જનતાએ ઇન્દિરાને ઉખાડી ફેંકી, તમારી શંુ ઔકાત?

મહારાષ્ટ્‌ની રાજનીતિમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે સતત તલવારો ખેંચાઇ રહી છે. પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શિવસેનાએ પહેલીવાર સખ્ત વિરોધ કર્યો છે.તેમણે કહ્યું કે શિવસેના અમને કોંગ્રેસ અને એનસીપી ન સમજે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે બગડીઓ પહેરી રાખી નથી. તેમણે કહ્યું કે શિવસેના અમારા ઉમેદવારોને ડરાવી રહી છે. ફડનવીસે શિવસેનાને ડ્રામા કંપની ગણાવી હતી.તેમણે ટાઇગરના પંજાથી શિવસેના અમને ડરાવે નહીં.
આ સમગ્ર મામલામાં ફડનવીસે જણાવ્યું હતુ કે શિવસેનાના નેતા લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે નાટક કરી રહી છે. આ પહેલા પણ ફડનવીસે જણાવ્યું હતું કે શિવસેનાએ ભાજપને રાષ્ટ્રવાદ શિખડાવવાની જરૂર નથી.
આ પહેલા શિવસેનાના વડા ઉદ્વવ ઠાકરેએ ભાજપને કટ્ટર હરીફની જેમ ઘેરતા કડક હુમલો કર્યો હતો તેમણે કહ્યું હતું કે જનતાએ જયારે ઇન્દિરા ગાંધીને ઉખાડી ખેંકયા હતાં તો ભાજપની શું ઔકાત છે.તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે દિવાળી પહેલા દાળની કીંમત ઓછી થવી જોઇએ જો ભાજપ વધુ મસ્તી છે તો અમે સમર્થન પાછુ લઇ લઇશું. અમારી પાર્ટીથી તમામ મંત્રી રાજીનામુ આપી દેશે સરકારી વ્યવસ્થાનો ઉપયોગ જો ઘની ગાડીની જેમ થયો તો અમે સરકારને રસ્તા પર લાવીશું.બંન્ને પક્ષોની વધતી તનાતની વચ્ચે શિવસેના નેતા અને ફડનવીસ સરકારના મંત્રી એકનાથ ખડસેએ જાહેર રીતે રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી તેમણે આ જાહેરાત એક રેલીમાં કરી. રેલીમાં શિવસેના વડા ઉદ્વવ ઠાકરે પણ હાજર હતાં. આજે કલ્યાણ ડોંબિવાલી મ્યુનિ. કોર્પોરેશનમાં ચુંટણી પ્રચારનો અંતિમ દિવસો હતો સેનાએ આ ચુંટણીને એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો હતો.
એ યાદ રહે કે ગૌમાંસ પ્રતિબંધથી લઇ પાકિસ્તાની કલાકારના મુદ્દા પર ભાજપ અને શિવસેનામા ંતનાતનીની સ્થિતિ છે.