હવે ગ્લોબલ સીઇઓના વચનો પાળવા માટે પીએમઓ સક્રિય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાથી પરત ફર્યા બાદ ગ્લોબલ સીઈઓને કરવામાં આવેલા વચનોને પાળવા માટે પીએમઓ સજ્જ છે. ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓને કરેલા વચનો ઉપર કામ કરવાની શરૂઆત પીએમઓ દ્વારા કરી દેવામાં આવી છે. સરકાર મેક ઈન ઈન્ડિયાની કોઈપણ કિંમતે સફળ બનાવવા ઈચ્છુક છે. જેથી પીએમઓ આને સફળ બનાવવા સક્રિય છે.
કેબિનેટ મંત્રી પીકે મિશ્રા આ સંબંધમાં પહેલી ઓક્ટોબરના દિવસે ૨૦ મંત્રાલયોની સાથે બેઠક કરશે. આવતીકાલે મળનારી આ બેઠકમાં મેક ઈન્ડિયાને ગ્રાઉન્ડ લેવલ પર લઈ જવાના પાસા પર ચર્ચા થશે. આ પ્રોગ્રામ માટે જે ૨૫ સેક્ટરોની ઓળખ કરવામાં આવી છે. તેમાં ઘણા મંત્રાલયો જોડાયેલા છે. મોદી અમેરિકાની યાત્રા દરમિયાન વચન આપી ચુક્યા છે કે, નિતીગત મામલાઓને લઈને તેમની ફરિયાદોને દૂર કરવામાં આવશે. ડી રેગ્યુલેશનના પ્રયાસો પણ કરવામાં આવશે. ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ સાથેની બેઠકમાં કંપનીવડાઓએ ટેક્સ પોલીસી ઉપર ચિત્ર સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું.
ઉપરાંત ટેન્ડર પ્રક્રિયાને ઝડપી કરવા માટે કહ્યું હતું. લોકલ મેન્યુફેક્ચરીંગના નિયમ સરળ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.