વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મોદીનો સમાવેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ૧૩માં ક્રમાંક પર રહ્યા છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકાની ફેડરલ રીઝર્વના ચેરમેન જેનેટ યેલેન રહ્યા છે. મોદી વિશ્વભરમાં દિનપ્રતિદિન તેમની લોકપ્રિયતા સતત વધારી રહ્યા છે. વિશ્વના શક્તિશાળી નેતાઓમાં તેઓ સ્થાન મેળવી રહ્યા છે. અમેરિકા સહિત દરેક દેશની યાત્રા દરમિયાન મોદી ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મોદી હાલમાં જ અમેરિકામાં ફેસબુક અને ગુગલની ઓફિસમાં પણ પહોંચ્યા હતા. તેમનુ દરેક જગ્યાએ જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.
હવે નવી જાહેર કરવામાં આવેલી અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાની યાદીમાં તેઓ ૧૩માં ક્રમાંકે રહ્યા છે. આ યાદીમાં બીજા ક્રમાંક પર ચીનના પ્રમુખ શિ ઝિનપિંગ રહ્યા છે. જ્યારે ટીમ કુક યાદીમાં ત્રીજા સ્થાન પર રહ્યા છે. આ યાદીમાં ટોપના સ્થાને રહેલા લોકોની વાત કરવામાં આવે તો બ્લેકસ્ટોનના સીઇઓ અને સહસ્થાપક લેરી ફિન્ક ચોથા સ્થાને છે. આવી જ રીતે વિશ્વના સૌથી ટોપ મુડીરોકાણકારો પૈકીના એક એવા વારેન બફેટ યાદીમાં પાંચમાં સ્થાને છે. બર્કશાયરના વારેન બફેટની લોકપ્રિયતા આજે પણ યથાવત રહી છે. તેઓ અમેરિકાના સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ છે. આવનાર દિવસોમાં મોદી તેમની લોકપ્રિયતામાં સતત વધારો કરી શકે છે.
આજે તેમની લોકપ્રિયતા અને ભારત દ્વારા હાલમાં લેવામાં આવેલા પગલાના કારણે વિશ્વના દેશો પ્રભાવિત છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે છે. ભારતમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની પણ નોંધ લેવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા જેવી પહેલના કારણે ભારતની છાપ મજબુત થઇ રહી છે. વિશ્વના દેશો રોકાણ કરવા માટે આગળ આવી રહ્યા છે. સરકાર વેપારલક્ષી બનેલી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર જુદા જુદા ક્ષેત્રોમાં સુધારાને ઝડપથી આગળ વધારી રહી છે.