રેલવેએ પાંચ મહિનામાં ૧૫ કરોડ યાત્રીઓ ગુમાવ્યા

રેલવેએ પાંચ મહિનામાં ૧૫ કરોડ યાત્રીઓ ગુમાવ્યા

નાણાંકીય વર્ષના પાંચ મહિનાના ગાળામા ંજ રેલવે દ્વારા ૧૫ કરોડ યાત્રીઓને ગુમાવી દીધા છે. જેના કારણે રેલવે મંત્રાલય પણ ચિંતાતુર છે. યાત્રી ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હોવા છતાં રેલવે યાત્રીઓની સંખ્યામાં દિનિ પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. હાલના નાણાંકીય વર્ષમાં યાત્રીઓની સંખ્યામાં ઘટાડો કેમ થયો છે તે અંગેના કારણ જાણવા માટે મથામણ ચાલી રહી છે પરંતુ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ પોતે નાખુશ અને નિરાશ દેખાઇ રહ્યા છે. ૧૫મી સપ્ટેમ્બરના દિવસે જનરલ મેનેજર્સની મહત્વપૂર્ણ…

Read More

હવે વિદેશી વિમાનોની કડક ચકાસણી કરવાની તૈયારી શરૂ

હવે વિદેશી વિમાનોની કડક ચકાસણી કરવાની તૈયારી શરૂ

ભારતમાં ઊંડાણ ભરનાર વિદેશી ચાર્ટર્ડ વિમાનોને સેફ્ટી ચેકનો સામનો કરવો પડશે. ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા વિદેશી વિમાનમાં ચકાસણીને વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી લીધી છે જેથી વિદેશી વિમાનોને કઠોર ધારાધોરણમાંથી પસાર થવાની ફરજ પડશે. યુએસ ફેડરલ એવિએશન એડમીનીસ્ટેશન (એફએએ) દ્વારા હાલમાં જ ડાઉનગ્રેડ કરાયેલા સિવીલ એવીએશન (ડીજીસીએ) દ્વારા આ હિલચાલ હાથ ધરી છે. પૂરતી ચકાસણી ક્ષમતા નહીં હોવાના મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને ડાઉનગ્રેડ કરવા નિર્ણય કરાયો હતો. ડીજીસીએ દ્વારા હવે બે સ્પેશિયલ ટીમોની રચના…

Read More

એલઓસી પર ચાર આતંકી ઠાર મરાયા

એલઓસી પર ચાર  આતંકી ઠાર મરાયા

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા ઉપર ત્રાસવાદીઓના ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. શ્રીનગર સ્થિત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ એનએન જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, મોડી રાત બાદ થયેલી અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા ઉપર ફરજ બજાવતા સૈનિકોએ આતંકવાદીઓના સંદેશા પકડી…

Read More

મને કંઇપણ કહો પણ બાળકોને ભણાવોઃ મોદી

મને કંઇપણ કહો પણ બાળકોને ભણાવોઃ મોદી

સતત બે વાર પ્રવાસ સ્થગિત કર્યા બાદ આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા.મોદીએ કાશી પહોંચતા જ સૌથી પહેલા જનધન યોજનાના કાર્ડ વિતરણ અને ઇરિક્ષા અને સાયકલ રિકક્ષા વાળાઓને લીલીઝંડી બતાવી રવાના કર્યા હતાં. આ પ્રસંગે પર તેમણે સામાન્ય જનતાથી અપીલ કરી કે તમે મને કાંઇ પણ કહી લો પરંતુ પોતાના બાળકોને ભણાવવા માટે જરૂર મોકલો.વડાપ્રધાને વિરોધ પક્ષો પર નિશાન સાધતાં એ પણ કહ્યું કે ૫૦ વર્ષોમાં તે ગરીબના બેંક ખાતા ખોલી…

