શ્રૃતિ હસને ‘બાદશાહો’ ફિલ્મ અંતે છોડી

વેલકમ બેકની જોરદાર સફળતા બાદ અભિનેત્રી શ્રુતિ હસન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. તેની પાસે ફિલ્મોની લાંબી લાઇનો લાગેલી છે. તે માત્ર હિન્દી ફિલ્મો જ મેળવી રહી નથી બલ્કે તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ મોટી સફળતા મેળવી રહી છે. હવે પ્રાપ્ત અહેવાલ મુજબ શ્રુતિએ બાદશાહો નામની ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મ શ્રુતિએ કેમ છોડી તે અંગે બોલિવુડમાં ચર્ચા જોવા મળી રહી છે. શ્રુતિનુ સમગ્ર ધ્યાન હવે સતત સારી ફિલ્મો કરવા પર કેન્દ્રિત થયુ હોવાનુ જાણવા મળ્યુ છે. જેથી તે નાના રોલની ફિલ્મોમાં કામ કરી રહી નથી. તેની પાસે મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં તો તે સુપરસ્ટાર તરીકે ઉભરી આવી છે. શ્રુતિએ મિલાન લુથારિયાની ફિલ્મ બાદશાહોમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધોછે.શ્રુતિ ફિલ્મમાં તેની પોતાની ભૂમિકામાં કરવામાં આવેલા ફેરફારથી ખુશ ન હતી. હકીકતમાં તેની મિલાન સાથે કેટલીક બેઠકો થઇ હતી. પહેલા તેની ભૂમિકા અંગે તેને જે કહેવામાં આવ્યુ હતુ તેનાથી તે ખુશ હતી જો કે મોડેથી ફિલ્મમાં તેના રોલમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફિલ્મની મૂળભૂત પટકથાને શ્રુતિએ નિહાળતા તેમાં કેટલાક ફેરફાર હતા. જેના કારણે તે ખુશ ન હતી. આખરે ફિલ્મ છોડી દીધી છે.

આ સંબંધમાં મિલાન સાથે વાતચીત કરવામાં આવી હતી. જો કે તેની વાત સાંભળવામાં આવી ન હતી. જેથી શ્રુતિએ આખરે આ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો હતો. ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. તે જોન અબ્રાહમ સાથે રોકી હેન્ડસમાં હાલ કામ કરી રહી છે. તેની પાસે તમીળ ફિલ્મ પુલી પણ છે.