ડીયુએસયુ ચૂંટણીઃ એબીવીપીએ તમામ બેઠકો પર કબજો જમાવ્યો

ડીયુએસયુ ચૂંટણીઃ એબીવીપીએ તમામ બેઠકો પર કબજો જમાવ્યો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ દિલ્હી વિશ્વ વિદ્યાલય છાત્ર સંઘ (ડુસુ) ચુંટણીમાં તમામ ચાર બેઠકો પર જીત હાંસલ કરી છે.એબીવીપીએ સતત બીજા વર્ષે તમામ ચાર બેઠકો જીતી લીધી છે.આ ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના છાત્ર સંગઠન છાત્ર યુવા સંધર્ષ સમિતિને સખ્ત પરાજયનો સામનો કરવો પડયો છે અને તેનું ખાતુ પણ ખુલી શકયુ નથી. ડુસુ છાત્ર સંઘ માટે શુક્રવારે થયેલ મતદાનમાં ૪૩ ટકાથી વધુ છાત્રાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચુંટણીમાં સીબીસીએસને પાછી લેેવા,સુરક્ષા…

Read More

ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી પાક.નો ફરી ગોળીબાર

ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવી પાક.નો ફરી ગોળીબાર

જમ્મુ પ્રદેશના રાઝોરી અને પૂંછ જિલ્લામાં અંકુશ રેખા ઉપર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની સેનાએ આજે ફરી એકવાર ગોળીબાર કર્યો હતો. ડિફેન્સ પ્રવક્તા લેફ્ટી કર્નલ મનીષ મહેતાએ માહિતી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ નાના હથિયારો અને મશીનગનનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પુંછ અને બાલાકોટ સેક્ટરમાં ભારતીય અગ્રીમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને કરાયેલા ગોળીબારના કારણે ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આ ગોળીબારમાં કોઈ ખુંવારી થઈ નહતી. તાજેતરના…

Read More

યુએસ ઓપનઃ પેસ અને હિંગિસની જોડીએ મિક્સ્ડ ડબલ્સનો તાજ જીત્યો

યુએસ ઓપનઃ પેસ અને હિંગિસની  જોડીએ મિક્સ્ડ ડબલ્સનો તાજ જીત્યો

ન્યુયોર્કના ફ્લુશિંગ મેડોઝ ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના સ્ટાર ખેલાડી લિયાન્ડર પેસે વધુ એક ઇતિહાસ સર્જયો છે. પેસે સ્વીત્ઝર્લેન્ડની માર્ટીના હિંગીસની સાથે મળીને હવે મિકસ્ડ ડબલ્સનો તાજ જીતી લીધો છે. યુએસ ઓપનમાં રમાયેલી મિકસ્ડ ફાઇનલમાં પેસ અને હિંગીસની જોડીએ સૈમ ક્વેરે અને બૈથેની માટેકની જોડી પર ૬-૩,૩-૬ અને ૧૦-૭ના અંતરથી હાર આપી હતી. બન્ને અમેરિકી જોડી પર પેસે શાનદાર જીતી મેળવી હતી. પેસે અને હિંગીસની જોડી વર્ષ ૧૯૬૯…

Read More

મુકેશ અંબાણી સતત ચોથી વખત દેશના સૌથી મોટા અમીર વ્યક્તિ બન્યા

મુકેશ અંબાણી સતત  ચોથી વખત દેશના સૌથી  મોટા અમીર વ્યક્તિ બન્યા

રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી કુલ ૧,૬૦,૯૫૦ કરોડ રૂપિયા(૨૪ અબજ ડોલર)ની સંપત્તિની સાથે સતત ચોથી વાર દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હુરૂન રિપોર્ટ ઇન્ડિયાના પ્રમુખ અનસ રહમાન જુનેદે કહ્યું કે કુલ ૧૬૦,૯૫૧ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે રિલાયંસના મુકેશ અંબાણી (૫૮) દેશના સૌથી અમીર વ્યક્તિ બનેલ છે.ગત વર્ષની સરખામણીમાં તેમની સંપત્તમાં ત્રણ ટકાની કમી આવી છે. વિપ્રોના અજીમ પ્રેમજી (૬૯) પરોપકાર સ્વરૂપ દાનના કારણે વરિષ્ઠ પાંચ અબજપતિઓની યાદીની બહાર થઇ ગયા છે જયારે બેંગ્લોરની…

Read More

મક્કા દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૧૦ને પાર થયો

મક્કા દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૧૦ને પાર થયો

સાઉદી અરબના પવિત્ર શહેર મક્કાની મુખ્ય મસ્જિદ પર વિશાળ ક્રેન પડી જતા મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે વધીને ૧૧૦ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૨૪૦ જેટલી આંકવામાં આવી છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, નવેસરના અપડેટ મુજબ આ કમનસીબ બનાવમાં બે ભારતીયોના મોત થયા છે. બન્ને કેરળના હોવાનું જાણવા મળ્યું છે. ૩૩ વર્ષીય પાલાકાડની મહિલાનું મોત થયું છે. તેના પતિ મોહમ્મદ ઇસ્માઈલ…

Read More

કર્ણાટકમાં દૂરંતો ટ્રેન પાટા પરથી ખડી પડતાં બેનાં મોત

કર્ણાટકમાં દૂરંતો ટ્રેન પાટા પરથી ખડી પડતાં બેનાં મોત

કર્ણાટકના ગુલબર્ગામાં આજે વહેલી પરોઢે એક ટ્રેન દુર્ઘટનાનો શિકાર થઇ હતી. હૈદરાબાદથી પુણે તરફ જઇ રહેલી ડુરેન્ટો એક્સપ્રેસના નવ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ બનાવમાં બે યાત્રીઓના મોત થયા છે અને ૧૦થી વધારે લોકોને ઇજા થઇ છે. અકસ્માત અંગેની જાણ થયા બાદ રેલવે તંત્રમાં વહોલી સવારે ભાગદોડ મચી ગઇ હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ હૈદરાબાદથી પુણે જવા માટે નિકળેલી આ ટ્રેન વહેલી પરોઢે ૨.૧૫ વાગે પાટા પરથી ખડી પડી હતી. આ બનાવ કર્ણાટકના ગુલબર્ગા…

Read More

મ.પ્ર.માં ઇમારતમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટઃ ૯૦થી વધુનાં મોત

મ.પ્ર.માં ઇમારતમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટઃ ૯૦થી વધુનાં મોત

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં પટેલાવદમાં આજે સવારે એક ઈમારતની અંદર મુકવામાં આવેલા વિસ્ફોટકોમાં એકપછી એક પ્રચંડ બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત થયા છે અને અન્ય ૧૦૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. જિલ્લા હેડક્વોર્ટરથી આશરે ૬૦ કિલોમીટરના અંતરે સ્થિત પટેલાવદમાં સ્થિત એક રેસ્ટોરન્ટની નજીક ઈમારતમાં આ બ્લાસ્ટ થયા હતા. સબ ડિવીઝનલ ઓફિસર દ્વારા માહિતી આપતા જણાવાયુ હતું…

Read More