Read More

ચર્ચાસ્પદ શીના બોરા હત્યા કેસની તપાસ CBI કરશે

ચર્ચાસ્પદ શીના  બોરા હત્યા કેસની  તપાસ CBI કરશે

ચર્ચાસ્પદ શીના બોરા હત્યા કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો આવ્યા બાદ પણ ખરેખરમાં સ્વરૂપવાન શીના બોરાની હત્યા કઇ રીતે અને ક્યાં કારણોસર કરવામાં આવી ? તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. આ પ્રકરણને લઇ અગાઉ કમિશનરની બદલી કરાયા બાદ પણ તપાસમાં કોઇ નક્કર પરિણામ પ્રાપ્ત ન થતાં અંતે મહારાષ્ટ્ર સરકારે આ ચર્ચાસ્પદ અને હાઇ પ્રોફાઇલ કેસની તપાસ સીબીઆઇને સોંપી છે ત્યારે સીબીઆઇ પાસે આરુષિ હત્યા કેસને ટક્કર મારે તેવો વધુ એક હાઇ પ્રોફાઇલ અને અસમંજસથી…

Read More

પાક.માં એર બેઝ, મસ્જિદ પર આત્મઘાતી હુમલો

પાક.માં એર બેઝ, મસ્જિદ પર આત્મઘાતી હુમલો

પાકિસ્તાનમાં આ વર્ષે સેનાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હજુ સુધીના સૌથી ભીષણ હુમલાના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનમાં ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ છે. પાકિસ્તાનના આ હિંસાગ્રસ્ત શહેરમાં ભારે હથિયારો સાથે સજ્જ તાલિબાની ત્રાસવાદીઓએ આજે હવાઈદળના બેઈઝની અંદર હુમલો કર્યો હતો. સાથે-સાથે તેની અંદર બનેલી એક મસ્ઝિદમાં પણ હુમલો કર્યો હતો. આ ભીષણ હુમલામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા હતા. બીજીબાજુ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરીને ૧૩ ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. દેશના કોઈપણ લશ્કરી સ્થળ…

Read More

સુભાષબાબુ સંબંધિત ૬૪ ફાઇલ જાહેર

સુભાષબાબુ સંબંધિત ૬૪ ફાઇલ જાહેર

નેતાજી સુભાષચન્દ્ર બોસ સાથે સંબંધિત ૬૪ ફાઇલો આખરે જારી કરી દેવામાં આવી છે.પશ્ચિમ બંગાળ સરકારે નેતાજી સાથે જોડાયેલી ૬૪ ફાઈલોને કોલકત્તા પોલીસ મ્યુઝિયમમાં લોકોને નિહાળવા માટે મુકી દીધી છે. બીજીબાજુ ડિઝીટલ આવૃત્તિ નેતાજીના પરિવારને સોંપી દેવામાં આવી છે. નેતાજીના મોત સાથે જોડાયેલા રાજ ખુલી શકે છે તેવી આશા જાગી છે. વર્ષોથી સરકારી અને પોલીસ લોકરમાં બંધ નેતાજી સાથે જોડાયેલી ૬૪ ફાઈલોને જાહેર કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે પરિવારના સભ્યોને ફાઈલ સોંપી દીધા બાદ…

Read More

ગુજરાતની બોટ પર પાક.નું ફાયરિંગઃ એકનું મોત

ગુજરાતની બોટ પર પાક.નું ફાયરિંગઃ એકનું મોત

પાકિસ્તાન દ્વારા વધુ એક ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતના દ્વારકાના દરિયાકાંઠે બે ભારતીય બોટ ઉપર પાકિસ્તાની નૌકા દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ એક ભારતીય માછીમારનું મોત થયું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની નૌકા સેનાના જવાનોએ પ્રેમરાજ અને રામરાજ નામની ભારતીય બોટ ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં પાંચથી છ ભારતીય માછીમારો હતો. આ બોટ ૮મી સપ્ટેમ્બરના દિવસે ઓખાથી દરિયામાં હતી. મૃતક ભારતીય માછીમારની ઓળખ કરી લેવામાં આવી છે. તે ભટ્ટી ઈકબાલ અબ્દુલ તરીકે…

Read More