તિહાર જેલની સ્થિતિ ટાઇમબોમ્બ જેવી બની ગઇ છે

તિહાર જેલની સ્થિતિ ટાઇમબોમ્બ જેવી બની ગઇ છે

તિહાર જેલ આજે ટાઇમ બોમ્બ બની ચુકી છે. જેલમાં ૨૦થી વધારે ખુબ ખતરનાક ગેંગ સક્રિય થઇ ચુકી છે. પૈસા આપવાની સ્થિતીમાં આ ગેંગના સભ્યો મોબાઇલ, કુલર, પોર્ન અને જાતિય સતામણીતી તમને બચાવી શકે છે. એટલુ જ નહી બલ્કે જેલની અંદર અને બહાર હત્યા સુધીના કાવતરા તૈયાર કરે છે. ગયા મહિનામાં તિહાર જેલ નંબર એકમાં હિંસક ગેંગવોરની સ્થિતી સર્જાઇ હતી. છ કેદીના એક ગ્રુપે હરિફ ગેંગના સભ્યો પર બ્લેડ્‌સ અને ચમચીઓથી હુમલો કરી દીધો હતો. બ્લેડ્‌સ…

Read More

ઝકીઉર રહેમાન લખવી પાકિસ્તાની સેનાના કમાન્ડોની સુરક્ષા હેઠળ

ઝકીઉર રહેમાન લખવી પાકિસ્તાની સેનાના કમાન્ડોની સુરક્ષા હેઠળ

પાકિસ્તાનમાં મોટા પાયે સક્રિય રહેલા ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની સરકાર અને સેના વચ્ચે સીધી સાંઠગાંઠના વધુ નક્કર પુરાવા હવે હાથ લાગ્યા છે. કારણ કે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ જાકીઉર રહેમાન લખવીને પાકિસ્તાની સેનાના કમાન્ડો સુરક્ષા આપી રહ્યા છે. લાહોર નજીક સુરક્ષિત અડ્ડામાં તે રહે છે. આઇએસઆઇ દ્વારા તેને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ તેને પાકિસ્તાની સેના કમાન્ડો સાદા વસ્ત્રોમાં ૨૪ કલાક સુરક્ષા આપી રહ્યા છે. લખવીને ૧૦મી એપ્રિલના દિવસે જેલમાંથી મુક્ત…

Read More

ગુસ્સાની રાજનીતિને લીધે ગુજરાતમાં હિંસાઃ રાહુલ ગાંધી

ગુસ્સાની રાજનીતિને લીધે  ગુજરાતમાં હિંસાઃ રાહુલ ગાંધી

પટેલોના અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલી હિંસાના મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કરતાં કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીની ગુસ્સાની રાજનીતિના કારણે આ પરિણામ મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં શક્તિના વધુ પ્રમાણમાં કેન્દ્રીયકરણના પરિણામે સમગ્ર વ્યવસ્થાની કામગીરીને નુકશાન થઈ રહ્યું છે. રાહુલે કહ્યું હતું કે,મોદી પર વચનો પુરા નહીં કરવાના આક્ષેપો ચારેયબાજુ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના નાયબ અધ્યક્ષે શ્રીનગરથી ૨૫…

Read More

કેન્દ્રની સ્માર્ટસિટીની યાદીમાં ‘રંગીલા’ રાજકોટનો સમાવેશ

કેન્દ્રની સ્માર્ટસિટીની યાદીમાં ‘રંગીલા’ રાજકોટનો સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ દેશના ૯૮ સ્માર્ટ સીટીની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના ૬ શહેરોનો સમાવેશ થયો છે. જે શહેરો પૈકી રંગીલા રાજકોટનો પણ સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનો વિકાસ દિનપ્રતિદિન સીમાડા વટાવી રહ્યો છે જે વિકાસને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે પોતાની મહત્વપૂર્ણ યોજના સ્માર્ટ સીટીમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી યોજના અંતર્ગત રાજકોટનો સમાવેશ થતાં રાજકોટના વિકાસને એક નવી ક્ષીતિજ પ્રાપ્ત થશે તેમજ વિકાસની નવી…

