કાશ્મીરના ખીણ વિસ્તારમાં હિંસક પ્રદર્શન

ઉધમપુરમાં પેટ્રોલ બોંબના હુમલામાં મૃત્યુ પામેલા ટ્રક ડ્રાઈવરની અંતિમવીધીવેડા આજે હિંસા ભડકી ઉઠી હતી. હિંસા દરમિયાન ભારે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ હતી. થોડાક સમય સુધી શાંતિ જળવાયા બાદ આજે ફરી એકવાર કાશ્મીર ખીણમાં તંગદીલીપૂર્ણ સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં દેખાવકારો મેદાનમાં આવી ગયા હતા. સુરક્ષાદળો સાથે હિંસક અથડામણ થઈ હતી. કર્ફ્યુ જેવી સ્થિતિ આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.
અલગતાવાદી નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખૂબ જ તંગ રહી હતી. કારણકે, શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર ટ્રાફિકને રોકવાની ફરજ પડી હતી. અનંતનાગમાં અથડામણ સર્જાઈ હતી. બનિહાલ પટ્ટાથી કાશ્મીર સુધીની ટ્રેન સેવાને પણ રોકવામાં આવી હતી. અનંતનાગમાં ગઈકાલે હિંસાની શરૂઆત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કન્ડકટર જાહીદ અહેમદ ભટ્ટનું દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ભટ્ટ અને અન્ય કાશ્મીરી શૌકત અહેમદ દારને ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજા થઈ હતી. પેટ્રોલ બોંબથી આ હુમલો કરાયો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે ઉપર આ હુમલો કરાયો હતો. જાહિદનો મૃતદેહ વિમાનમાં દિલ્હીથી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દફનવિધી કરવામાં આવી હતી. પાકિસ્તાની ધ્વજ પણ એ વખતે જોવામાં આવ્યા હતા. જોકે સત્તાવાળાઓએ શાંતિપૂર્ણ રીતે દફનવિધી પાર પાડવામાં સફળતા મેળવી હતી. દફનવિધી બાદ દેખાવકારો અને પોલીસ વચ્ચે અનંતનાગ અને આસપાસના વિસ્તારમાં હિંસાની શરૂઆત થઈ ગઈહતી.