‘ન્યૂ ગર્લ’ની સિરિઝમાં નજરે પડશે મેગાન ફોક્સ

વિશ્વની સૌથી સેક્સી સ્ટારમાં સામેલ મેગાન ફોક્સ લાંબા સમય બાદ કોઇ શોમાં ભાગ લેવા જઇ રહી છે. મેગાનના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે આગામી ન્યુ ગર્લની સિઝનમાં નજરે પડશે. તેને જંગી રકમ ચુકવીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેગાનને લેવામાં આવ્યા બાદ ન્યુ ગર્લની લોકપ્રિયતામાં પણ વધારો થઇ શકે છે. મેગાન છેલ્લા થોડાક સમયથી ફિલ્મોથી પણ દુર થઇ ગઇ હતી. સાથે સાથે અંગત લાઇફમાં થોડીક સમસ્યા પણ રહી છે. જો કે મેગાનના કરોડો ચાહકો તેને ફિલ્મો અને ટીવી શોમાં હજુ પણ જોવા માંગે છે. નવી સિઝનના છઠ્ઠા એપિસોડમાં તે સૌથી પહેલા નજરે પડનાર છે. વિશ્વભરમાં પોતાની ટ્રાન્સફોર્મર ફિલ્મથી તમામને રોમાંચિત કરી ચુકેલી આ સ્ટાર અભિનેત્રી એક વખતે સૌથી મોઘી અને સૌથી વધારે માંગ ધરાવતી અભિનેત્રી હતી. તે સેક્સ સિમ્બોલ તરીકે પણ જાણીતી રહી હતી. મેગાને હાલમાં તેના પતિ બ્રાયન ઓસ્ટીન ગ્રીન સાથે છુટાછેડા લેવા માટે કોર્ટમાં અપીલ કરી છે.

મેગાન છેલ્લે વર્ષ ૨૦૧૪માં ટીનેજ મુટન્ટ નિન્જામાં નજરે પડી હતી. આગામી વર્ષે તેની સિક્વલમાં પણ તે નજરે પડનાર છે. લાંબા ગાળા બાદ તે ફરી વાપસી કરી રહી છે. તે પતિ સાથે છુટાછેડા લીધા બાદ ફરી સક્રિય રહી શકે છે. તે હવે સિંગલ છે. જેથી વધુને વધુ રોલ કરી શકે છે. જો કે મેગાને તેની કોઇ યોજના જાહેર કરી નથી. પરંતુ તેના ચાહકો તેને ચોક્કસપણે જોવા માટે ઉત્સુક છે.