રાધે માએ સેક્સ માણવાની ફરજ પાડી હતીઃ ડોલી બિંદ્રા

વિવાદાસ્પદ ગોડવુમન રાધે માના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. બીગ બોસ કાર્યક્રમમાં ભાગ લઇ ચુકેલી ડોલી બિંદ્રાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, રાધે માએ સેક્સ માણવાની તેને ફરજ પાડી હતી. જો ડોલી બિંદ્રાના આક્ષેપો સાચા સાબિત થશે તો રાધે માંના કેસમાં એક નવો વળાંક આવી શકે છે અને તેમની તકલીફ વધી શકે છે.
એક નવી વેબસાઇટે ડોલી બિંદ્રાને ટાંકીને કહ્યું છે કે, એક વ્યક્તિની સાથે સેક્સ માણવાની રાધે માં દ્વારા તેને ફરજ પાડવામાં આવી હતી. આ ન્યુઝ વેબસાઇટના જણાવ્યા મુજબ ડોલી બિંદ્રાએ રાધે માંની સામે આ ચોંકાવનારો ઘટસ્ફોટ કરીને નવી ચર્ચા જગાવી દીધી છે. રાધે માં ઉપર એવો આક્ષેપ થતો રહ્યો છે કે તે તેમના સાધકોનો ઉપયોગ પણ કરે છે. ડોલીએ મુંબઈ પોલીસ સ્ટેશનમાં આક્ષેપો અંગે લેખિતમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં ૨૦ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાધે માંની આકરી પુછપરછ બે વખત કરવામાં આવી ચુકી છે જેમાં તેમાં વેધક પ્રશ્નો પણ કરવામાં આવી ચુક્યા છે. રાધે માંની બીજી વખત પુછપરછ કરાઈ ત્યારે ૨૫ મિનિટમાં ૨૩ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ડેડીના સંદર્ભમાં પણ પ્રશ્નો કરાયા હતા.
રાધે માં સાથે ડેડીના કનેક્શનને લઇને પ્રશ્નો થયા હતા. રાધે માંની દલીલ છે કે, તેની સામે કરવામાં આવેલા આક્ષેપો આધારવગરના છે. ડોલીને ટાંકીને વેબસાઇટે કહ્યું છે કે, રાધે માંના સત્સંગ દરમિયાન આ પ્રકારની બાબતો સ્વભાવિકપણે જોવા મળે છે. તેની
સામે દહેજનો કેસ સપાટી ઉપર આવ્યા બાદ રાધે માંની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે.