ઇશા હવે દક્ષિણ ભારતની ફિલ્મોમાં દેખાશે

બોલિવુડની ફિલ્મોમાં હજુ સુધી અપેક્ષા મુજબ સફળતા ન મેળવનાર ઇશા ગુપ્તા હવે નામ જાહેર નહી કરાયેલી તેલુગુ થ્રીલર ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. હિન્દી ફિલ્મોમાં ઇચ્છિત સફળતા ન મળતા હવે તે દક્ષિણ ભારતની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે દક્ષિણમાં લોકપ્રિયતા મેળવી ફરી હિન્દીમાં એન્ટ્રી કરવા ઇચ્છુક છે. મળેલી માહિતી મુજબ ફિલ્મોમાં પગ જમાવવા માટે સતત પ્રયાસ કરી રહેલી હોટ અભિનેત્રી ઇશા ગુપ્તા હવે સેક્સી કોમેડી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે લોકો મોટા ભાગે ફિલ્મો તેમના પરિવારની સાથે જ બેસીને નિહાળે છે જેથી સેક્સી કોમેડી ફિલ્મો કરવાની તેની કોઇ યોજના નથી. નવી અભિનેત્રીઓ વચ્ચે હાલમાં તીવ્ર સ્પર્ધા રોલ મેળવી લેવા ચાલી રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનથી તે પોતાના માટે સમસ્યા ઉભી કરી શકે છે. ઇશા ગુપ્તાએ કહ્યું છે કે જન્નત-૨ અને રાજ-૩ ફિલ્મમાં કામ કરતી વેળા તમામ લોકો કહી રહ્યા હતા કે તે ખુબ સેક્સી અભિનેત્રી છે. છતાં બોલ્ડ અને સેક્સ શબ્દનો ઉપયોગ અમારા તરફથી કરવામાં આવ્યો ન હતો. અમે સેક્સ અને બોલ્ડ સીનોને પણ ખુબ કલાની રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

ઇશાએ કહ્યું હતું કે લોકો સેક્સના વિષયને લઇને જોક્સ બનાવી કાઢે છે. ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી ચુકી છે. પરંતુ ઇશા માને છે કે આ પ્રકારની ફિલ્મો તે કરવા ઇચ્છતી નથી. તેનુ કહેવુ છે કે તે સેક્સ કોમેડી ફિલ્મ કરવા તૈયાર નથી. ઇશા ગુપ્તા હોલિવુડની સ્ટાર અભિનેત્રી એન્જેલીના જોલી જેવી લાગે છે. તેની ઓળખ જોલી જેવી જ થાય છે તમન્નાએ હિમ્મતવાલા ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફેશન અને મોડલિંગ મારફતે કેરિયરની શરૂઆત કરનાર ઇશા બોલિવુડમાં ફિલ્મી કેરિયરને લઇને આશાવાદી છે.