સાનિયા અને હિંગિસની જોડીએ વૂમન ડબલ્સનું ટાઇટલ જીત્યું

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વીસ ખેલાડી માર્ટિના હિંગીસે યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં ડબલ્સનો તાજ પોતાના નામે કરી લેતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ભારતની ખેલાડી વિજેતા બનતા ભારતીય ચાહકો રોમાંચિત બન્યા હતા. સાનિયા અને હિંગીસની જોડીએ કેસી ડેલાકયુઆ અને યારોસ્લામ શ્વેદોવાની જોડી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. આની સાથે સાનિયાની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેર્યુ હતુ.
સાનિયાએ શાનદાર રમત રમી હતી. આ જીત બાદ સાનિયા મિર્ઝા પર અભિનંદન સંદેશાઓનો વરસાદ શરૂ થયો હતો. સાનિયાએ પોતાની કેરિયરમાં પાંચમી ગ્રાન્ડ સ્લેમ જીતી છે. હગીસના નામે હવે ૧૯ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી થઇ ગઇ છે. જેમાં પાંચ સિગલ્સ, ૧૧મહિલા ડબલ્સ અને ચાર મિકસ્ડ ડબલ્સનો સમાવેશ થાય છે.માર્ટિના હિંગીસ સતત સારો દેખાવ કરી રહી છે. તેની રમતથી તમામ ચાહકો રોમાંચિત થયા છે. જો કે તે હવે સિગલ્સ સ્પર્ધામાં રમી રહી નથી. જે આશ્ચર્યજનક બાબત છે.