અમેરિકામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં હકારાત્મક પરિણામ મળ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાની તેમની ઐતિહાસિક સાબિત થયેલી યાત્રાને પૂર્ણ કરી હતી અને સ્વદેશ માટે રવાના થયા હતા. મોદીએ સવારમાં અમેરિકાની યાત્રા પૂર્ણ કરતી વેળા શ્રેણીબદ્ધ ટ્‌વીટ કરીને અમેરિકાની યાત્રા અંગે માહિતી આપી હતી. મોદીએ કહ્યુ હતુ કે શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી હતી. અને આ કાર્યક્રમના હકારાત્મક પરિણામ મળ્યા છે. જેનો લાભ આવનાર સમયમાં ભારતને મળનાર છે. ભવ્ય અને શાનદાર સ્વાગત કરવા બદલ મોદીએ અમેરિકાના લોકોનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યુ હતુ કે તેમને અને તેમના પ્રતિનિધીમંડળને જે રીતે સ્વાગત મળ્યુ છે તે ભવ્‌ છે. આજે સવારે મોદી જહોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય વિમાનીમથકથી નવી દિલ્હી માટે રવાના થયા હતા. ટુંકા ગાળા માટે ફ્રેનકફુર્ટ ખાતે રોકાશે. ત્યારબાજ દિલ્હી માટે સીધી રીતે રવાના થશે. તેમની પાંચ દિવસની યાત્રાના પાંચમા અને છેલ્લા દિવસે મોદીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર શાંતિ શિખરને સંબોધી હતી. જેમાં મોદીએ ફરીએકવાર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સુધારાની વાત કરી હતી. અગાઉ દિવસમાં મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સાથે વાતચીત કરી હતી. બરાક ઓબામા અને મોદીએ એકબીજાને ગળે મળીને વાતચીતને આગળ વધારી હતી. જેમાં ત્રાસવાદ અને ક્લાઇમેટ ચેંજના મુદ્દા પર વાત થઇ હતી. તેમની વચ્ચે આશરે એક કલાક સુધી વાતચીત ચાલી હતી. મોદીએ કહ્યુ હતુ કે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદના દાવાને ટેકો આપવા માટે તૈયાર છે. તે પહેલાં મોદીએ ફ્રાન્સના પ્રમુખ હોલાન્ડે સાથે બેઠક કરી હતી.
આ ઉપરાંત બ્રિટેનના વડાપ્રધાન ડેવીડ કેમરુન સાથે પણ બેઠક યોજી હતી. મોદીએ સાનફ્રાન્સિસ્કો અને નવી દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત પણ કરી હતી. તેમની બીજી અમેરિકા યાત્રાના ભાગરૂપે સીલીકોનવેલીમાં દિગ્ગજો સાથે બેઠક યોજી હતી. મોદી સાથે બિલ ગેટ્‌સે વાતચીત કરી હતી.ભરચક કાર્યક્રમોમાં મોદી વ્યસ્ત રહ્યા હતા.