સલમાનથી દૂર રહેવાના કેટના તમામ પ્રયાસો

હાલની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફ હવે સલમાન ખાનથી સતત દુર રહેવાના પ્રયાસ કરી રહી છે. તેની કેરિયરને આગળ વધારી દેવામાં સલમાનની ચાવીરૂપ ભૂમિકા હોવા છતાં તે હવે સલમાનથી દુર છે. જેથી વર્ષ ૨૦૧૨માં તેમને ચમકાવતી ફિલ્મ એક થા ટાઇગર તેમની છેલ્લી ફિલ્મ પણ હોઇ શકે છે તેવી ચર્ચા શરૂ થઇ છે. સલમાન અને કેટરીના વચ્ચેના સંબંધો તુટી ગયા છતાં તેમની વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. બન્ને એકબીજાનુ ખુબ સન્માન કરે છે. બન્ને હવે સાથે કામ કરશે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે ત્યારે માહિતી મુજબ કેટલાક ટોપ નિર્માતા નિર્દેશકો બન્નેને સાથે લઇને ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. બન્ને સાથે કામ કરવા તૈયાર દેખાઇ રહ્યા નથી. જેથી કોઇને સફળતા મળે તેવી શક્યતા ઓછી છે. કેટરીના કૈફ સતત સલમાનથી દૂર રહેવા અને રણબીરની નજીક રહેવાના પ્રયાસ કરી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે કેટરીના હવે સલમાનની સાથે હવે ફિલ્મમાં કામ કરવા માટે પણ તૈયાર નથી. થોડાક સમય પહેલા સુધી કેટરીના સતત સલમાનની સાથે નજરે પડતી હતી પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. બોલિવૂડના સૂત્રોનું કહેવું છે કે થોડાક સમય પહેલાં જ એક નિર્માતાએ સલમાન અને કેટરીનાની જોડીને લઈને ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કેટરીના કૈફે કામ કરવા માટે ઇન્કાર કર્યોે હતો.

આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે બંને વચ્ચેનો સંબંધો પણ તંગ બનેલા છે. અતુલ અગ્નીહોત્રીની ફિલ્મ ઓહ તેરી નામની એક ફિલ્મમાં કેટરીનાને સલમાનની સાથે એક ગીતમાં લેવાની યોજના પણ કરવામાં આવી હતી પરંતુ કેટરીનાએ ઇન્કાર કર્યો હતો.