ભારતીય સેના વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી સેના બની

વિશ્વમાં ભારતીય સેના હાલમાં પાંચમા નંબરની સૌથી શક્તિશાળી સેના છે. સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ સ્થાન પર છે. જ્યારે આ યાદીમાં રશિયા બીજા સ્થાન પર છે. વૈશ્વિકરણ અંગે ક્રેડિટ સુસે દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ૦.૯૪ના સ્કોર સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે રશિયા ૦.૮ના સ્કોર સાથે બીજા સ્થાને છે. આવી જ રીતે ચીન ૦.૭૯ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે.
ભારતની વાત કરવામાં આવે તો તે ૦.૬૯ના સ્કોર સાથે પાંચમા સ્થાને છે. આ અહેવાલ બાદ ભારતીય સેનાની શક્તિથી પાકિસ્તાનને સાવધાન થઇ જવાની જરૂર છે. સાથે સાથે પાકિસ્તાનને ભારતની શક્તિની અવગણના ભારે પડી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરગ પર ગોળીબારના કારણે વારંવાર ખેંચતાણની સ્થિતી રહી છે. પાકિસ્તાને અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કર્યો છે. જેમાં ખુવારીપણ થઇ છે. આવી સ્થિતીમાં પાકિસ્તાનને હવે સાવધાન થઇ જવાની જરૂર છે. પાકિસ્તાન ભારત કરતા ખુબ પાછળ છે. તે ૦.૪૧ના સ્કોર સાથે ૧૧માં સ્થાને છે.
વિશ્વમાં હાલમાં શસ્ત્રોને લઇને ઘટાડો કરવાની પહેલ વિશ્વભરમાં થઇ રહી છે. સાથે સાથે હથિયારો વધારી દેવી સ્પર્ધા પણ ગુપ્તરીતે ચાલી રહી છે. આવી સ્થિતીમાં આ આંકડા તમામને ચોંકાવે તેવા રહ્યા છે. ખાસ કરીને ભારતની સ્થિતીને લઇને પાકિસ્તાનને સાવધાન થવાની જરૂર છે. કારણ કે ભારતની લશ્કરી તાકાત આજે પાંચમા સ્થાને છે.