જેનિફર લોરેન્સ વિશ્વની સૌથી મોંઘી અભિનેત્રી બની

ફોર્બ્સ ૨૦૧૫ના હાઇએસ્ટ પેઇડ કલાકારોની યાદીમાં બોલિવુડ કલાકારો પણ સામેલ છે. પરંતુ તેમાં અભિનેત્રીઓ સ્થાન મેળવી લેવામાં સફળ રહી નથી. સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીની યાદીમાં હંગર ગેમ્સ સ્ટાર અભિનેત્રી અને સૌથી મોટી સેલિબ્રિટી જેનિફર લોરેન્સ ૫.૨ કરોડ ડોલરની કમાણી સાથે પ્રથમ ક્રમાંકે છે. તે અગાઉ પણ આ તાજ મેળવી ચુકી છે. જેનિફર લોરેન્સ છેલ્લા કેટલાક સમયથી સૌથી વધારે માંગ ધરાવતી સ્ટાર છે. જ્યારે અભિનેતાઓની યાદીમાં હાઇએસ્ટ પેઇડ અભિનેતામાં ટોપ પર આઇરન મેન એભિનેતા રોબર્ટ ડાઉનિંગ જુનિયર છે. તેમની કમાણી આઠ કરોડ ડોલરની આસપાસની છે. મેલ કેટેગરીમાં પાંચ કરોડ ડોલરની કમાણી સાથે જેકી ચાન બીજા ક્રમાંકે છે.
મૈલિસા મેકકાર્થી, બિંગબિંગ ફૈન અને જેનિફર એનિસ્ટન પણ ટોપ પાંચમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહી છે. બોલિવુડના જે પાંચ કલાકારો યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તે ત્રણ હોલિવુડ સ્ટાર જોની ડેપ, બ્રાડ પીટ અને લિયોનાર્ડો ડી ક્રેપિયો કરતા વધારે અમીર છે. પરંતુ બોલિવુડમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રી દિપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને એશ આ યાદીમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહી નથી. જેનિફર લોરેન્સ આવનાર દિવસોમાં પણ તેની પ્રતિષ્ઠા મુજબ દેખાવ કરવા માટે ઉત્સુક છે. અભિનેતાઓની યાદીમાં ટોપટેનની વાત કરવામાં આવે તો તેમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષયકુમાર પણ સામેલ છે.
આશ્ચર્યની બાબત એ છે કે, બોલીવુડના કિંગ તરીકે ગણાતા શાહરુખ ખાનનો ટોપટેનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. યાદીમાં અક્ષય કુમાર
આઠમાં ક્રમાંક ઉપર છે.
રોબર્ટ દાઉની જુનિયર આઠ કરોડ ડોલરથી વધુની કમાણી સાથે પ્રથમ ક્રમાંક ઉપર છે. બ્રેડલી કૂપર ચોથા ક્રમાંક ઉપર છે. તેમની આવક ચાર કરોડ ડોલરથી વધારે છે. અભિનેત્રીઓની યાદીમાં ટોપટેનની વાત કરવામાં આવે તો જુલિયા રોબર્ટસ ૧૬ મિલિયન ડોલર સાથે યાદીમાં છઠ્ઠા અને એન્જેલિના જોલી ૧૫ મિલિયન ડોલરની કમાણી સાથે ટોપ ટેનની યાદીમાં સામેલ છે. વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રીઓનો જાદુ અકબંધ રહ્યો છે.

જે સાબિત કરે છે કે, જેનીફર એનિસ્ટન, જુલિયા રોબર્ટસ, એન્જેલિના જોલી, વિથરસ્પૂનની બોલબાલા હજુ પણ અકબંધ રહી છે.