સદાબહાર રેખાના જન્મદિવસે ચાહકોનો શુભેચ્છા વરસાદ

ભાનુરેખા ગણેશન મુખ્ય રીતે રેખા તરીકે બોલિવૂડમાં જાણીતી રહી છે. બોલિવૂડની વિતેલા વર્ષોની ગ્લેમર ગર્લ રેખા આજે પણ ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે. ૧૦મી ઓક્ટોબર ૧૯૫૪ના દિવસે જન્મેલી રેખા આજે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. રેખાને તેમના જન્મદિવસ પર તમામ ચાહકોએ શુભેચ્છા આપી છે. રેખા પર અભિનંદનનો વરસાદ સવારે જ શરૂ થઇ ગયો હતો. જે દિવસભર જારી રહ્યો હતો. ભારતીય મીડિયામાં સેક્સ સિમ્બોલ તરીકે રેખા ચમકતી રહી છે. ૧૯૭૦ના દશકા બાદથી રેખા બોલિવૂડમાં છવાઈ ગઈ હતી. તેના જન્મ દિવસે ચાહકોએ રેખાને શુભેચ્છા આપી છે.
હિન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી પૈકીની એક તરીકે રેખાને ગણવામાં આવે છે. રેખાએ ૧૯૬૬માં તેલુગી ફિલ્મ રંગુલા રત્નામ સાથે કેરિયર શરૂ કરી હતી. ૧૯૭૦માં તે સાવન ભાદો ફિલ્મમાં પ્રથમ વખત અભિનેત્રી તરીકે નજરે પડી હતી. શરૂઆતની ફિલ્મોમાં સફળતા નહીં મળતાં તે ઓછી જાણીતી રહી હતી. પરંતુ ૭૦ બાદ તે છવાઈ ગઈ હતી. અમિતાભ બચ્ચન સાથે તેની જોડીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. ૪૦ વર્ષ સુધી બોલિવૂડમાં રહી ચૂકેલી રેખા ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રેખાને ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે. એક સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ તે જીતી ચૂકી છે. રાષ્ટ્રી ફિલ્મ ફેર એવોર્ડ પણ રેખા શ્રેષ્ઠ અભિનેત્રી માટે જીતી ચૂકી છે.
ચેન્નાઈમાં જન્મેલી રેખા તમીલ અભિનેતા જૈમીની ગણેશન અને તેલુગી અભિનેત્રી પુષ્પાવલ્લીની પુત્રી છે. એક અભિનેતા તરીકે જૈમીની ગણેશન પણ ખૂબ લોકપ્રિય થયા હતા.
રેખા ૧૯૭૬માં અમિતાભ સાથે દો અન્જાનેમાં નજરે પડી હતી. ૧૯૭૮માં રેખાએ ઘર ફિલ્મમાં બળાત્કારનો શિકાર થયેલી યુવતીની યાદગાર ભૂમિકા ભજવી હતી. રેખાની આ પ્રથમ મોટી સિદ્ધી હતી. રેખા પોતાની એક્ટિંગ કુશળતા માટે જાણીતી રહી હતી. વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર તરફથી રેખાને પદ્મા શ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. ૬૦ વર્ષે પહોંચી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ છે. હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહી છે. ટુંક સમયમાં તેની ફિલ્મ રજૂ થશે.રેખા વર્ષ ૧૯૬૬થી સક્રિય રહી છે. રેખાએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનુ ટુંકા ગાળામાં જ અવસાન થયું હતુ. તેની કેરિયર હમેંશા શાનદાર રહી હતી.