દેશમાં ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચથી સારવાર કરી રહ્યા છે

તાજેતરમા ંજ કરવામાં આવેલા નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચ મારફતે સારવાર આપી રહ્યા છે. જેને ડિજીટલ ક્રાન્તિ કહી શકાય છે અથવા તો મેડિકલ ક્ષેત્રની મજબુરી તરીકે પણ આને ગણી શકાય છે. એશિયાભરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૯૦ ટકા તબીબો ઇન્ટરનેટ સર્ચ પર આધારિત થઇ ગયા છે. સારવાર કરવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવે છે અને નેટ સર્ચ પર આધારિત છે. રેફરન્સ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ એન્ડ સર્જરી હેઠળ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તબીબો સારવાર દરમિયાન ક્યાં ક્યા માધ્યમોનો ઉપયોગ કરે છે. ક્યા માધ્યમ પર વધારે વિશ્વાસ રાખે છે.
અભ્યાસમા ંદાવો કરવામાં આવ્યો છે કે તબીબો એક દિવસના કામમાં આશરે છ પ્રોફેશનલ સર્ચ કરે છે. એવુ પણ પણ જાણવા મળ્યુ છે કે ૫૮ ટકા ફિજિશિયન સિસ્ટમ પર જ નેટ સર્ચ કરીને વિશ્વાસ મેળવે છે. જ્યારે ૧૪ ટકા હજુ પણ પ્રકાશિત માધ્યમ પર વિશ્વાસ રાખે છે.
ત્રણ પૈકી એક તબીબે જવાબમાં કહ્યુ છે કે તે દર્દીઓની સારવાર દરમિયાન મોબાઇલ હાથમાં રાખે છે અને સમસ્યા દેખાતા સર્ચ કરી લે છે. સર્વેમાં કહેવાયુ છે કે જો તબીબો સારવાર દરમિયાન નેટ સર્ચનો ઉપયોગ કરી રહ્યા છે તો ચોક્કસ સારી બાબત છે. આના કારણે તબીબોને નવી નવી ટેકનોલોજી જાણવાની તક મળી શકે છે. આજે નેટ પર નવી નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવી રહી છે.