બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમિયાનું બીમારી બાદ નિધન

બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમીયાનું આજે નિધન થયું હતું બે દિવસ પૂર્વે છાતીમાં દુઃખાવવા સબબ તેમને એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમ્યાન આજરોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ૭૫ વર્ષીય દાલમીયાની તબીયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી જેને લઇ તેઓ બીસીસીઆઇને બેઠકમાં પણ ભાગ લઇ શક્યા ન હતા.
ગુરુવારે છાતીમાં દુઃખાવો થવાથી બીસીસીઆઇના અધ્યક્ષ જગમોહન દાલમીયાને બીડલા હાર્ટ રીસર્ચ ઇન્સ્ટીયુટમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એન્જોગ્રાફી બાદ તેમની તબીયતમાં સુધારો થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું પરંતુ આજે એકાએક તેમની શ્વાસ્થ્ય લથડતા હોસ્પીટલ બીછાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. બીસીસીઆઇ અધ્યક્ષના નિધનના સમાચારથી પૂર્વ ક્રિકેટરો તેમજ વર્તમાન ક્રિકેટરોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.