાર છે સરકારે વળતર પર લગભગ ૧૩૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન લગાવ્યું છે. ગત વર્ષ કેન્દ્ર સરકારે વળતરમાં પાંચ લાખ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી મનીષ સોસોદિયા, આમ આદમી પાર્ટીના શિખ નેતા એચ એસ ફુલ્કા જગદીપ સિંહ અને જનરલ સિંહ પણ હાજર હતાં.
એ યાદ રહે કે આજે ૧લી નવેમ્બરે શિખ તોફાનોને ૩૨ વર્ષ પુરા થઇ રહ્યાં છે.ગત વર્ષ વિધાનસભા ચુંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે તોફાન પીડિત પરિવારોને સમયથી ન્યાય ન મળવાના કારણે વળતરની રકમ વધારી પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. નવેમ્બર ૨૦૧૪માં સાત પીડિત પરિવારોને સિંહે ચેક વિતરીત કરી આ યોજનાની શરૂઆત કરી હતી ત્યારબાદ બાકીના ૨૪૫૯ પીડિત પરિવારોને દિલ્હી સરકારના માધ્યમથી વળતરની રકમ વિતરીત કરવાની હતી તેના માટે કેન્દ્ર સરકારે ૧૨૨ કરોડ રૂપિયા દિલ્હી સરકારને આપવાના હતાં. દિલ્હી સરકારે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી દ્વારા ગૃહમંત્રીને બે વાર પત્ર લખ્યો આમ છતાં પણ કેન્દ્ર સરકાર નાણાં આપી રહી નથી પરંતુ દિલ્હી સરકારે ગત ઓગષ્ટમાં કેબિનેટની મંજુરીથી ખુદ પીડિત પરિવારોને વળતરની રકમ વિતરીત કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર અન્તાયર સુધી બે સમાન હપ્તામાં ૧૪૩ પીડિતોને વળતર આપી ચુકી છે.