ધર્મ-જાતિને સત્તા મેળવવાનું હથિયાર ન બનાવોઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આતંકવાદને પુરી દુનિયા માટે સૌથી મોટો ખતરો બતાવતા સમગ્ર દુનિયાને તેની વિરૂધ્ધ એક થઇ લડવાની અપીલ કરી છે.જોર્ડનના એક અખબારને આપેલ મુલાકાતમાં રાષ્ટ્રપતએ કહ્યું છે કે રાજનીતિ માટે જાતી અથવા ધાર્મિક ભાવના ઉશ્કેરવી કયારેય સ્વીકાર્ય હોઇ શકે નહીં.
મુલાકાતમાં તેમણે કહ્યું કે આતંકવાદથી આજે કોઇ એક અથવા બે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રભાવિત થઇ રહ્યું છે અને આ માનવતા માટે સૌથી મોટો ખતરો બની રહ્યું છે.આતંકવાદ પર ચિંતા વ્યકત કરતાં તેમણે કહ્યું કે પુરી દુનિયામાં આતંકી ઘટનાઓ વધી રહી છે તેનાથી દક્ષિણ એશિયા પણ બાકાત રહ્યું નથી. રાષ્ટ્રપતિની આ મુલાકાત આજે પ્રકાશિત કરવામાં આવી છે.એ યાદ રહે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ૧૦ ઓકટોબરથી ૧૫ ઓકટોબર સુધી ડોર્ડન ફિલીસ્તીન અને ઇઝરાઇલના પ્રવાસ પર રહેશે.
મુલાકાતમાં તેમણે કહ્યું કે સીરિયા અને ઇરાક સહિત સમગ્ર વિશ્વમાં આતંકીઓની સપ્લાઇ ખુબ ચિંતાનો વિષય છે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો માર સહન કરી રહ્યું છે મુલાકાતમાં તેમણે સીમા પારથી થઇ રહેલ આતંકવાદી ગતિવિધિઓનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે જોર્ડન અને ભારત આ સંબંધમાં ધણુ બધુ સમાન દ્‌ષ્ટિથી વિચારે છે.
અમારો સિરિયા અને મધ્ય એશિયા પર સમાન વિચાર છે આ મુલાકાતમાં તેમણે તે લોકોની કડક ટીકા કરી જે સત્તા મેળવવા માટે ધર્મ અને જાતીય ભાવનાઓને ઉશ્કેરવાથી દુર રહેતા નથી. તેમણે કહ્યું કે તેને કયાંયથી પણ યોગ્ય કરી શકાય નહીં.
રાષ્ટ્રપતિએ જોર્ડન અને ભારત સુરક્ષા અને આતંકવાદની વિરૂધ્ધ લડાઇના મુદ્દા પર બંન્ને દેશો સાથે આવવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દા પર જોર્ડનને ભારત સહયોગ આપવા ઇચ્છે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ પણ ઇચ્છે છે કે ડોર્ડનથી થનાર વ્યાપારને બે બિલિયન ડોલરથી વધારા પાંચ બિલિયન ડોલર કરવામાં આવે.