૧૯૮૪ના શીખ રમખાણો કોંગ્રેસ સરકાર પ્રાયોજિતઃ ‘આપ’નો આક્ષેપ

૧૯૮૪ના શીખ રમખાણો કોંગ્રેસ  સરકાર પ્રાયોજિતઃ ‘આપ’નો આક્ષેપ

૧૯૮૪ના શિખ તોફાનો માટે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ કોગ્રેસને કઠેડામાં ઉભી કરી કરી છે.નાયબ મુખ્યમંત્રી મનીષ સોસિદિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે શિખ તોફાન સરકાર દ્વારા પ્રાયોજિત હતાં. મનીષ સોસિદિયાએ કહ્યું કે જો શિખ તોફાનોમાં સામેલ લોકોને સજા મળી ગઇ હોત તો કદાચ આવી ઘટના બીજીવાર થઇ ન હોત.આવામાં સ્પષ્ટ થાય છે કે તે સમયની સરકારે તોફાનોમાં સામેલ લોકોને સંરક્ષણ આપ્યું હતું.તેમણે તેની સાથે એ પણ કહ્યું કે સમય બદલાઇ રહ્યો છે.આવામાં રાજનેતાઓએ…

Read More

સાનિયા-હિંગિસની જોડીએ રચ્યો ઇતિહાસઃ સતત નવમું ટાઇટલ જીત્યું

સાનિયા-હિંગિસની જોડીએ રચ્યો  ઇતિહાસઃ સતત નવમું ટાઇટલ જીત્યું

સાનિયા મિર્જા અને માર્ટીના હિંગિસની જોડીએ આજે ડબલ્યુટીએ ફાઇનલમાં પોતાની હરીફ જોડી ઉપર ૬-૦, ૬-૩થી જીત મેળવીને સર્વોપરિતા જાળવી રાખી હતી. ભારતીય અને સ્વિસ જોડીએ ગેરબિન-કાર્લાની સ્પેનિશ જોડી ઉપર એક તરફી મેચમાં સરળરીતે જીત મેળવી હતી. આની સાથે જ આ સુપરહિટ જોડી આ વર્ષે નવ ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે. ડબલ્યુટીએ ફાઇનલ મુકાબલામાં તેમની સામે કોઇપણ વિરોધી જોડી એક સેટ પણ જીતી શકી નથી જે સાબિત કરે છે કે, સાનિયા મિર્ઝા અને હિંગિસની જોડી…

Read More

બિહારને ખાડામાંથી બહાર લાવવા માટે બે એન્જિનની જરૂરઃ વડાપ્રધાન

બિહારને ખાડામાંથી બહાર લાવવા  માટે બે એન્જિનની જરૂરઃ વડાપ્રધાન

બિહાર વિધાનસભાના પાંચમા અને અંતિમ તબક્કાના પ્રચાર દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધુબાનીમાં આક્રમક રેલી યોજી હતી અને નીતીશ અને લાલૂ ઉપર ફરીવાર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, બિહારને ખાડામાંથી બહાર કાઢવા માટે બે એન્જિન લગાવવા પડશે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બંને નેતાઓએ બિહારને એવા ખાડામાં ધકેલી દીધું છે જેમાંથી બહાર કાઢવા માટે બે એન્જિન લગાવવા પડશે. આક્ષેપબાજી કરતા તેમણે કહ્યું હતું કે, જંગલરાજ કરનાર લોકોને હવે જંતરમંતર કરનાર જોડકા ભાઈ…

Read More

બિહારઃ ચોથા ચરણમાં ૫૭ ટકા ધીંગું મતદાન

બિહારઃ ચોથા ચરણમાં ૫૭ ટકા ધીંગું મતદાન

બિહારમાં ચોથા તબક્કા માટે આજે શાંતિપૂર્ણરીતે ૫૭.૫૯ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. શાંતિપૂર્ણરીતે મતદાન થતાં તંત્રને રાહત થઇ હતી. આજના મતદાનની સાથે જ પાંચ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. પશ્ચિમી ચંપારણમાં સૌથી વધુ ૬૦ ટકાથી પણ વધુ મતદાન થયું છે. આજે ભારે મતદાન મોટાભાગના વિસ્તારોમાં થયું હતું જેથી રાજકીય પક્ષોમાં ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપ અને મહાગઠબંધન વચ્ચે મુખ્ય સ્પર્ધા દેખાઈ રહી છે. પશ્ચિમ ચંપારણમાં ૬૦ ટકાથી…

Read More