દેશભરમાં દુંદાળા દેવનું વાજતે ગાજતે વિસજર્ન

દેશભરમાં દુંદાળા દેવનું  વાજતે ગાજતે વિસજર્ન

૧૦ દિવસ સુધી ચાલેલ ગણેશોત્સવનું આજે સમાપન થયું હતું.અનંત ચતુર્દશીના આ પ્રસંગ પર દેશભરમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ૧૦ દિવસ સુધી ભગવાન ગણેશની પુજા અર્ચના કર્યા બાદ આજે તેમની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આજ સવારથી જ પંડાલોમાં ગણેશ ભકતોની ભારે ભીડ ઉમટી પડી હતી. મુંબઇમાં લાલ બાગના રાજાના દર્શન માટે લાંબી લાઇનો જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર…

Read More

મોદી ઇફેક્ટઃ એફડીઆઇમાં ૧૯.૭૮ અબજ ડોલર મળ્યા

મોદી ઇફેક્ટઃ એફડીઆઇમાં ૧૯.૭૮ અબજ ડોલર મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિણામ સ્વરુપે જુદા જુદા દેશોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં એફડીઆઈની જંગી રકમ આવી છે. આનો મતલબ એ થયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસર હેઠળ એફડીઆઈ રકમ સતત વધી રહી છે. મોદીએ જે દેશોની મુલાકાત લીધી હતી તે દેશોમાંથી ૨૦૧૪-૧૫માં એફડીઆઈ સ્વરુપે ભારતને ૧૯.૭૮ અબજ ડોલર મળી ચુક્યા છે. એટલે કે આ રકમ ૧.૩ લાખ કરોડની આસપાસની છે. ડઝનથી વધુ મોટી એફડીઆઈ રકમ મળી છે. ગયા વર્ષે મે મહિનામાં સત્તા સંભાળી લીધા બાદથી મોદીએ ઘણા…

Read More

પાંચ લાખ ગામોમાં લો કોસ્ટ બ્રોડબેન્ડ ટેક્નોલોજી લવાશે

પાંચ લાખ ગામોમાં લો કોસ્ટ બ્રોડબેન્ડ ટેક્નોલોજી લવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિલિકોન વેલીમાં આઈટી દિગ્ગજો સાથે વાતચીતમાં રહ્યા હતા. આ પ્રસંગે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ કહ્યું હતું કે, તેમની કંપની માઇક્રોસોફ્ટ દેશભરમાં પાંચ લાખ ગામો સુધી લોકોસ્ટ બ્રોડબેન્ડ ટેકનોલોજીને રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા નાડેલાએ કહ્યું હતું કે, માઇક્રોસોફ્ટ તમામ બાબતોને વધુ સરળ બનાવી દેવા માંગે છે. તેઓએ કહ્યું હતું કે, માઇક્રોસોફ્ટની યોજના ભારતમાં ૫૦૦૦૦૦ જેટલા ગામોમાં લોકોસ્ટ બ્રોડબેન્ડ કનેક્ટિવીટી રજૂ કરવા ભારતીય સરકાર સાથે ભાગીદારીમાં કામ કરવા…

Read More

વીરભદ્રસિંહના નિવાસસ્થાને વાંધાજનક દસ્તાવેજો મળ્યા

વીરભદ્રસિંહના નિવાસસ્થાને  વાંધાજનક દસ્તાવેજો મળ્યા

સીબીઆઈએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ સામે કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા હોવાના અહેવાલ મળ્યા છે. વ્યાપક દરોડાની કાર્યવાહી ગઇકાલે હાથ ધરવામાં આવ્યા બાદથી કોંગ્રેસની છાવણીમાં ખળભળાટ મચેલો છે. વીરભદ્રસિંહ એવા પ્રથમ મુખ્યમંત્રી છે જે સત્તામાં છે ત્યારે પણ તેમના આવાસ પર દરોડા પડ્યા છે. આરજેડીના વડા લાલૂ યાદવના કેસમાં પણ આવું બની ચુક્યું છે. તે વખતે સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી. વીરભદ્રના આવાસ ઉપર વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે તેવો દાવો કરાઈ રહ્યો છે….

Read More

હજ યાત્રામાં ભારતીયોનો મૃતકાંક વધીને ૩૫ થયો

હજ યાત્રામાં ભારતીયોનો મૃતકાંક વધીને ૩૫ થયો

સાઉદી અરેબિયામાં મક્કા ખાતે હજ ભાગદોડની હોનારતમાં માર્યા ગયેલા ભારતીય હજ યાત્રીઓની સંખ્યા વધુ સાત હજ યાત્રીના મોત સાથે વધીને આજે ૨૯ ઉપર પહોંચી ગઇ હતી.જિદાહમાં ઇન્ડિયન મિશન દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. જિદ્દાહમાં હજ મિશન દ્વારા વધુ સાત ભારતીયોના મોતને સમર્થન આપીને તેમની યાદી જાહેર કરી છે. જેમાં કેરળના પાંચ, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના એક એક હજ યાત્રીનો સમાવેશ થાય છે. શનિવારના દિવસે સરકારે વધુ આઠ લોકોના મોતની જાહેરાત કરી હતી. દરમિયાન…

Read More

બિહારમાં ભાજપ ચૂંટાશે તો અનામત સમાપ્તઃ નીતિશકુમાર

બિહારમાં ભાજપ ચૂંટાશે તો  અનામત સમાપ્તઃ નીતિશકુમાર

બીહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રવિવારે એક કાર્યક્રમ દરમ્યાન એવો દાવો કર્યો હતો કે જો બિહારમાં એન.ડી.એ.ની સરકાર ચૂંટણી જીતશે તો કેન્દ્રમાં તેમની સરકાર અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિતના વર્ગોની અનામતને સમાપ્ત કરી દેશે. નીતીશે કહ્યું કે આર.એસ.એસ. પ્રમુખ મોહન ભાગવતે અનામતની નીતિ અંગે પુનઃસમીક્ષા કરવાનું આહવાના કર્યું છે. ખગડીયા જીલ્લાના પર્વતીય વિધાનસભા ક્ષેત્રના એક રેલીને સંબોધન કરતાં નીતિશકુમારે કહ્યું કે સંઘના વડાએ સાર્વજનીક રીતે અનામતની નીતિની સમીક્ષાની વાત કરી હતી. જે કેન્દ્રની બીજેપી સરકાર બીહારમાં…

Read More

આઇટી દિગ્ગજો સમક્ષ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલ

આઇટી દિગ્ગજો સમક્ષ મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલ

આઈટી દુનિયાના દિગ્ગજોની સમક્ષ પોતાની મહત્વકાંક્ષી ડિજિટલ ઇન્ડિયાની પહેલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કામકાજના સંચાલનમાં વધારે જવાબદારી અને પારદર્શકતા લાવવા માટેની વાત કરી હતી. સાથેસાથે મોદીએ આઈટી ક્ષેત્રના દિગ્ગજોને ગુપ્તતા અને સુરક્ષા પ્રત્યે પણ ખાતરી આપી હતી. મોદીએ સિલિકોન વેલીના મુખ્ય કારોબારીઓ, સીઈઓને સંબોધન કરતા ૫૦૦ રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર વાઇફાઇ સ્પોટ બનાવવા અને બ્રોડબેન્ડને દેશના છ લાખ ગામ સુધી પહોંચાડવા માટે આક્રમકરીતે નેશનલ ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કના વિસ્તારની યોજનાની જાહેરાત કરી હતી. ચર્ચા…

Read More