રાજ્યના લોકોને શાંતિ જાળવી રાખવા વડાપ્રધાનની અપીલ

રાજ્યના લોકોને શાંતિ જાળવી રાખવા વડાપ્રધાનની અપીલ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી ભાષામાં ટેલિવિઝન સંબોધનમાં અપીલ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં શાંતિ રાખવાની જરૂર છે. મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ મુદ્દાઓને મંત્રણા મારફતે ઉકેલી શકાય છે. મોદીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જમીનમાં હિંસાને કોઇપણ સ્થાન નથી. ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને તેઓ અપીલ કરે છે કે, હિંસાના રસ્તા ઉપર જઇને વિવાદનો ઉકેલ આવશે નહીં. શાંતિપૂર્ણ માર્ગે આગળ વધવા મોદીએ તમામને કહ્યું છે કે, મોદીએ કહ્યું હતું કે, વિવાદનો…

Read More

બે ઇટાલિયન મરીન વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પર સ્ટે

બે ઇટાલિયન મરીન વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પર સ્ટે

સુપ્રીમ કોર્ટે ૧૩મી જાન્યુઆરી સુધી બે ઇટાલિયન મરીન સાથે ફોજદારી કાર્યવાહી ઉપર સ્ટે મુકી દીધો છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુજબનો આદેશ જારી કરાયો હતો. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, સરકાર આ કેસમાં તમામ કાર્યવાહીને સસ્પેન્ડ કરવાના ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલના નિર્ણયને સ્વીકારવા માટે બંધાયેલી છે. કેન્દ્ર સરકાર તરફથી આ મુજબની રજૂઆત કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે તમામ ફોજદારી કાર્યવાહી ઉપર સ્ટે મુકી દીધો હતો. ઇટાલિયન મરીન ઉપર ૨૦૧૨માં કેરળના બે માછીમારો ઉપર…

Read More

ઘુસણખોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો

ઘુસણખોરીના વધુ એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ઘુસણખોરીના પ્રયાસો એકંદરે વધી રહ્યા છે. જો કે, ભારતીય સેના સરહદ ઉપર ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે. ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરીના વધુ એક પ્રયાસને આજે સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો. આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિગત આપતા કહ્યું છે કે, સેનાએ કુંપવારામાં નવગામ સેક્ટરમાં તુતમાર ગલીમાં આતંકવાદીઓની હિલચાલને નિહાળી હતી. ત્યારબાદ આ આતંકવાદીઓને શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યું છે. અંકુશરેખામાં ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીના પ્રયાસો…

Read More

દાઉદ અને હાફિઝ સઇદ પર સકંજો જમાવવા નવી યોજના તૈયાર

દાઉદ અને હાફિઝ સઇદ પર સકંજો જમાવવા નવી યોજના તૈયાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સ્તરની મંત્રણા છેલ્લી ઘડીએ નિષ્ફળ રહ્યા બાદ ભારત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને આતંકવાદી હાફીઝ સઇદ અંગે તૈયાર કરવામાં આવેલા ડોઝિયરને સોંપવામાં સફળ રહ્યું ન હતું પરંતુ હવે નવી વ્યૂહરચના તૈયાર કરી લેવામાં આવી છે. સરકાર એક એવી વ્યૂહરચના તૈયાર કરી રહી છે. જેના મારફતે ડી કંપની અને ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડના નેટવર્ક સુધી પહોંચી વળવામાં સફળતા મળશે. આ વ્યૂહરચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ દ્વારા તૈયાર કરવામાં આવી…

Read More

ચાંદલોડિયામાં તોફાની ટોળાંઓ દ્વારા ટ્રેનને આગ ચાંપવાનો પ્રયાસ

ચાંદલોડિયામાં તોફાની ટોળાંઓ  દ્વારા ટ્રેનને આગ ચાંપવાનો પ્રયાસ

પાટીદાર અનામત ક્રાંતિ રેલી બાદ જીએમડીસી મેદાનમાં પોલીસના દમનના વિરોધમાં આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું બંધના એલાનને કારણે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર તોફાનો ફાટી નિકળ્યા હતં. અમદાવાદમાં ચાંદલોડીયામાં તોફની ટોળએ માલગાડીને સળગાવ વાનો પ્રયાસ કર્યો હતો. અને સાત ટ્રેનને રોકવામાં આવી હતી ટોળ દ્વારા પથ્થમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ધટના સ્થળે દોડી જઇને પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યા હતાં અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ૧૦ ટીયર ગેસના સેલ છોડયા હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર…

Read More

અમદાવાદ-સુરત સહિતના અશાંત ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ-સુરત સહિતના અશાંત  ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ અને સુરતમાં પોલીસ તથા અર્થલશ્કરી દળો ગોઠવાયા છતાં પણ કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આજે સવારે પણ લોકોના ટળે ટોળા ઉતરી પડતા ફરી પરિસ્થિતિ ગંભીરરીતે ડહોળતા છેવટે રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય અશાંત વિસ્તારોમાં તાબડતોડ આર્મીને હવાલે કરવામાં આવ્યા હતા જ્યારે સુરતમાં પણ લશ્કર ડિપ્લોય કરાયું હોવાું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે રાજકોટમાં પણ લશ્કરની એક ટુકડી રવાના કરવામાં આવી હતી. અમદાવાદમાં સાંજે લશ્કરે ફ્લેગમાર્ચ યોજી સ્થિતિને કાબૂમાં લેવાના લોખંડી પ્રયાસો શરૂ કર્યા હતા. રાજ્યમાં આર્મીની પાંચ ટુકડીઓ ફાળવવામાં…

Read More

ક્રાંતિ રેલીના કેન્દ્ર અમદાવાદમાં હિંસામાં ચારનાં મોત

ક્રાંતિ રેલીના કેન્દ્ર અમદાવાદમાં હિંસામાં ચારનાં મોત

ઓબીસી ક્વોટાને લઇને પાટીદાર સમુદાયનું આંદોલન હવે હિંસામાં ફેરવાઈ ચુક્યું છે. સતત બીજા દિવસે અમદાવાદમાં વ્યાપક હિંસાનો દોર જારી રહ્યો હતો. કેટલાક નવા વિસ્તારો પણ હિંસાના સકંજામાં આવી ગયા હતા. વિવિધ વિસ્તારોમાં હિંસાનો દોર જારી રહેતા અમદાવાદ શહેરમાં નવ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના જે વિસ્તારોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો તેમાં રામોલ, નિકોલ, બાપુનગર, નારણપુરા, નરોડા, ઘાટલોડિયા, કૃષ્ણનગર, વાડજ અને ઓઢવનો સમાવેશ થાય…

Read More

અનામતની આગમાં ભડકે બળેલા ગુજરાતમાં ૮નાં મોત

અનામતની આગમાં ભડકે બળેલા ગુજરાતમાં ૮નાં મોત

ગુજરાતમાં અનામતની માંગણીની આગ હવે રાજ્યના અનેક ભાગમાં ફેલાઈ ગઈ છે. મંગળવારે મોડીરાત્રે શરૂ થયેલી હિંસાનો દોર આજે બુધવારે પણ જારી રહ્યો હતો. અનામત સંબંધિત હિંસામાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં આઠ લોકોના મોત થયા છે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ બેકાબૂ રહી હતી. રાજ્યના જે મોટા શહેરોમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી છે તેમાં સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર, પાટણના શહેરો, ગાંધીનગરના કલોલ, બનાસકાંઠાના પાલનપુરમાં અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. તમામ…

Read More