કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૨૫ ટકા વધશે, ટૂંક સમયમાં અહેવાલ સુપરત

કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૨૫ ટકા વધશે, ટૂંક સમયમાં અહેવાલ સુપરત

કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગે સાતમા વેતન પંચનો અહેવાલ ટુંક સમયમાં જ સરકારન સુપ્રત કરવામાં આવનાર છે. સાતમાં વેતન પંચના અહેવાલમાં ૨૫ ટકા સુધી પગાર વધારાની ભલામણ કરવામાં આવી છે. અહેવાલ મળ્યા બાદ તેના પર ઝડપી કામ થઇ શકે છે. સરકાર આ દિશામાં હાલ કામ કરી રહી છે. સાતમા વેતન પંચની ભલામણને પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી અમલી કરવામાં આવનાર છે. અહેવાલ આવી ગયા બાદ પીએમઓ દ્વારા પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. સાતમાં…

Read More

મોદીની અમેરિકામાં મેક ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

મોદીની અમેરિકામાં મેક  ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાંચ દિવસની ઐતિહાસિક યાત્રાએ અમેરિકાના ન્યુયોર્ક પહોંચી ગયા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ન્યુયોર્કમાં આવી પહોંચ્યા બાદ મોદીના પ્રથમ દિવસના કાર્યક્રમમાં મોટાભાગે મેક ઈન ઈન્ડિયાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મોદીનો ભરચક કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. મોદીએ સાંજે જુદા-જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ન્યુયોર્ક અને શિકાગો મેટ્રો વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાંથી કોમ્યુનિટી સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આર્થિક એજન્ડા ઉપર મોદી આવી ગયા હતા. મોદી…

Read More

ગુજરાતના આતંકવાદ વિરોધી કાનૂનને કેન્દ્ર સરકારની લીલીઝંડી

ગુજરાતના આતંકવાદ વિરોધી  કાનૂનને કેન્દ્ર સરકારની લીલીઝંડી

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે અંતે વિવાદાસ્પદ ગુજરાત એન્ટી ટેરર લોને લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ ગુજરાત દ્વારા પસાર કરવામાં આવેલા ત્રાસવાદ વિરોધી ખરડાને ઘડી કાઢવા માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. અગાઉની સરકારે વિવાદાસ્પદ ગુજરાત એન્ટી ટેરર લોને ત્રણ વખત ફગાવી દઇને ગુજરાત સરકારની મુશ્કેલી વધારી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેડ ક્રાઇમ બિલ ૨૦૧૫ને લીલીઝંડી આપી દીધી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર…

Read More

સરકારી નોકરીમાં વયમર્યાદા પાંચ વર્ષ વધી

સરકારી નોકરીમાં વયમર્યાદા પાંચ વર્ષ વધી

જેની ઉત્સુક્તાપૂર્વક રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસથી રાહ જોવામાં આવી રહી હતી તે પેકેજની ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે જાહેરાત કરી હતી. આનંદીબેન પટેલે શિક્ષણ ક્ષેત્રે રાહતોની વર્ષા કરી હતી. બીજીબાજુ સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ખાનગી કોલેજોમાં મેરિટના આધારે પ્રવેશ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને વિના મુલ્યે પુસ્તકો આપવાની જાહેરાત કરાઈ હતી. ઉપરાંત ધોરણ-૧૨ સાયન્સમાં ૯૦ પર્સન્ટાઈલ લાવનાર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને…

Read More

૭૧૭ હાજીઓનાં મોત

૭૧૭ હાજીઓનાં મોત

સાઉદી અરેબિયામાં છેલ્લા એક દશકમાં વાર્ષિક હજ દરમિયાન સર્જાયેલી હોનારત પૈકીની સૌથી મોટી હોનારતમાં આજે મક્કા શહેર નજીક મીનામાં હજયાત્રા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં ઓછામાં ઓછા ૭૫૦ લોકોના મોત થઈ ગયા છે. મોતનો આંકડો હજુ પણ ખૂબ ઉપર જઈ શકે છે. ઘાયલોની સંખ્યા ૫૦૦થી પણ વધુ જણાવવામાં આવી છે. આ વર્ષે હજયાત્રા પર ૧.૫ લાખ ભારતીયો સહિત વિશ્વના જુદા-જુદા ભાગોમાંથી ૨૦ લાખથી પણ વધુ યાત્રિઓ પહોંચ્યા છે. જિદાહમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ…

Read More

અમેરિકાને અરુણાચલમાં સર્ચ ઓપરેશનની બહાલી

અમેરિકાને અરુણાચલમાં સર્ચ ઓપરેશનની બહાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે એક મોટો નિર્ણય કરીને હવે અમેરિકાની સેનાને અરૂણાચલ પ્રદેશમાં સર્ચ ઓપરેશન હાથ ધરવાની લીલીઝંડી આપી દીધી છે.આશરે ૭૦ વર્ષ પહેલા અરૂણાચલ પ્રદેશમાં લાપતા થયેલા અમેરિકાના બોમ્બ વર્ષા કરનાર વિમાનના સંબંધમાં અમેરિકી સેના સર્ચ કરનાર છે. આ વિમાનમાં કુલ આઠ ક્રુ મેમ્બરો હતા. હવે અમેરિકાના લાપતા થયેલા ક્રુ મેમ્બરોને મરણોપરાંત જે સન્માનના હકદાર હતા તે મળી શકે છે. કારણ કે મોદી સરકારે સર્ચ કરવા અમેરિકી સેનાને મંજૂરી આપી દીધી છે….

Read More

ભારત દાઉદ સહિતના ત્રાસવાદીઓની યાદી અમેરિકાને સોંપશે

ભારત દાઉદ સહિતના ત્રાસવાદીઓની યાદી અમેરિકાને સોંપશે

અમેરિકા સાથે ભારતના સંબંધો દિન પ્રતિદિન મજબુત બની રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે એવા અહેવાલ મળ્યા છે કે ભારત અમેરિકાને હવે મોસ્ટવોન્ટેડ આતંકવાદીઓની એક યાદી સોંપનાર છે. આ યાદીમાં જે ત્રાસવાદીઓ સામેલ છે તેમાં ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને અન્ય હુમલાના ખતરનાક ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં જે લોકોના નામ છે તેમાં લશ્કર-એ-તોયબાના લીડર હાફિજ સઈદ, જકી ઉર રહેમાન લકવી, ટાઈગર મેમણ સહિતના ત્રાસવાદીઓને પકડી પાડવા માટે…

Read More

રાહુલ ગાંધીને બળજબરીથી રજા પર ઉતારી દેવાયાઃ ભાજપ

રાહુલ ગાંધીને બળજબરીથી  રજા પર ઉતારી દેવાયાઃ ભાજપ

ભાજપે અમેરિકાની યાત્રાને લઈને કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર તીવ્ર પ્રહારો કર્યા છે. જેડીયુ અને આરજેડી રાહુલ ગાંધીને બિહાર ચુંટણીથી દૂર રાખવા ઈચ્છે છે. આજ કારણસર રાહુલ ગાંધીને બળજબરીથી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું છે કે, પાર્ટી હવે ચહેરાને બચાવનાર કોઈ નેતાની શોધ કરી રહી છે. તેમના નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ જોવા મળે છે. કોંગ્રેસે શરૂઆતમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી વ્યક્તિગત પ્રવાસ ઉપર…

Read More