અમેરિકામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં હકારાત્મક પરિણામ મળ્યાઃ મોદી

અમેરિકામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં  હકારાત્મક પરિણામ મળ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાની તેમની ઐતિહાસિક સાબિત થયેલી યાત્રાને પૂર્ણ કરી હતી અને સ્વદેશ માટે રવાના થયા હતા. મોદીએ સવારમાં અમેરિકાની યાત્રા પૂર્ણ કરતી વેળા શ્રેણીબદ્ધ ટ્‌વીટ કરીને અમેરિકાની યાત્રા અંગે માહિતી આપી હતી. મોદીએ કહ્યુ હતુ કે શ્રેણીબદ્ધ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી હતી. અને આ કાર્યક્રમના હકારાત્મક પરિણામ મળ્યા છે. જેનો લાભ આવનાર સમયમાં ભારતને મળનાર છે. ભવ્ય અને શાનદાર સ્વાગત કરવા બદલ મોદીએ અમેરિકાના લોકોનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યુ હતુ…

Read More

બાંગ્લાદેશમાં આઇએસ દ્વારા ઇટાલીયનની હત્યા

બાંગ્લાદેશમાં આઇએસ  દ્વારા ઇટાલીયનની હત્યા

ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠને બાંગ્લાદેશમાં પોતાની ઉપસ્થિતિ સાબિત કરીને ખળભળાટ મચાવી દીધો છે. બાંગ્લાદેશમાં ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓએ હુમલો કરીને ઈટાલિયન સહાય વર્કરની હત્યા કરી દીધી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા ધરાવતા રાજદ્વારી વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેમના રાજદ્વારીઓની અવરજવર નિયંત્રિત કરવાની પશ્ચિમી દુતાવાસોને ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઢાકાના ગુલશન રાજદ્વારી ઝોનમાં ગઈકાલે સાંજે નજીકના અંતરથી ઈટાલિયન સહાય વર્કર ટાવેલા પર ત્રણ ગોળીઓ છોડવામાં આવી હતી. તેઓ જોગિંગ પર હતા ત્યારે આ…

Read More

સોમનાથ ભારતી બે દિવસના રિમાન્ડ પર

સોમનાથ ભારતી બે  દિવસના રિમાન્ડ પર

દિલ્હીમાં ટ્રાલય કોર્ટે એએપીના ધારાસભ્યો અને ભૂતપૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીને સ્થાનિક હિંસા કેસના સંદર્ભમાં બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે. તેમના પત્નિ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા હત્યાના પ્રયાસના કેસમાં સોમનાથ ભારતી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોર્ટે ભારતીની કસ્ટોડીયલ પૂછપરછ માટેની પોલીસની અરજીને મંજુરી આપી હતી. અગાઉ પોલીસે કહ્યું હતું કે, ચાકુ જેવા કેટલાક હથિયારો મળી આવ્યા છે. જેનાથી તેમની પત્નિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે-સાથે તેમના…

Read More

આઇએસ દિલ્હી-રાજસ્થાનમાં હુમલો કરવાની ફિરાકમાં

આઇએસ દિલ્હી-રાજસ્થાનમાં  હુમલો કરવાની ફિરાકમાં

મુંબઈ વિમાની મથકે ધમકીભર્યો કોલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. બોંબની ધમકી મળ્યા બાદ મુંબઈ વિમાનીમથકે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સીઆઈએસએફના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ એક વણઓળખાયેલી વ્યક્તિએ વિમાની મથકે લેન્ડલાઈન નંબરથી ફોન કર્યો હતો અને એરપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. આ વ્યક્તિએ કહ્યું હતું કે, અંધેરી રેલવે સ્ટેશન નજીક તેને એવું સાંભળ્યુ છે કે મુંબઈ એરપોર્ટ અને હોટલ તાજ ખાતે હુમલા અંગે પાંચ…

Read More

હાદિર્કને વધુ આક્રમક ન બનવા હાઇકોર્ટની ટકોર

હાદિર્કને વધુ આક્રમક ન  બનવા હાઇકોર્ટની ટકોર

ગુજરાત હાઇકોર્ટમા ંથયેલી હેબિયર્સ કોપર્સ અરજીના મામલે ૮ ઓકટોબરની મુદ્‌ત પડી છે આજે હાઇકોર્ટે બંન્ને પક્ષકારોને આરોપો પ્રતિઆરોપોમાં ન પડવા તાકીદ કરી હતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પતાવવા સલાહ આપી હતી.કોર્ટે હાદ્રિક પટેલને વધુ આક્રમક ન બનવા અને પોલીસનું મનોબળ તુટે નહિં તે જોવા જણાવ્યું હતું. હાઇકોર્ટે હાર્દિક પટેલને ટુંકુ સોગંદનામુ કરવા પણ આદેશ આપ્યો હતો. કોર્ટે સુચન કર્યું હતું કે માત્ર સામાન્ય એફિડેવિટ કરી તેઓ તેમની હકીકત મામલે શું કહેવા માંગે છે એ…

Read More

નીતિશની રેલીમાં મોદી તરફી સૂત્રોચ્ચારઃ ચંપલો બતાવાઇ

નીતિશની રેલીમાં મોદી તરફી  સૂત્રોચ્ચારઃ ચંપલો બતાવાઇ

બિહાર વિધાનસભા ચુંટણી માટે આજે મંગળવારે નવાદાના વારસલીગંજ પહોંચેલ મુખ્યમંત્રી નીતીશકુમારની રેલીમાં ભારે હંગામો થયો હતો આ દરમિયાન ત્યાં હાજર ૨૦-૨૫ લોકોએ નીતીશકુમારને ચંપલ બતાવી હતી અને ત્યારબાદમાં મોદી મોદીના સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. નીતીશકુમાર વારસલીગંજમાં મહાગઠબંધન તરફથી જદયુના ઉમેદવાર પ્રદીપકુમાર માટે પ્રચાર કરવા માટે ગયા હતાં નીતીશકુમારે જેવું જ બોલવાનું શરૂ કર્યું કે ભીડમાંથી એક સમૂહે ચંપલ બતાવવાનું શરૂ કર્યું અને આ સાથે જ જોરશોરથી મોદી મોદીના નારા લગાવ્યા હતાં આ નારોથી નીતીશકુમારને પોતાના પ્રવચન…

Read More

RBI રેપોરેટ ૦.૫૦ ટકા ઘટાડતા ઉદ્યોગજગત ખુશ

RBI રેપોરેટ ૦.૫૦ ટકા ઘટાડતા ઉદ્યોગજગત ખુશ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ભારે અપેક્ષા વચ્ચે તેની ચોથી દ્ધિમાસિક નાણાંકીય નિતી સમીક્ષા જારી કરી હતી. જેમાં રીઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને અપેક્ષા કરતા પણ વધારે ૫૦ બેઝિક પોઇન્ટનો ચાવીરૂપ રેપો રેટમાં ઘટાડો કરીને તમામને ચોંકાવી દીધા હતા. રેપો રેટમાં ઘટાડો થતા હવે તમામ લોન વધારે સસ્તી થશે. કાર અને હોમ લોન મેળવી લેવા ઇચ્છુક તમામ લોકોને તહેવારમાં મોટી રાહત મળી ગઇ છે. આજે પોલીસી સમીક્ષા જારી કરતા રાજને રેપો રેટમાં ૫૦ બેઝિક પોઇન્ટનો…

Read More