શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું

સૌરાષ્ટ્રના પાટનગર સામા રાજકોટમાં પાટીદારે અનામત રેલી બાદ ફાટી નિકળેલા તોફાનમાં શહેર મવડી વિસ્તારમાં ભારે તોફાન થયા હતા. જેથી પોલીસે આગમચેતીના ભાગરુપે મવડી વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવવામાં આવ્યો છે.શહેરમાં ખોટી અફવા ન ફેલાઈ તે માટે આજ બપોરથી રાજકોટમાં સાત દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવવામાં આવ્યુ છે. શહેર છાવણીમાં ફેરવાતા અંજપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર મોહન ઝાએ જણાવ્યુ હતુ. કે,  નાનો એવો કાંકરીચાળો પણ આ વખતે સાંખી લેવામાં નહિ આવે. જાહેર કે સરકારી મિલ્કતોને નુકશાન પહોંચાડવાની ચેષ્ઠા કરનારા કોઇપણની સાથે કડક હાથે કામ લેવામાં આવશે. મોડીરાત્ર સુધીમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત હોવાથી કોઈ છમકલાના બનાવ જાણવા મળ્યા નથી.