લાલુ બિહારને રિમોટથી ચલાવવા માગે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં આક્રમક ચુંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. સસારામમાં ચુંટણી રેલીને સંબોધતા મોદીએ આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ, મુખ્યમંત્રી નિતિશકુમાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ૬૦ વર્ષમાં જે બર્બાદી રાજ્યમાં થઈ છે તેના માટે બિહારની વર્તમાન સરકાર જવાબદાર રહી છે. એનડીએને મત આપીને ૬૦ મહિના આપવા મોદીએ મતદારોને અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ તમામ બર્બાદીને દૂર કરી દેવામાં આવશે. ૬૦ મહિનાના ગાળામાં જ બિહાર વિકાસના માર્ગ પર આગળ વધી જશે. મોદીએ કહ્યું હતું કે, જે વિભાગમાં પોલીસ અધિકારીને પણ સુરક્ષા નથી ત્યાં સુરક્ષાની વાત કરવી યોગ્ય રહેશે નહીં. જંગલરાજની સ્થિતિ રહેલી છે.
મોદીએ કહ્યું હતું કે, બિહારને બર્બાદ કરનાર લોકોને બોધપાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. મોદીએ રેલીને સંબોધતા કહ્યું હતું કે, લોકો સુપ્રીમ કોર્ટ સમાન છે. બિહારને બર્બાદ કરનાર લોકોને સજા આપવાનો સમય આવી ગયોછે. મહાગઠબંધન ઉપર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, આ મહાગઠબંધનને અહીંના પાણીની પડી નથી. સાથે-સાથે અહીંની જવાનીની પણ પડી નથી. લાલુ આ ચુંટણીમાં બહાર કેમ છે. તેઓ પ્રશ્ન મોદીએ કર્યો હતો.
લાલુએ એવું શું કર્યું કે તેમને ચુંટણીની બહાર રહેવાની ફરજ પડી છે. લાલુ હવે બિહારને રિમોટથી ચલાવવા માંગે છે. પરંતુ હવે આ બધું ચાલશે નહીં. લાલુ કહે છે કે, તેઓ બિગબોસ તરીકે છે.
વડાપ્રધાને કહ્યું હતું કે હવે બિહારને જંગલરાજની નહીં વિકાસરાજની જરૂર છે. આ મહાસ્વાર્થ બંધનને બિહારમાં ખૂબ લાંબો સમય થઈ ચુક્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પદથી જીતનરામ માંજીને દૂર કરવા બદલ નિતિશકુમાર ઉપર પણ મોદીએ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દલીતો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. એ પ્રસંગે જીતનરામ માંજી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું તું કે, અહંકારીઓને પરાજયનો સામનો કરવો પડશે. પોલીસકર્મચારી પર ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, બિહાર હાલમાં અપરાધના સકંજામાં છે. આ વર્ષે જાન્યુઆરીથી લઈને હજુ સુધી અપહરણના ૪ હજાર કેસ બની ચુક્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, મહાગઠબંધનના ત્રણ પક્ષો અલગ-અલગ સમયે એકબીજાની સામે રહ્યા છે. હવે સત્તા માટે એકસાથે આવ્યા છે.