બીફ પાટર્ી મુદ્દે રાશીદનું મોં કાળું કરાયું

શ્રીનગરમાં બીફ પાર્ટીનું આયોજન કરનાર અપક્ષ જમ્મુ-કાશ્મીરના ધારાસભ્ય એન્જિનીયર રાશિદ ઉપર આજે દિલ્હીમાં હિન્દુ શિવસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રેસ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમવેળા એન્જિનીયર રાશિદ ઉપર શ્યાહી (ઈન્ક) અને મોબીલ ઓઈલ ફેંકવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવના કારણે ભારે સોંપો પડી ગયો હતો. એક પખવાડિયાની અંદર જ આ ધારાસભ્ય ઉપર બીજી વખત હુમલો કરાયો છે. ધારાસભ્ય રાશીદ પાટનગરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. આ હુમલાની જવાબદારી વિષ્ણુ ગુપ્તાના નેતૃત્વમાં હિન્દુ શિવસેના દ્વારા કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં બીફ પાર્ટીનું આયોજન કરવા બદલ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની અંદર ભાજપના ધારાસભ્યો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. આ બીફ પાર્ટીમાં ઘણા લોકોને આમંત્રણ પણ અપાયંુ હતુ. સરકારી સર્કિટ હાઉસ ઉપર આયોજિત કાર્યક્રમમાં બીફ પાર્ટીનું આયોજન કરાયું હતું. રાશીદ અને તેના સમર્થક દ્વારા હુમલો કરાયા બાદ તેમના સમર્થકોની સાથે જોરદાર દેખાવો કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પૂર્વગામી નેશનલ કોન્ફરન્સના લીડર ઓમર અબ્દુલ્લા દ્વારા આ બનાવની ભારે ટીકા કરાઈ હતી. આજે હુમલો કરવામાં આવ્યા બાદ આ બનાવને લઈને મોદી સરકારની ફરી એકવાર ચારેયબાજુ ટીકા થઈ રહી છે. હિન્દુ સેનાના નેતા વિષ્ણુ ગુપ્તાએ મોડેથી હુમલાની જવાબદારી સ્વિકારી હતી. મોડેથી દિલ્હી પોલીસે આ કેસના સંબંધમાં બે લોકોની અટકાયત કરી હતી.
નારાજ થયેલા રાશીદે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, સુધેન્દ્ર કુલકર્ણી સાથે જે બન્યું હતું તે તેમની સાથે બન્યું છે. ભારત ક્યાં ઉભું છે તે વિશ્વ જોઈ રહ્યું છે. પાકિસ્તાનમાં તાલિબાની ગતિવિધીનો આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં પણ આવી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. રાશિદે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીનાહની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે મહાત્મા ગાંધીના ભારતમાં વિશ્વાસ કરીએ છીએ. તોગડીયા અને હિન્દુ મહાસભામાં વિશ્વાસ કરતા નથી. ઝીનાહને તેઓ સલામ કરે છે. તેઓએ અલગ પાકિસ્તાનની રચના કરી હતી. કારણકે તેઓ જાણતા હતા કે આ લોકો ભારતમાં મુસ્લિમોને રહેવા દેશે નહીં. વડાપ્રધાન મોદીએ દેશ સમક્ષ માફી માંગવી જોઈએ.