ઇસરોની સોનેરી સિદ્ધિઃ એસ્ટ્રોસેટનું સફળ લોન્ચિંગ

ભારતના પ્રથમ એસ્ટ્રોનોમી સેેટેલાઈટ એસ્ટ્રોસેટને આજે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને ઇસરોના ટોચના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આની સાથે જ ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. આ પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવ્યાના ૧૧ વર્ષ બાદ એસ્ટ્રોસેટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં સફળતા મળી હતી. આજે સવારે ૧૦ વાગ્યે નિર્ધારીત સમયે શ્રીહરિકોટા ખાતે સતીષ ધવન સ્પેશ સેન્ટરથી એસ્ટ્રોસેટને લઈને પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી-૩૦) રવાના થતાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
પીએસએલવી -સી-૩૦ મારફતે એસ્ટ્રોનેટની સાથે-સાથે અન્ય છ સેટેલાઈટનેે પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. ઉડાણભર્યાના ૨૫ મિનિટના ગાળામાં જ પીએસએલવી- સી-૩૦એ એસ્ટ્રોસેટ અને અન્ય ૪ સેટેલાઈટ જેમાં ૪ યુએસ નેનો સેટેલાઈટનો સમાવેશ થાય છે તેમને યોગ્ય પરીભ્રમણકક્ષામાં ગોઠવી દીધા હતા. આ સેટેલાઈટમાં ઈન્ડોનેશિયાના માઈક્રો સેટેલાઈટ અને કેનેડાના નેનો સેટેલાઈટનો સમાવેશ થાય છે. પ્રથમ વખત અમેરિકાના ઉપગ્રહને પણ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જે મોટી સિદ્ધી સમાન છે.
એસ્ટ્રોસેટ જમીનથી ૬૪૪.૬૫૧ કિલોમીટરની પરિભ્રમણકક્ષામાં ગોઠવાઈ જતા વૈજ્ઞાનિકોમાં ખુશી જોવા મળી હતી. સેટેલાઈટને લઈને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ મીશન સફળ રહ્યું છે. સતીષ ધવન સ્પેશ સેન્ટરના ડિરેક્ટર પી કુન્હીકૃષ્ણને માહિતી આપતા કહ્યું હતું કે, આ ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે. એસ્ટ્રોનેટ દ્વારા બ્લેક હોલના મામલામાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટારબર્થમાં પણ અભ્યાસ કરવામાં આવશે. પાંચ પેલોડ લઈને રવાના થનાર એસ્ટ્રોસેટમાં ઘણી વિશેષતાઓ રહેલી છે. શ્રેષ્ઠ ઈમેજ ઉપલબ્ધ કરાવવા માટે તેમાં નવી ટેકનોલોજી રહેલી છે. પેલોડ દ્વારા આગામી સોમવારના દિવસથી કામગીરી શરૂ કરાશે.
લોન્ચના ૮ દિવસ બાદ તેની કામગીરી શરૂ થશે. ચાર વિદેશી ઉપગ્રહો પણ છે. જે અમેરિકન છે. આ ઉપરાંત એક ઈન્ડોનેશિયા અને એક કેનેડાના ઉપગ્રહો પણ છે. ઈન્ડોનેશિયાના ઉપગ્રહો પર પણ તમામની નજર રહી હતી. પીએસએલવી દ્વારા સવારે ૧૦ વાગ્યે જ સફળતાપૂર્વક ઉડાણ ભરવામાં આવી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે આવનાર દિવસોમાં ઈસરો દ્વારા વધુ ઉપગ્રહો પણ અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે. પાંચ પેલોડ લઈને રવાના થનાર એસ્ટ્રોસેટમાં ઘણી નવી ટેકનોલોજી રહેલી છે. અલ્ટ્રા વોઈલેટ ઈમેજિંગ ટેલીસ્કોપ પર બે ટેલીસ્કોપ લાગેલા છે, જે ખૂબ જ સારા ઈમેજ ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યારે અન્ય ચાર પેલોડની તેમની ચોક્કસ પ્રકારની ભૂમિકા રહેલી છે. અન્ય ચાર પેલોડમાં લાર્જ એક્સરે, પ્રપોશનલ કાઉન્ટર, સોફ્ટ એક્સરે ટેલીસ્કોપ, ચાર્જ પાર્ટીકલ મોનિટરનો સમાવેશ થાય છે.