સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વર્ષાઃ વિસાવદરમાં ૧૧ ઇંચ

ગુજરાતમાં ડિપડિપ્રેશન અને સૌરાષ્ટ્ર ઉપર લો પ્રેશરની સ્થિતિના પરિણામસ્વરુપે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આજે સતત ત્રીજા દિવસે પણ જારી રહ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નોંધાયો હતો. ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે માંડવીમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે વિસાવદરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જનજીવનને પણ માઠી અસર થઇ હતી.
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ભેંસાણા સાત, માળિયામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંદાયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, રાજકોટમાં ભારે વરસાદ થયો હતો. મેંદરડામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, આગામી બે દિવસ હજુ ભારે વરસાદ થઇ શકે છે. પરિસ્થિતને ધ્યાનમાં લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્ર બિલકુલ સાવધાન રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે જુનાગઢ અને અમરેલીમાં છ-છ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ લાલપુરના કરણા ગામમાં વિજળી પડતા એકનું મોત થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી માહોલના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. શુક્રવારના દિવસે પાણીની અછતથી લોકોને આંશિક રાહત મળી હતી. કારણ કે ગુજરાતમાં નવા રાઉન્ડની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં ૧૮મી સપ્ટે.ના આંકડા મુજબ ઓછા વરસાદનો આંકડો ૨૨ ટકા સુધી પહોંચી ગયો છે.