Read More

સેન્સેક્સમાં ‘અચ્છે દિન’ ૫૧૭ પોઇન્ટનો ફરી સુધારો

સેન્સેક્સમાં ‘અચ્છે દિન’  ૫૧૭ પોઇન્ટનો ફરી સુધારો

શેરબજારમાં આજે જોરદાર રિકવરી રહી હતી. જેથી કારોબારીઓએ રાહતનો દમ લીધો હતો. યુએસ ફેડરર રિઝર્વ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર માટે સુચિત વ્યાજદરને લઈને હાલ કોઈ ગણતરી ચાલી રહી નથી. બીજીબાજુ વૈશ્વિક બજારોમાં પણ તેજીનું મોજું ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૫૧૭ પોઈન્ટ રિકવર થઈને ૨૬૨૩૧ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૯ પોઈન્ટ ઉછળીને ૭૯૪૯ની સપાટીએ પહોંચ્યો હતો. બ્રોડર માર્કેટમાં પણ સારી સ્થિતિ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૫ ટકા સુધીનો…

Read More

કાશ્મીરમાં આતંકવાદી નાવેદ બાદ જાવેદ જીવતો પકડાયો

કાશ્મીરમાં આતંકવાદી નાવેદ  બાદ જાવેદ જીવતો પકડાયો

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતીય સુરક્ષાદળોએ વધુ એક પાકિસ્તાની આતંકવાદીને જીવતો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ આતંકવાદીને ઉત્તર કાશ્મીરના રાફિયાબાદમાં ૨૦ કલાક સુધી ચાલેલી ભીષણ અથડામણ બાદ પકડી પાડવામાં સફળતા મળી છે. ભારતીય સુરક્ષાદળોએ હાલમાં આતંકવાદીઓને જીવતા પકડી લેવાની વ્યુહરચના અપનાવી છે અને જેમાં સફળતા પણ મળી રહી છે. સુરક્ષાદળોેએ એક મહિનાના ગાળાની અંદર જ બીજા એક આતંકવાદીને જીવતો ઝડપી લીધો છે. આ અગાઉ મહિનાની શરૂઆતમાં જ ઉધમપુરમા ંપાકિસ્તાની આતંકવાદી નાવેદને પકડી પાડવામાં આવ્યો હતો….

Read More

ગુજરાતમાં તોફાન દરમિયાન પોલીસ દમનો અંગેનો અહેવાલ માગતી હાઇકોર્ટ

ગુજરાતમાં તોફાન દરમિયાન પોલીસ દમનો અંગેનો અહેવાલ માગતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે પોલીસ અત્યાચારના સંદર્ભમાં ગંભીર નોંધ લીધી છે અને સમગ્ર મામલામાં તપાસ કરીને બે સપ્તાહની અંદર અહેવાલ સોંપવા માટે શહેરના પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. પાટીદાર સમુદાયની અનામતને લઈને મહારેલી અને ત્યારબાદ વ્યાપક હિંસાવેળા પોલીસ અત્યાચારની ફરિયાદોની ગંભીર નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે હવે શહેર પોલીસ કમિશનરને તપાસ કરીને અહેવાલ સોંપવા માટે કહ્યું છે. સોલામાં ખાનગી સંપત્તિને નુકશાન કરવાના પોલીસના બનાવના સંદર્ભમાં આ અહેવાલ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. એડવોકેટ…

Read More

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થયું

ગુજરાતમાં અનામતને લઈને પટેલ સમુદાય દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલન દરમિયાન ગઈકાલે ગુજરાતના મહેસાણા, સુરત, બનાસકાંઠા, ગાંધીનગરમાં વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ આજે સંપૂર્ણપણે શાંતિ રહી હતી. કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બન્યો હતો. સંપૂર્ણપણે શાંતિ રહેતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા જે વિસ્તારમાં સેના તૈનાત કરવામાં આવી છે તે વિસ્તારમાં સેના દ્વારા ફ્લેગ માર્ચ કરીને લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો. બીજીબાજુ ગુજરાતમાં અનામત આંદોલનને લઈને…

Read More