ભારત ૨૬/૧૧ બાદ પાક. પર હવાઇ હુમલા કરવાનું હતુંઃ કસૂરી

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમુદ કસુરીએ દાવો કર્યો છે કે મુંબઇ હુમલા બાદ ભારત પોતાના પડોસી દેશ પાકિસ્તાન હવાઇ હુમલો કરાવનાર હતું.તેમણે કહ્યું કે તેમણે આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચુકેલ જોન મેક્કેનના નેતૃત્વવાળા એક અમેરિકી પ્રતિનિધિમંડળને બતાવી હતી.
કસુરીના જણાવ્યા અનુસાર મૈકકેને આશંકા વ્યકત કરી હતી કે ભારત લાહૌરની નજીક મુર્દિકેમાં જમાત ઉદ દાવા અને લશ્કર એ તોઇબાના મુખ્ય મથકો પર સર્જિકલ હવાઇ હુમલા કરી શકે છે.
એક ટીવી ચેનલ ટુ ધ પોઇન્ટ કાર્યક્રમમાં કરન થાપર સાથેની વાતચીતમાં કસુરીએ કહ્યંુ હતું કે મુંબઇ હુમલા બાદ અમેરિકી પ્રતિનિધિમંડળ લાહૌર પહોંચ્યા હતાં જેમાં રિપબ્લિકન સીનેટર લિંડસે ગ્રાહમ અને અફગાનિલ્તાન તથા પાકિસ્તાન માટે અમેરિકાના વિશેષ દુત રિચર્ડ હોલબ્રુક પણ સામેલ હતાં.
કસુરીએ પોતાનું પુસ્તક નાઇધર એ હોક,નોર એ ડોવના વિમોચન કરવાના એક અઠવાડીયા પહેલા કહ્યું હતું કે હું ત્યારે વિદેશ મંત્રી ન હતો.મને એક અમેરિકી રાજદ્વારીનો ફોન આવ્યો હતો કે ફલાં ફલાં આવી રહ્યાં છે અમે પહેલા તમારી સાથે વાત કરવા ઇચ્છીશું. તેમણે મેકકૈનના હવાલા પરથી કહ્યું કે અમે ભારત થઇ આવીશું જયાં ખુબ વધુ આક્રોશ છે મુર્દિકે પર સીમિત હુમલા થઇ શકે છે,કસુરીના જણાવ્યા અનુસાર તેમણે મૈકકેનને કહ્યું હતું કે પાકિસ્તાનની સેના પોતાના ક્ષેત્રમાં હુમલાની સ્થિતિમાં યોગ્ય જવાબ આપશે
કસુરીએ દાવો કર્યો હતો કે તેમણે પ્રતિનિધિમંડળને કહ્યું હતું કે પેંટાગોન આ બાબતમાં સીધી પાકિસ્તાન સેનાની મુખ્ય કચેરીથી વાત કરો કસુરીના પુસ્તક પાકિસ્તાનમાં ગત મહીને લોન્ચ થઇ ચુકયુ છે ભારતમાં આ સાત ઓકટોબરે લોન્ચ થશે તેમને પુછ વામાં આવ્યું કે જો નરેન્દ્ર મોદી સરકાર પાકિસ્તાનના આતંકી સ્થળો પર લશ્કરી કાર્યવાહી કરશે તો તેનું વલણ શું રહેશે તેના જવાબમાં કસુરીએ કહ્યું કે મુશ્કેલીઓનો પહાડ તુટી પડશે મોટી લડાઇ શરૂ થશે.બંન્ને દેશો વચ્ચે યુધ્ધ શરૂ થઇ જશે.