ફાર્મા કંપનીઓ તબીબોને ગિફટ આપી શકશે નહીં

નરેન્દ્ર મોદી સરકાર યુનિફોર્મ માર્કેટિંગ પ્રેક્ટિસ કોડને અમલી કરવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે જેના ભાગરુપે ફાર્મા કંપનીઓને ફરજિયાતપણે આ પ્રેક્ટિસ કોડ પાડવા પડશે જેનાથી ફાર્મા કંપનીઓ તબીબોને કોઇપણ પ્રકારની ગિફ્ટ, રોકડ રકમ અથવા તો અન્ય કોઇ સુવિધા આપી શકશે નહીં. ફાર્મા કંપનીઓ ખુબ જ નારાજ દેખાઈ રહી છે. તબીબોને ગિફ્ટ આપવાથી ફાર્મા કંપનીઓને રોકવાના હેતુસર આ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ દ્વારા યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસની તૈયારી કરી લેવામાં આવી છે. ફાર્મા કંપનીઓ દ્વારા જુદા જુદા વિકલ્પ પર ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી કંપનીઓ માટે કેટલીક બાબતોને ફરજિયાત કરવામાં આવનાર છે. આ કોડમાં સેમ્પલ તરીકે દવાઓને આપવાથી પણ કંપનીઓને રોકવામાં આવશે. આ સેમ્પલોનો ઉપયોગ ડિપ્રેશનની સારવાર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દવાઓ પણ સેમ્પલ તરીકે તબીબોને આપવામાં આવે છે.
કોડ મુજબ કંપનીઓને તબીબોને કોઇપણ પ્રકારના વિદેશી પ્રવાસની ઓફર અથવા તો અન્ય કોઇ લાભ અથવા તો અન્ય કોઇપણ પ્રકારની ગિફ્ટ આપી શકાશે નહીં. જો કોઇ કંપની આ પ્રકારની પ્રક્રિયામાં સામેલ દેખાશે તો એસોસિએશનમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવશે. હાલમાં ફાર્મા કંપનીઓ યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસને પાળે છે પરંતુ હવે આગામી થોડાક મહિનામાં અને ફરજિયાત કરી દેવામાં આવશે. વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર કોડને તૈયાર કરવા ફરી પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિને આને ફરજિયાત બનાવી દેવામાં આવશે. વિભાગ દ્વારા તમામ સંબંધિતો સાથે વાતચીત કરવામાં આવશે જેમાં ઇન્ડસ્ટ્રી, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્યોનો સમાવેશ થાય છે. ચર્ચાઓ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, હેલ્થ મિનિસ્ટ્રી અને એનજીઓ સાથે પણ થશે. માર્કેટિંગ કોડમાં મેડિકલના સાધનોના સેક્ટરને પણ આવરી લેવામાં આવે છે.