ટ્યુનિશિયાના નેશનલ ડાયલોગ ક્વોર્ટેટને નોબેલ શાંતિ પુરસ્કાર

ટ્યુનિશીયાના નેશનલ ડાયલોગ ક્વોર્ટેટને નોબેલ શાંતિથી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય કરાયો છે. ટ્યુનિશીયાના ચાર સંગઠનના ગ્રુપ નેશનલ ડાયલોગ ક્વોર્ટેટને આ પુરસ્કાર આપવામાં આવનાર છે. નોબેલ કમિટીએ કહ્યું છે કે, ટ્યુનિશીયામાં ૨૦૧૦ અને ૧૧માં અરબ સ્પ્રીંગ બાદ આ સંગઠનના લોકોની વચ્ચે શાંતિપૂર્ણ મંત્રણાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.
નોબેલ કમિટી તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્યુનિશીયાની સિવિલ સોસાયટીમાં યુજીટીટી, યુટીઆઈસીએ, એલટીડીએચ અને ટ્યુનિશીયા ઓર્ડર ઓફ લોયર્સના સંગઠન ખૂબ જ સક્રિય હતા. ૨૦૧૩માં આની રચના કરાઈ હતી. એ વખતે દેશમાં લોકશાહી વ્યવસ્થા ખતરામાં હતી. આ સંગઠને સામાજિક અને રાજકીય ઉથલપાથલના દોરમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. લોકશાહી વ્યવસ્થાનો માર્ગ મોકળો કર્યો હતો. આજ કારણસર ટ્યુનિશીયામાં ઓછા સમયે બંધારણીય વ્યવસ્થા અને મૂળ અધિકારો આપનારી સરકારની રચના થઈ હતી. કમિટીએ કહ્યું છે કે, હાલમાં ટ્યુનિશીયાની સામે ગંભીર રાજકીય, આર્થિક અને સુરક્ષા સંબંધિત ખતરાઓ છે. એવી આશા છે કે આ પુરસ્કારથી ટ્યુનિશીયામાં લોકશાહી સ્થાપિત કરવામાં મદદ મળશે. આનાથી મધ્ય પૂર્વ અને ઉત્તરીય આફ્રિકામાં શાંતિ અને લોકશાહી સ્થાપિત કરવામાં મદદ મળશે.